+

fake currency Case : રૂ.15.30 લાખની નકલી નોટોનાં કેસમાં આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયાં

fake currency Case : CID ક્રાઇમે રૂ.15.30 લાખની નકલી નોટો પકડવાના કેસમાં રાજસ્થાનથી ઝડપાયેલા 3 આરોપીઓની વધુ પૂછપરછ માટે પોલીસે આરોપીઓને મેટ્રોપોલિટન કોર્ટ (Metropolitan Court) સમક્ષ રજૂ કર્યા હતાં. પોલીસે…

fake currency Case : CID ક્રાઇમે રૂ.15.30 લાખની નકલી નોટો પકડવાના કેસમાં રાજસ્થાનથી ઝડપાયેલા 3 આરોપીઓની વધુ પૂછપરછ માટે પોલીસે આરોપીઓને મેટ્રોપોલિટન કોર્ટ (Metropolitan Court) સમક્ષ રજૂ કર્યા હતાં. પોલીસે આરોપીઓના 14 દિવસની રિમાન્ડની કોર્ટમાં માગ કરી હતી. જો કે, કોર્ટે ત્રણેય આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

વિવિધ મુદ્દે પૂછપરછ કરવાની કોર્ટમાં રજૂઆત

દેશમાં નકલી નોટ માર્કેટમાં ફેલાય તે પહેલા જ CID ક્રાઇમે (CID Crime) બાતમીના આધારે કાર્યવાહી કરી રૂ. 15.30 લાખની નકલી નોટ સાથે ત્રણ આરોપીઓની રાજસ્થાનથી (Rajasthan) ધરપકડ કરી હતી. આરોપી સતીષ જિનવા, અનિલ રજત, કાલુરામ મેઘવાલની ધરપકડ કરી ક્રાઇમ બ્રાન્ચે તેમને મેટ્રોપોલિટન કોર્ટમા રજૂ કર્યા હતા. કોર્ટમાં સાઈડી ક્રાઇમે ત્રણેય આરોપીઓના 14 દિવસના રિમાન્ડ માગ્યા હતા અને રજૂઆત કરી હતી કે, આરોપીને સાથે રાખી તપાસ કરવીની જરૂર છે. પોલીસે સિક્યુરિટી થ્રેડ, વોટર માર્ક તથા પ્રિન્ટિંગ ક્યાં કરવામાં આવી ? સહિતના મુદ્દાઓ પર તપાસ કરવાની અને પૂછપરછ કરવાની જરૂર છે.

આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર

પોલીસે કોર્ટમાં કહ્યું કે, આરોપીઓએ બનાવટી નોટો (fake currency Case) બનાવવા માટે ભેસોદામંડી તથા ભાનપુરા (જી.મંદસોર, મધ્યપ્રદેશ) ખાતે મકાન ભાડે રાખ્યું હતું અને ત્યાં ઝેરોક્ષ મશીનનો ઉપયોગ કર્યો હતો તે અંગે પણ તપાસ કરવાની છે. આરોપીઓએ નોટો બનાવવા માટે કાગળો ક્યાંથી ખરીદ્યા છે? ઝેરોક્ષ મશીન ક્યાંથી મેળવ્યું ? ઉપરાંત નોટો બનાવવા માટે બીજી સામગ્રી ક્યાંથી લાવ્યા ? આરોપીએ ભારતીય અર્થતંત્રને (Indian Economy) આર્થિક નુકસાન પહોંચાડવાના બદઇરાદે આયોજન કરી સિન્ડિકેટ બનાવી છે તેમાં કોણ- કોણ સામેલ છે ? આ સિવાય આરોપીઓ પાસે કેટલી નોટો છે ? નોટો લાવનાર મૌયઇયુદ્દીન સૈયદ સાથે આરોપીઓ કેવી રીતે સંપર્કમાં આવ્યા ? આરોપીઓને નાણાકીય મદદ કોણે પૂરી પાડી અને આરોપીઓની કોલ ડિટેઇલ મેળવી તેઓ કોના-કોના સંપર્કમાં હતા ? સહિતના મુદ્દે તપાસ કરવાની બાકી હોવાની રજૂઆત કરાઈ હતી. મેટ્રોપોલિટન કોર્ટે (Metropolitan Court) ત્રણેય આરોપીઓનાં 10 દિવસનાં રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા છે.

અહેવાલ – કલ્પીન ત્રિવેદી

આ પણ વાંચો – Ahmedabad : AMC એ બનાવેલો વાઇટ ટોપિંગ રોડ પ્રજા માટે સુખાકારી કે પછી દુઃખાકારી ?

આ પણ વાંચો – AMC : શહેરના ચાર રસ્તા પર ઘટાદાર વૃક્ષો ઉગાડાશે, કચરાંનો નિકાલ થશે, નવા ચાર્જિંગ સ્ટેશન લગાવાશે

આ પણ વાંચો – Rajkot : ગોંડલમાં દારૂની 110 બોટલ સાથે કારમાં નીકળેલા બે ઝબ્બે, 6 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

Whatsapp share
facebook twitter