+

Dilapidated School: આઝાદીના 76 વર્ષો બાદ પણ ગામમાં ભૂલકાઓ શાળા માટે કાલાવેલી કરી રહ્યા

Dilapidated School: સૌ ભણે સૌ આગળ વધે અને ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાત સહિતના વિવિધ સ્લોગન સાથે રાજ્ય સરકાર ગ્રામ્ય વિસ્તારમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા માટે સતત પ્રયત્નશીલ છે. આ…

Dilapidated School: સૌ ભણે સૌ આગળ વધે અને ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાત સહિતના વિવિધ સ્લોગન સાથે રાજ્ય સરકાર ગ્રામ્ય વિસ્તારમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા માટે સતત પ્રયત્નશીલ છે. આ પાયાના શિક્ષણ માટે કરોડો રૂપિયા ખર્ચ પણ કરી રહી છે. પરંતુ ક્યાંક સરકાર દ્વારા આપવામાં આવતી સુવિધા સમયસર નહિ મળતા મોટી દુવિધા બની જતી હોય એવા દ્રશ્યો પણ સામે આવતા હોય છે.

  • છેલ્લા 1.5 વર્ષથી પ્રાથમિક શાળાની હાલત બિસ્માર
  • વૃક્ષના નિચે શિક્ષણ મેળવવાની નૌબત આવી
  • સરપંચ સહિત વાલીઓમાં ખૂબ જ રોષ ભભૂકી ઉઠ્યા

Dilapidated School

પંચમહાલ અને દાહોદ જિલ્લાના છેવાડે આવેલા ઘોઘંબા તાલુકાના ખાનપાટલા ગામે ધોરણ 1 થી 8 સુધીના પ્રાથમિક શિક્ષણ માટે શાળાનું નિર્માણ કરાયું છે. આ પ્રાથમિક શાળામાં બનાવવામાં આવેલા પાંચ જેટલા ઓરડા જર્જરિત થઈ જતા ડિસમેન્ટલ કરી સરકાર દ્વારા નવીન સાત ઓરડા બનાવવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

વૃક્ષ નિચે શિક્ષણ મેળવવાની નૌબત આવી

Dilapidated School

પરંતુ છેલ્લા એક વર્ષથી પાયાની કામગીરી કર્યા બાદ આજ દિન સુધીમાં અહીં ઓરડા બન્યા નથી. કોન્ટ્રાક્ટરે માત્ર પાયાની કામગીરી કરી દીધા બાદ આજ દિન સુધી આગળ કામ વધારવામાં આવ્યું નથી. ત્યારે બાળકો કડકતી ઠંડી, ધોધમાર વરસાદ અને કાળઝાળ ગરમીમાં વૃક્ષના નિચે શિક્ષણ મેળવવાની નૌબત આવી છે. વિદ્યાર્થીઓ એક જ ઓરડામાં બેસી નહીં શકતા હોવાથી, ક્યારેક વૃક્ષના સહારે તો ક્યારેક સમાજ ઘરના ઓટલા પર ઉપર આભ અને નીચે ધરતીના સહારે બેસી અભ્યાસ કરવા મજબૂર બન્યા છે.

સરપંચ સહિત વાલીઓમાં ખૂબ જ રોષ ભભૂકી ઉઠ્યા

સ્થાનિકોએ આ અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા છતાં આજ દિન સુધી શાળાના ઓરડા બનાવવાની કામગીરી નહીં કરવામાં આવતા સરપંચ સહિત વાલીઓમાં ખૂબ જ રોષ ભભૂકી ઉઠ્યો છે. ત્યારે સરકાર આ બાબતની પણ ચિંતા કરે અને વેળાસર મધ્યાન ભોજન ના ઓરડા અને શાળાનું નિર્માણ કાર્ય પૂર્ણ કરે એવું સ્થાનિક ઈચ્છી રહ્યા છે.

Dilapidated School

ભૂખ હડતાલ અને ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી

ગામમાં સરકારી પ્રાથમિક શાળાના ઓરડા નવીન નહીં બનતા છેલ્લા દોઢ વર્ષથી ત્રાહિમામ પોકારી ઊઠેલા સ્થાનિકો હવે તો ખૂબ જ રોષે ભરાયા છે. સ્થાનિકોનું કહેવું બે થી ત્રણ દિવસમાં જો કોઈ નિર્ણય લઈ નવીન ઓરડા બાંધવાની કામગીરી શરૂ કરવામાં નહીં આવે, તો તેઓ કલેક્ટર કચેરીએ જઈ ભૂખ હડતાલ કરશે. તે ઉપરાંત આવનારી ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ ચિમકી પણ ઉચ્ચારી રહ્યા છે.

અહેવાલ નામદેવ પાટીલ

આ પણ વાંચો: Gondal Ram Devotee: દિવ્યાંગ ગોંડલથી અયોધ્યા સાયકલ ચલાવી શ્રી રામના દર્શનાર્થે પહોંચ્યો

Whatsapp share
facebook twitter