+

Dr. Umang Patel : ‘શિક્ષણ એ ભવિષ્યનો પાસપોર્ટ છે, જે એવા લોકો માટે જ છે જે આજે મહેનત કરે છે…’

Dr. Umang Patel : આપણા શહેરના યુવા ઉદ્યોગસાહસિક તથા શિક્ષણ નિષ્ણાંત શ્રી ઉમંગ પટેલ (ડિરેક્ટર, મેકિંગ ડોક્ટર ઓર્ગેનિઝેશન & IEC ગ્લોબલ) ને અમેરિકાની પ્રસિદ્ધ મેરિલેન્ડ સ્ટેટ યુનિવર્સિટી દ્વારા વિશ્વ શિક્ષણ…

Dr. Umang Patel : આપણા શહેરના યુવા ઉદ્યોગસાહસિક તથા શિક્ષણ નિષ્ણાંત શ્રી ઉમંગ પટેલ (ડિરેક્ટર, મેકિંગ ડોક્ટર ઓર્ગેનિઝેશન & IEC ગ્લોબલ) ને અમેરિકાની પ્રસિદ્ધ મેરિલેન્ડ સ્ટેટ યુનિવર્સિટી દ્વારા વિશ્વ શિક્ષણ જગતમાં અસાધારણ ફાળો આપવા તેમ જ તેમને મેળવેલી સિદ્ધિઓ અને ખ્યાતિ બદલ શિક્ષણના વિષયમાં માનદ ડોક્ટરેટ (Ph.D) ની ડિગ્રી એનાયત કરવામાં આવી તેમ જ સન્માનિત કરવામાં આવ્યા છે.

અમે તેમને ભવિષ્યના શિક્ષણ પ્રયાસો માટે શુભેચ્છા પાઠવીએ છીએ અને આશા રાખીએ છીએ કે તેઓ ગુજરાતના (Gujarat) શિક્ષણને વૈશ્વિક સ્તરે લઈ જવા માટે તેમની કુશળતાનું યોગદાન આપતા રહેશે. તારીખ 10 ફેબ્રુઆરી, 2024 ના રોજ 13મી વર્લ્ડ સ્કૂલ સમિટ દરમિયાન, દુબઈમાં ડો. ઉમંગ પટેલને મોહમ્મદ અલી (Mohammed Ali) (નાણા નિયામક, હાઈનેસ શેખ હમદાન બિન અહેમદ અલ મકતુમની ઓફિસ), માનનીય સુરેશ પ્રભુ (Suresh Prabhu) (ભૂતપૂર્વ યુનિયન મિનિસ્ટર, ભારત) તેમ જ AMB ડંસ્ટન પરેરા (Dunston Pereira) (સીઈઓ, રોયલ ઓફિસ, દુબઇ) ની હાજરીમાં વૈશ્વિક શિક્ષણમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન માટે ‘કોલાબોરેટિવ લીડર એવોર્ડ’ એનાયત કરાયો.

18 થી વધુ દેશોના શિક્ષણ જગતના સેમિનાર (વર્લ્ડ સ્કૂલ સમિટ) દરમિયાન, ડો. ઉમંગ પટેલે 21મી સદીમાં ઓપોર્ચ્યુનિટિઝ ઈન ગ્લોબલ એજ્યુકેશન પર તેમના મંતવ્યો શેર કર્યા હતા. તેમણે તમામ શિક્ષકોને શિક્ષણને ઉચ્ચ સ્તરે લઈ જવા માટે 4 R’s… Re-Design, Re-Think, Re-Invent અને Re-Structure (પુનઃ ડિઝાઇન, પુનઃવિચાર, પુનઃનિર્માણ અને પુનઃરચના) પર કામ કરવા વિનંતી કરી હતી. ડો. ઉમંગ પટેલ IEC ગ્લોબલના ડાયરેક્ટર અને મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઈઝેશનના સ્થાપક છે, જેમણે વિદેશી શિક્ષણ ક્ષેત્રમાં બહોળો અનુભવ મેળવ્યા બાદ આખરે તેમની કુશળતાને વ્યવસાયિક વ્યવસાયમાં ફેરવવાનું નક્કી કર્યું અને ભાવી દ્રષ્ટિ અને સઘન સંશોધન દ્વારા ભવિષ્યના વૈશ્વિક યુવા માટે તકો ઊભી કરવાનું તેમનું એકમાત્ર લક્ષ્ય Grow More (વધુને વધુ વૃદ્ધિ) છે.

છેલ્લા 15 વર્ષથી, તેમણે 10000+ વિદ્યાર્થીઓ અને વાલીઓને કાઉન્સેલિંગ કર્યું અને કારકિર્દીની પસંદગી માટે માર્ગદર્શન આપ્યું. હવે તેમણે GCC (ગલ્ફ દેશો) સુધી – તેમ જ ગલ્ફ દેશોમાં રહેતા ભારતીઓને તેમની સેવાઓ મળી રહે તે માટે દુબઈમાં (Dubai) IEC GLOBAL LLC ની સ્થાપના કરી છે. તેઓ વિશ્વ પ્રસિદ્ધ વિવિધ યુનિવર્સિટી, કોલેજો, શાળાઓ, વોકેશનલ સ્ટડી સેન્ટર્સ અને અન્ય દેશ તેમ જ વિદેશના શિક્ષણ વ્યાવસાયિકો સાથે સતત કાર્યરત તેમની સંસ્થા IEC ગ્લોબલ અને મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશન, આજે ભારતના અગ્રણી તથા સૌથી વિશ્વાસપાત્ર અને વિદ્યાર્થીઓની પ્રથમ પસંદગીમાંની એક બની છે.

આ પણ વાંચો – BJP : બનાસકાંઠામાં CM ની મહિલાઓ સાથે બેઠક, નવસારીમાં CR પાટીલની હલ્દી-કંકુ કાર્યક્રમમાં હાજરી

Whatsapp share
facebook twitter