+

Gir Somnath : દબાણ ઝુંબેશ મુદ્દે BJP-Congress આમને-સામને! હીરાભાઈ જોટવાના ગંભીર આરોપ

ગીર સોમનાથમાં (Gir Somnath) મેઘમહેર થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. કાળઝાળ ગરમથી ત્રસ્ત લોકો આ વાતાવરણની મજા માણી રહ્યા છે. ત્યારે બીજી તરફ જિલ્લામાં દબાણ દૂર કરવા મામલે રાજકારણ ગરમાયું…

ગીર સોમનાથમાં (Gir Somnath) મેઘમહેર થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. કાળઝાળ ગરમથી ત્રસ્ત લોકો આ વાતાવરણની મજા માણી રહ્યા છે. ત્યારે બીજી તરફ જિલ્લામાં દબાણ દૂર કરવા મામલે રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના નેતા હીરા જોટવાએ (Hira Jotva) મોટો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, જે ગામમાંથી કોંગ્રેસ પાર્ટીને મત મળ્યા તે ગામમાં જ તંત્ર દ્વારા ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી છે. આ સાથે તેમણે ધારાસભ્ય ભગવાન બારડ (MLA Bhagwan Barad) પર પણ નિશાન સાધ્યું હતું.

કોંગ્રેસને જે ગામમાંથી મતો મળ્યા છે ત્યાં જ પક્ષપાતી ઝુંબેશ : હીરા જોટવા

ગીર સોમનાથમાં (Gir Somnath) ગેરકાયદેસરના દબાણો દૂર કરવા માટે તંત્ર અને સ્થાનિક પંચાયત એ ગ્રામ્ય વિસ્તારમાં દબાણ ઝુંબેશ શરૂ કરી છે. જો કે, આ ઝુંબેશ સાથે જિલ્લામાં રાજકારણ પણ ગરમાયું છે. લોકસભાનાં કોંગ્રેસના (Congress) ઉમેદવાર હીરાભાઈ જોટવા એ તંત્રની કાર્યવાહી પક્ષપાતી હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસને જે ગામમાંથી મતો મળ્યા છે ત્યાં જ પક્ષપાતી ઝુંબેશ શરૂ કરાઈ છે. આ સાથે તેમણે ધારાસભ્ય ભગવાન બારડ પર નિશાન સાધતા કહ્યું કે, ધારાસભ્યના ગામ બાદલપરામાં (Badalpara) આવું જ થયું છે. જો કે, બાદલપરા ગામના સરપંચ પ્રતિનિધિઓએ તેમના આ આક્ષેપને પડકાર્યો છે.

કોંગ્રેસ જે આરોપ લગાવે છે તે તદ્દન પાયાવિહોણા : ગામ સરપંચ પ્રતિનિધિ

બાદલપરા ગામના સરપંચ પ્રતિનિધિ ધનસુખ વાળાએ (Dhansukh Wala) જણાવ્યું કે, ગામમાં નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવી છે. બાદલપરામાં ગોચર સહિત દબાણો દૂર કરવા માટે અગાઉ વર્ષ 2022 માં નોટિસ પાઠવવામાં આવી હતી. બાદલપરામાં ધારાસભ્યના ભત્રીજા સહિતના ગેરકાયદેસર દબાણો દૂર કરાયા છે. કોંગ્રેસનાં હીરાભાઈ જોટવા મતનું રાજકારણ ન ખેલે… આ પંચાયતની કામગીરી છે જે કરી છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ જે આરોપ લગાવે છે તે તદ્દન પાયાવિહોણા છે. હીરાભાઈને જનતાએ નકાર્યા એટલે મતનું રાજકારણ કરે છે.

આ પણ વાંચો – Rajkot : ચૂંટણી સમયે વકરેલા પત્રિકા વિવાદને લઈને નરેશ પટેલની પ્રતિક્રિયા

આ પણ વાંચો – Rajkot Gamezone fire : પૈસા પડાવવાના આરોપ સામે અમિષા વૈદ્યે કહ્યું- મારી પાસે અલગ-અલગ..!

આ પણ વાંચો – Kutch : છેલ્લા 7 માસમાં 21 સગીરાનાં અપહરણ-દુષ્કર્મ, ગત વર્ષે 203 યુવતીઓનાં અપહરણ થયાં હતાં!

Whatsapp share
facebook twitter