+

ઇડરનો પરિવાર ફેમસ લસ્સી પીવા Himmatnagar આવ્યો અને થયો કડવો અનુભવ!

Himmatnagar : ખાદ્ય પદાર્થોમાંથી જીવતા નીકળવાના એક પછી એક બનાવ સામે આવી રહ્યા છે. દેડકો, ગરોળી (Lizards) બાદ હવે ફરી એકવાર વંદો નીકળ્યો હોવાની ઘટના સામે આવી છે. માહિતી મુજબ,…

Himmatnagar : ખાદ્ય પદાર્થોમાંથી જીવતા નીકળવાના એક પછી એક બનાવ સામે આવી રહ્યા છે. દેડકો, ગરોળી (Lizards) બાદ હવે ફરી એકવાર વંદો નીકળ્યો હોવાની ઘટના સામે આવી છે. માહિતી મુજબ, સાબરકાંઠાના (Sabarkantha) હિંમતનગરમાં લસ્સીમાંથી વંદો નીકળ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. રાજસ્થાનથી (Rajasthan) આવેલા મહેમાનોને ઈડરના (Eder) અગ્રણી નામાંકિત એવી મીનાક્ષીની (Meenakshi) લસ્સી ટેસ્ટ કરાવવા હિંમતનગર લઈ આવ્યા હતા જ્યાં તેમને કડવો અનુભવ થયો હતો.

રાજસ્થાનથી આવેલા મહેમાનો માટે લસ્સી લેવા આવ્યો પરિવાર

પ્રાપ્ત માહિતી મુજબ, ઇડરમાં (Eder) રહેતા એક અગ્રણીના ઘરે રાજસ્થાનથી કેટલાક મહેમાન આવ્યા હતા. આથી, મહેમાનોને હિંમતનગરની (Himmatnagar) નામાંકિત મીનાક્ષી લસ્સી ટેસ્ટ કરાવવા માટે લઈ આવ્યા હતા. પરંતુ, અગ્રણીના પરિવાર અને મહેમાનોને કડવો અનુભવ થયો હતો. પરિવારના દાવા મુજબ, લસ્સીમાંથી વંદો નીકળ્યો હતો. આ ઘટનાનો પરિવારે વીડિયો પણ બનાવ્યો હતો. લસ્સીમાંથી વંદો નીકળતા પરિવાર હતપ્રભ થયો હતો. ગુજરાત ફર્સ્ટ (Gujarat First) વાઇરલ વીડિયોની પુષ્ટિ કરતું નથી.

મિલ્કી મિસ્ટનાં દહીમાં ફૂગ નીકળી હોવાનો દાવો

ઉલ્લેખનીય છે કે, ખાદ્ય પદાર્થોમાંથી જીવતા નીકળતાની ઘટનાઓ સતત બની રહી છે. ગઈકાલે મહેસાણામાં (Mhesana) ડીમાર્ટમાંથી (Demart) ખરીદેલા મિલ્કી મિસ્ટનાં દહીમાં ફૂગ નીકળી હોવાનો દાવો એક ગ્રાહકે કર્યો હતો. આ ઘટનાનો ગ્રાહકે વીડિયો પણ બનાવ્યો હતો. ઘટના સામે આવતા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ડીમાર્ટમાં જઈ કાર્યવાહી કરવામાં આવી હતી.

આ પણ વાંચો – Mehsana : ખાદ્યપદાર્થમાં ‘લાપરવાહી’ એ તો હદ વટાવી! બ્રાન્ડેડ દહીમાંથી નીકળી ફૂગ! થઈ કાર્યવાહી

આ પણ વાંચો – Jetpur માં પકડાયેલા અખાદ્ય પનીરના 1310 કિલોગ્રામ જથ્થાનો કરાયો નાશ

આ પણ વાંચો – Ahmedabad: બહારનું ખાવું હવે ઝેર સમાન! અથાણામાં ગરોળી તો નરોડાની હોટલના જમવામાં મળ્યો વંદો

Whatsapp share
facebook twitter