+

Dwarka : રામભક્તિનો અનોખો અંદાજ, દરિયામાં લહરાવ્યો બજરંગબલીના ચિત્રવાળો ભગવો, જુઓ Video

અયોધ્યામાં (Ayodhya) રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને (Ram Mandir Pran Pratishtha Mohotsav) લઈ સમગ્ર દેશમાં લોકો ખૂબ જ ઉત્સાહિત છે. દરેક રામ ભક્તે પોતાની રીતે રામલલ્લાને આવકારવા માટેની તૈયારી કરી છે.…

અયોધ્યામાં (Ayodhya) રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને (Ram Mandir Pran Pratishtha Mohotsav) લઈ સમગ્ર દેશમાં લોકો ખૂબ જ ઉત્સાહિત છે. દરેક રામ ભક્તે પોતાની રીતે રામલલ્લાને આવકારવા માટેની તૈયારી કરી છે. કોઈએ ઉપવાસ કર્યાં છે તો કોઈ વિશેષ પ્રસાદ ધરાવશે, કોઈ અયોધ્યા સુધી પગપાળા યાત્રા કરી રહ્યું છે તો કોઈ 22મીએ પોતાના ઘરે દીપ પ્રગટાવીને રામ ભગવાનનું સ્વાગત કરશે. ત્યારે દ્વારકામાં (Dwarka) એક રામભક્તે અનોખી રીતે પોતાની ભક્તિ રજૂ કરી છે.

દ્વારકા (Dwarka) જિલ્લામાં વિશ્વ પ્રસિદ્ધ બ્લુ ફ્લેગ શિવરાજપુર બીચમાં એક સ્કૂબા ડ્રાઇવર રામ ભક્તે ઊંડા દરિયાની અંદર પાણીમાં ભક્ત બજરંગબલીના ચિત્ર વાળો ભગવો લહેરાવ્યો છે. માહિતી મુજબ, દ્વારકાના સુપ્રસિદ્ધ શિવરાજપુરના દરિયામાં (Blue Flag Shivrajpur Beach) સ્કૂબા ડ્રાઇવર સાગરભાઇએ દરિયાના ઊંડાણમાં જઈને પાણીમાં પ્રભુ શ્રીરામના પરમભક્ત બજરંગબલીના ચિત્રવાળો ભગવો લહેરાવ્યો હતો.

પાણીની અંદર કરતબનો આ વીડિયો વાયરલ થયો

સ્કૂબા ડ્રાઇવર (Scuba Driver) સાગરભાઈનો દ્વારકાના (Dwarka) દરિયાના પાણીની અંદર કરતબનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ ધૂમ મચાવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, 22 જાન્યુઆરીના રોજ ઉત્તરપ્રદેશના અયોધ્યામાં (Ayodhya) ઐતિહાસિક અને નિર્માણાધીન રામ મંદિરમાં ભગવાન શ્રીરામ બિરાજમાન થશે. આ સાથે 500 વર્ષના સંઘર્ષ અને સંકલ્પનો અંત આવશે. આ ક્ષણ નીહાળવા માટે દેશભરના રામભક્તો ઘણા વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા. ત્યારે હવે આ શુભ ઘડી આવી રહી હોવાથી રામભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

 

આ પણ વાંચો – Ahmedabad : 22મી એ મંદિરમાં ‘રામલલ્લા’ બિરાજશે, બીજી તરફ હોસ્પિટલમાં 1 હજાર સંતાનોની કિલકારી ગૂંજશે!

Whatsapp share
facebook twitter