+

Game Zone Tragedy : આરોપી કિરીટસિંહના એડવોકેટ અને સરકારી વકીલ વચ્ચે જબરદસ્ત દલીલ! વાંચો અહેવાલ

રાજકોટ (Rajkot) TRP ગેમઝોન અગ્નિકાંડ (Game Zone Tragedy) મામલે આજે આરોપી કિરીટસિંહ જાડેજાને (Kirit Singh Jadeja) કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આરોપીની વધુ પૂછપરછ માટે કોર્ટમાં ક્રાઈમ બ્રાંચે (RAJKOT CRIME…

રાજકોટ (Rajkot) TRP ગેમઝોન અગ્નિકાંડ (Game Zone Tragedy) મામલે આજે આરોપી કિરીટસિંહ જાડેજાને (Kirit Singh Jadeja) કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આરોપીની વધુ પૂછપરછ માટે કોર્ટમાં ક્રાઈમ બ્રાંચે (RAJKOT CRIME BRANCH) 14 દિવસના રિમાન્ડની માગ કરી હતી. જો કે, કોર્ટે 6 જૂન સુધી એટલે કે 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જણાવી દઈએ કે, આરોપી કિરીટસિંહ જાડેજા જમીનનો માલિક છે. બંને પક્ષના વકીલોએ કોર્ટમાં ધારદાર દલીલ કરી હતી.

કિરીટસિંહના વકીલે કોર્ટમાં કરી આ દલીલ

પ્રાપ્ત અહેવાલ અનુસાર, આરોપી કિરીટસિંહ જાડેજાના વકીલે કોર્ટમાં કહ્યું હતું કે, કિરીટસિંહ (Kirit Singh Jadeja) છેલ્લા 24 કલાકથી પોલીસની કસ્ટડીમાં હતા. કિરીટસિંહ પોલીસને જે કંઈ જણાવવાનું હતું તે જણાવી ચૂક્યા છે. વકીલે આગળ કહ્યું કે, કિરીટસિંહનો જે કોઈ રોલ છે તે અંગેના તમામ દસ્તાવેજી પુરાવા પણ જે તે વિભાગને સોંપવામાં આવ્યા છે. કિરીટસિંહ ક્યારેય પણ બનાવના સ્થળે સંચાલન સહિતના કામ અર્થે ગયા નથી. તેમની કસ્ટડી અનિવાર્ય નથી. કિરીટસિંહના વકીલે મીડિયાને જણાવ્યું કે, નામદાર કોર્ટે () 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. વકીલે કહ્યું કે, મારા અસીલ ભાગી નહોતા રહ્યા. તેમણે ખુદ પોલીસ (Rajkot Police) સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. બીજી તરફ અશોક સિંહ જાડેજાના વકીલ દ્વારા સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરવામાં આવી છે.

‘કિરીટસિંહ એક મોનિટરિંગ બેનીફીસરી છે’

કોર્ટમાં સ્પે.પીપી તુષાર ગોકાણી (SP Tushar Gokani) દ્વારા લે-આઉટ પ્લાન રજૂ કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે, આરોપી કિરીટસિંહનો ભાઈ અશોકસિંહ (Ashok singh jadeja) હજુ પણ ફરાર છે. આરોપી કિરીટસિંહ માત્ર લેન્ડ ઓનર જ નથી તે રેસ-વે એન્ટર પ્રાઈઝમાં ભાગીદાર પણ છે. કિરીટસિંહ એક મોનિટરિંગ બેનીફીસરી છે. સ્પે.પીપી તુષાર ગોકાણીએ આગળ કહ્યું કે, આરોપીની કસ્ટડીની જરૂરિયાત એટલા માટે છે કારણ કે જે વિભાગમાંથી જે તે બાબતની મંજૂરી મેળવી હોઈ તેને લગતા ડોક્યૂમેન્ટ્સ ચકાસવા બાબતે જરૂર છે.

આ પણ વાંચો – TRP GameZone Tragedy : સસ્પેન્ડ અધિકારીઓને DGP નું તેડું, કિરીટસિંહને કોર્ટમાં રજૂ કરાશે, આ અધિકારી ગુમ થતાં સવાલ

આ પણ વાંચો – રાજકોટ અગ્નિકાંડ બાદ હવે પોલીસ આવી હરકતમાં, AHMEDABAD અને SURAT માં ગેમઝોન કર્યા સીલ

આ પણ વાંચો – RAJKOT FIRE : રાજકોટ અગ્નિકાંડ કાંડમાં હવે ગેમઝોનની જગ્યાના માલિકની કરાઇ ધરપકડ

Whatsapp share
facebook twitter