+

Ganesh Gondal : દલિત સમાજની રેલી, સરકારને કરી આ માગ, ગણેશ ગોંડલના સમર્થનમાં 84 ગામ બંધ!

જુનાગઢના (Junagadh) દલિત યુવાન સંજય સોલંકીનું (Sanjay Solanki) અપહરણ કરીને તેને ઢોર માર મારવા મામલે આરોપી અને ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા ઉર્ફે ગણેશ ગોંડલ (Ganesh Gondal) સહિત કુલ 11 લોકોની…

જુનાગઢના (Junagadh) દલિત યુવાન સંજય સોલંકીનું (Sanjay Solanki) અપહરણ કરીને તેને ઢોર માર મારવા મામલે આરોપી અને ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા ઉર્ફે ગણેશ ગોંડલ (Ganesh Gondal) સહિત કુલ 11 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જો કે, આ મામલે દલિત યુવાનના સમર્થનમાં આજે જુનાગઢમાં અનુસૂચિત સમાજની રેલી યોજાઈ હતી. દલિત સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો આ રેલીમાં જોડાયા હતા. ડો.બાબા સાહેબ આંબેડકર ચોકથી પ્રતિકાર મહાસંમેલનનું આયોજન કરાયું હતું. પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.

સરકાર સમક્ષ અનુસૂચિત જાતિ સમાજની માગો

જુનાગઢના દલિત યુવાનને ધારાસભ્યના પુત્ર ગણેશ ગોંડલ દ્વારા માર મારવા મામલે આજે જુનાગઢથી (Junagadh) ગોંડલ સુધી દલિત સમાજ દ્વારા રેલીનું આયોજન કરાયું છે, જેમાં સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા છે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે અનુસૂચિત જાતિની રેલી ગોંડલના વિવિધ રાજમાર્ગો પર ફરી છે. જ્યારે ડો.બાબા સાહેબ આંબેડકર ચોકથી પ્રતિકાર મહાસંમેલનનું આયોજન કરાયું છે. માહિતી મુજબ, સ્ટેજ પરથી આહ્વાન કરાયું કે આ કોઈ સમાજ વિરૂદ્ધ સંમેલન નથી. આ સંમેલન માત્ર જયરાજસિંહ જાડેજા (Jayaraj Singh Jadeja) અને તેમના પરિવાર સામે છે. મહાસંમેલનમાં અનુસૂચિત જાતિ સમાજે સરકાર સમક્ષ 4 માગ મૂકી છે. તમામ આરોપીઓ વિરૂદ્ધ કલમ 120B ઉમેરવામાં આવે. આ કેસમાં સ્પેશિયલ સરકારી વકીલ ફાળવવામાં આવે. સરકાર આ કેસ ફાસ્ટ ટ્રાયલમાં ચલાવી 6 મહિનામાં કેસનો નિકાલ કરે તેવી માગ કરાઈ છે. માહિતી મુજબ, ધોરાજીથી પણ ગોંડલ (Gondal) સુધી અનુસૂચિત જાતિ સમાજની બાઇક રેલી યોજાઇ હતી.

ગણેશ ગોંડલના સમર્થનમાં 84 ગામ બંધ

બીજી તરફ આરોપી ગણેશના (Ganesh Gondal) સમર્થનમાં આજે ગોંડલમાં બંધનું એલાન કરાયું છે. ગોંડલના 84 ગામડાઓ ગણેશના સમર્થનમાં બંધ જાહેર કરાયાં છે. 84 ગામો પૈકી મોટાભાગના ગામડાઓએ આજે બંધ પાડ્યું છે. સમર્થકોએ કહ્યું કે, અમને જ્યારે જરૂર પડી છે ત્યારે ગણેશભાઈ કામે આવ્યા છે. કોરોના, પૂર અને કુદરતી આફત સમયે તેઓ અમારી સાથે રહ્યા છે. સમર્થકોએ કહ્યું કે, આ કોઈ સમાજ સાથે લડાઈ નથી. પરંતુ, રાજુભાઈ સોલંકી (Raju Solanki) સામેની લડાઈ છે.

આ પણ વાંચો – Ganesh Gondal Case : ફરિયાદ કરનાર દલિત યુવક અને તેનો પરિવાર પણ ધરાવે છે ગુનાહિત ઇતિહાસ!

આ પણ વાંચો – Ganesh Gondal : ગણેશ ગોંડલના સમર્થનમાં માર્કેટિંગ યાર્ડ બંધ, દલિત યુવક માટે જુનાગઢથી સમાજની રેલી

આ પણ વાંચો – Gondal: દલિત સમાજની રેલીના પગલે ગોંડલ પોલીસ છાવણીમાં ફેરવાયું, જાણો શું છે મામલો..

 

Whatsapp share
facebook twitter