+

Gujarat Exit Poll 2024 : ત્રીજી વાર ક્લીન સ્વીપ કરશે BJP ? જાણો શું કહે છે Exit Poll ?

દેશમાં લોકસભા ચૂંટણી (Lok Sabha elections) માટે 7 તબક્કાનું મતદાન આજે પૂર્ણ થયું છે. ત્યારે મતદાન પ્રક્રિયા પૂર્ણ થતા જ વિવિધ એજન્સીઓ દ્વારા એક્ઝિટ પોલના આંકડા જાહેર કરવામાં આવ્યા છે.…

દેશમાં લોકસભા ચૂંટણી (Lok Sabha elections) માટે 7 તબક્કાનું મતદાન આજે પૂર્ણ થયું છે. ત્યારે મતદાન પ્રક્રિયા પૂર્ણ થતા જ વિવિધ એજન્સીઓ દ્વારા એક્ઝિટ પોલના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. જે મુજબ, ભારતમાં ભારતીય જનતા પાર્ટીને (BJP) ને સ્પષ્ટ બહુમત મળશે એવા એંધાણ છે. ત્યારે ભાજપનું ગઢ મનાતું ગુજરાત (Gujarat) રાજ્યને લઈ એક્ઝિટ પોલના (Gujarat Exit Poll 2024) આંકડા શું કહે છે. આ સમચાર થકી તમે જાણી શકો છો.

ત્રીજી વખત ક્લીન સ્વીપ કરશે BJP !

Aaj Tak એક્ઝિટ પોલ મુજબ, ગુજરાતમાં BJP ને 25 બેઠકો પર સફળતા મળી શકે છે. જ્યારે કોંગ્રેસ (Congress) 1 બેઠક જીતે તેવી ધારણા છે. આ પહેલા વર્ષ 2014 અને 2019 ની લોકસભા ચૂંટણીમાં BJP એ તમામ 26 બેઠકો જીતી હતી. News 24 Today ચાણક્યના (News 24 Today Chanakya) એક્ઝિટ પોલમાં ગુજરાતમાં ભાજપની બમ્પર લીડનો દાવો કરાયો છે. એક્ઝિટ પોલ પ્રમાણે ગુજરાતની તમામ 26 બેઠકો પર ભાજપને સફળતા મળવાની આશા છે. Times Now Navbharat અને ETG ના એક્ઝિટ પોલ મુજબ, ગુજરાતમાં ભાજપ ત્રીજી વખત ક્લીન સ્વીપ કરી શકે છે. એક્ઝિટ પોલ મુજબ, ભાજપ રાજ્યની તમામ 26 બેઠકો જીતી શકે છે.

Exit Poll 2024
BJP Congress Other
India TV 26 0
Republic-C Voter 24-26 0-2
Times Now-ETG 26 0
Aaj Tak-Axis My India 25-26 0-1
News 24 Today chanakya 26 0
MATRIZE 24-26 0-2
INDIA TV CNX 26 0
ABP News 25-06 0-1
SAAM- જન કી બાત 26 0
TV 9 Bharat 26 0
News Nation 26 0

ગુજરાતમાં કુલ 266 ઉમેદવારોએ ચૂંટણી લડી

જણાવી દઈએ કે, ગુજરાતમાં 26 લોકસભા ચૂંટણી 2024 બેઠકો માટે 7 મેના રોજ મતદાન થયું હતું. આ વર્ષે ગુજરાતમાં કુલ 266 ઉમેદવારોએ ચૂંટણી લડી હતી, જ્યારે 2019ની લોકસભા ચૂંટણીમાં (Lok Sabha elections) 319 ઉમેદવારો હતા. મુખ્ય ઉમેદવારોમાં કેન્દ્રીયમંત્રી અમિત શાહ (Amit Shah), પરષોત્તમ રૂપાલા (Parshottam Rupala) અને મનસુખ માંડવિયા (Mansukh Mandaviya) ચૂંટણી લડી રહ્યા છે.

(નોંધ : આ માત્ર વિવિધ એજન્સીઓ દ્વારા સરવે કરી જાહેર કરાયેલ એક્ઝિટ પોલના આંકડા છે. સચોટ પરિણામ 4 જૂનના રોજ જાણી શકાશે, જ્યારે મતગણતરી બાદ પરિણામની જાહેરાત કરાશે. Gujarat First આ આંકડાઓની પુષ્ટિ કરતું નથી.)

આ પણ વાંચો – PUNJAB EXIT POLL : AAP-કોંગ્રેસ કે BJP? પંજાબમાં કોણ મારશે બાજી! જાણો એક્ઝિટ પોલના આંકડા

આ પણ વાંચો – MP Exit Poll 2024: મધ્યપ્રદેશના Exit Poll માં કમલનાથનું ગઢ ઢેર થતું જોવા મળી રહ્યું

આ પણ વાંચો – HP Exit Poll 2024 : હિમાચલ પ્રદેશમાં કોની બનશે સરકાર ? Exit Poll માં થયો ખુલાસો!

Whatsapp share
facebook twitter