+

Sabarkantha : આખલાએ મહિલાને અડફેટે લીધા બાદ સ્થાનિકોની ઘાસચારો વેચનાર સામે લાલઆંખ

સાબરકાંઠા (Sabarkantha) જિલ્લાના હિંમતનગર (Himmatnagar) શહેરમાં છેલ્લા ગણા સમયથી પાલિકાની રહેમ નજર હોય તેમ પશુપાલકો પોતાનાં પશુઓને ઘર આંગણે બાંધવાને બદલે છૂટા મૂકી દેતા હોવાથી ઘણી વખત આવા રખડતા પશુઓ…

સાબરકાંઠા (Sabarkantha) જિલ્લાના હિંમતનગર (Himmatnagar) શહેરમાં છેલ્લા ગણા સમયથી પાલિકાની રહેમ નજર હોય તેમ પશુપાલકો પોતાનાં પશુઓને ઘર આંગણે બાંધવાને બદલે છૂટા મૂકી દેતા હોવાથી ઘણી વખત આવા રખડતા પશુઓ વાહનચાલકોને હડફેટે લઈ ઈજા પહોંચાડે છે. ત્યારે બુધવારે બેરણા રોડ પર થઈને જઈ રહેલા એક મહિલા શિક્ષિકાને આખલાએ હડફેટે લઈ ઈજા પહોંચાડયા બાદ ગુરૂવારે સ્થાનિક રહીશોએ આ વિસ્તારમાં પશુઓને ખવડાવવામાં આવતા લીલા ઘાસચારાના વેપારીને તગેડી મૂક્યા છે.

એક્ટિવાચાલક મહિલાને આખલાએ અડફેટે લીધાં

આ અંગેની વિગત એવી છે કે, સાબરકાંઠાના (Sabarkantha) હિંમતનગરમાં (Himmatnagar) અનેક ઠેકાણે જાહેર રસ્તાઓ પર તથા ભીડભાડવાળા સ્થળે અને શાકમાર્કેટની આસપાસ રોજબરોજ ગાય અને આખલા દિવસે અને રાત્રે આમથી તેમ ફરે છે. ત્યારે ગણી વખત રાહદારીઓ અને વાહનચાલકોને હડફેટે લેતા હોય છે, ત્યારે બુધવારે બેરણા રોડ પર થઈને જઈ રહેલ એક મહિલા શિક્ષિકાના એક્ટિવાને આખલાએ હડફેટે લીધા બાદ ઈજા થઈ હતી.

ઘાસચારો વેચતા વેપારીને સ્થાનિકોએ તગેડી મૂક્યા

ત્યારબાદ સમગ્ર ઘટના અંગે આ વિસ્તારમાં ખબર પડતાં અનેક લોકોએ ગુરૂવારે સવારે આ વિસ્તારમાં ઘાસચારો વેચતા વેપારીને તગેડી મૂકયા હતા. જો કે આગામી દિવસોમાં પણ શહેરના અન્ય વિસ્તારોમાં જાહેર સ્થળો પર પશુઓને ખવડાવવા માટેના લીલાઘાસનું વેચાણ કરતા લોકોને પણ ખદેડી મૂકવા જોઈએ નહીં તો આગામી ચોમાસામાં અનેક ઘટનાઓનું પુનરાવર્તન થયા વિના રહેશે નહીં તેમ સ્થાનિકઓએ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, જિલ્લા કલેક્ટરના જાહેરનામાનો ચુસ્ત અમલ થાય તે જોવાની જવાબદારી નગરપાલિકા, સંલગ્ન વિભાગના અધિકારીઓ અને સ્થાનિક પ્રજાની છે. ત્યારે તે દિશામાં લોકોએ પણ જાગૃતિ બતાવવાની જરૂર છે.

અહેવાલ – યશ ઉપાધ્યાય

આ પણ વાંચો – Rath Yatra : 147 મી રથયાત્રામાં અવનવા સ્ટંટ કરવા કરતબબાજોની તૈયારીઓ શરૂ

આ પણ વાંચો – Ahmedabad : IIM વિસ્તારમાં 90 ઘટાદાર વૃક્ષોનું નિકંદન! સ્થાનિકોમાં ભારે વિરોધ

આ પણ વાંચો – Gujarat High Court : ગુનાઓમાં પોલીસની સંડોવણીથી HC લાલઘૂમ, કહ્યું – વર્દીનું સન્માન કરો..!

Whatsapp share
facebook twitter