+

Gandhinagar : ગુજરાત વિધાનસભાની આજે મળશે બે બેઠક, વિવિધ મુદ્દાઓ પર થશે ચર્ચા

Gandhinagar: ગુજરાત વિધાનસભાની ગૃહમાં આજે બે બેઠકો મળશે. જેમાં પ્રથમ બેઠક પ્રશ્નોત્તરી કાળથી શરૂઆત થશે. પ્રશ્નોત્તરી કાળ બાદ રાજ્યપાલના સંબોધન પર બીજા દિવસની ચર્ચા થશે. પ્રથમ બેઠકમાં નાણા,ઉર્જા જળ સંપત્તિ,…

Gandhinagar: ગુજરાત વિધાનસભાની ગૃહમાં આજે બે બેઠકો મળશે. જેમાં પ્રથમ બેઠક પ્રશ્નોત્તરી કાળથી શરૂઆત થશે. પ્રશ્નોત્તરી કાળ બાદ રાજ્યપાલના સંબોધન પર બીજા દિવસની ચર્ચા થશે. પ્રથમ બેઠકમાં નાણા,ઉર્જા જળ સંપત્તિ, પાણી પુરવઠો તેમજ અન્ન નાગરિકે તથા સહકાર બાબતે પ્રશ્નોત્તરી કાળમાં ચર્ચા થશે. તેમજ પ્રશ્નોત્તરી કાળ બાદ રાજ્યપાલના સંબોધન પર બીજા દિવસની ચર્ચા થશે.

બીજી બેઠકમાં પ્રશ્નોત્તરી કાળથી શરૂ થશે
તેમજ બીજી બેઠક બપોરે 3.30 કલાકે પ્રશ્નોત્તરી કાળથી શરૂ થશે. બીજી બેઠકની પ્રશ્નોત્તરીમાં કૃષિ, પશુપાલન, ગ્રામ વિકાસ, પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ, આદિજાતિ વિકાસ વિષયો પર ચર્ચા થશે. પ્રશ્નોત્તરી બાદ ત્રીજા અને અંતિમ દિવસે રાજ્યપાલના સંબોધન કરશે.

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કોવીડ રસીકરણને  લઈને  શું  કહ્યું  

સોમવારે મળેલી બેઠકમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, કોવીડ રસીકરણની આડ અસરથી યુવાનોના હાર્ટ એટેકની વાતને પાયા વિહોણી અને સત્યથી વેગળી ગણાવી છે. તેમણે જણાવ્યું કે રસીકરણની દવાની કોઈ પણ આડ અસર નથી. દેશના નાગરિકોને ૨૫૦ કરોડથી વધુ રસીકરણ ના ડોઝ આપવામાં આવ્યા છે.

 

ગુજરાતના મુખ્યમંત્રીએ આગળ કહ્યું કે, માનનીય નરેન્દ્રભાઈ આ દેશના 140 કરોડ ભારતવાસીઓના શ્રદ્ધાકેન્દ્ર એવા રામલલ્લાના પરમ ભક્ત છે, ભારતની શાશ્વત અને શ્રેષ્ઠ ભારતીય સંસ્કૃતિના નરેન્દ્રભાઈ એક મનીષી કહી શકાય એવા પ્રતિનિધિ છે. જ્યારે અયોધ્યા તીર્થધામમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવા માટે આવશ્યક એવી તપશ્ચર્યા કરવાની હતી અને વ્રત રાખવાનું હતું, તે પણ માનનીય નરેન્દ્રભાઈ મોદીએ એક તપસ્વી ઋષિની જેમ ત્રણ દિવસને બદલે 11 દિવસ તપશ્ચર્યા કરી. તેમની આ સંસ્કૃતિભક્તિ અને ભક્તિપરાયણતાથી ભારતના કરોડો લોકો શ્રધ્ધા અને ભક્તિથી ગૌરવ અનુભવે છે. તેમણે કહ્યું કે, પ્રજાના પ્રતિનિધિઓ તરીકે આપણે જાણીએ છીએ કે પ્રજાના પાલક એવા રાજાધિરાજ રામની આ પૂજા- અર્ચના કરીને માનનીય મોદીસાહેબે ગુજરાતની પ્રજાને ગૌરવ અપાવ્યું છે, આજે હર્ષ અને ગૌરવની લાગણી અભિવ્યક્ત કરાવાની આ ઘડી છે.

CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ગુજરાતની આ વિધાનસભા આદરણીય નરેન્દ્રભાઈ મોદીને આ સહસ્રાબ્દીઓ સુધી યાદ રહે તેવું ઐતિહાસિક સાંસ્કૃતિક દાયિત્વ નિભાવવા બદલ અભિનંદન પાઠવે છે. માનનીય નરેન્દ્રભાઈ માટે ગૌરવ અનુભવતું આપણું આ સભાગૃહ નરેન્દ્રભાઈના કઠોર વ્રત, ભક્તિ અને શ્રદ્ધા દ્વારા સમગ્ર દેશના લોકોને આનંદ અને ગૌરવ બક્ષવા બદલ ધન્યવાદ પાઠવે છે. ભારતીય સંસ્કૃતિના જ્યોતિર્ધર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ આ સભાગૃહના સન્માનનીય નેતા હતા તેનું પૂરી વિનમ્રતાથી સ્મરણ કરી આ ઠરાવ મૂકું છું.

 

આ  પણ  વાંચો  Taral Bhatt : જુનાગઢ બદલી બાદ સવા વર્ષમાં 100 બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કર્યા, અનફ્રીઝ કરવા મોટી રકમ માગી!

 

 

Whatsapp share
facebook twitter