+

Dahegam: ગાય બેકાબૂ બનતા રાહદારી પર કર્યો હુમલો, યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો

Dahegam: ગાંધીનગર જિલ્લાના દેહાગામમાં રખડતા ઢોરનો ત્રાસ આજે પણ યથાવત છે. અવાર નવાર આવી ઘટનાને પગલે સ્થાનિકો માં રોષ જોવા મળ્યો છે. વાત કઈક એવી છે કે, દહેગામમાં બારોટ વાસ…

Dahegam: ગાંધીનગર જિલ્લાના દેહાગામમાં રખડતા ઢોરનો ત્રાસ આજે પણ યથાવત છે. અવાર નવાર આવી ઘટનાને પગલે સ્થાનિકો માં રોષ જોવા મળ્યો છે. વાત કઈક એવી છે કે, દહેગામમાં બારોટ વાસ નજીક એક ગાય બેકાબૂ બની હતી અને તેના જ કારણે ત્યાંથી પસાર થનાર રાહદારીને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. જેને કારણે ગાય એટલી હદે બેકાબૂ બની હતી કે સ્થાનિકો ના અથાક પ્રયત્ન પછી ગાય કાબુમાં આવી હતી.

રાકેશ ભાઈને છાતીમાં પાસડીમાં 2 ફ્રેકચર

નોંધનીય છે કે, જે રાહદારી પર હુમલો કાર્યો હતો તેમને તાત્કાલિક સારવાર અર્થે દહેગામ (Dahegam) સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા બીજી તરફ આ રાહદારી ખાસ શહેરની પૂર્ણિમા પ્રથામિક શાળામાં રાકેશ ભાઈ શાહ ફરજ બજાવે છે. તેમની પર હુમલો થતાં આખરે 108 મારફતે તેમને દહેગામ સિવિલ અને ત્યાર બાદ વધુ સારવાર માટે ગાંધીનગર સિવિલ ખસેડવામાં આવ્યા હતા. રાકેશ ભાઈને છાતીમાં પાસડીમાં 2 ફ્રેકચર છે અને વધુ સારવાર ચાલી રહી છે.

દહેગામમાં આગાઉ પણ રખડતા ઢોરને પગલે થયા છે અકસ્માત

દહેગમ (Dahegam) વિસ્તારમાં શાક માર્કેટ શહેરમાં જાહેર રસ્તા પર પશુપાલકો પોતાના ઢોર છૂટા મૂકે છે અને તંત્ર પર આક્ષેપો મુકાય છે આવા પશુપાલકો સામે કડક કાર્યવાહી કરવામાં નહિ આવે તો આગળ આવી ઘટનાઓ વધુ બનશે તો નવાઈ નહિ. દહેગામમાં આગાઉ પણ રખડતા ઢોરને પગલે અકસ્માત થયા છે અને ગંભીર ઈજાઓ સાથે જાન પણ ગુમાવવાના વારા આવ્યા છે તેવામાં ખાસ રખડતા ઢોર મામલે હજુ કડક વલણ ખાસ પશુપાલકો સામે લેવ ની જરૂર છે અને પશુપાલકો પણ સમજી અને પોતાની ફરજમાં આવતી વ્યવસ્થામાં ભાગ ભજવે અને પોતાના ઢોર સાચવે અને તંત્ર ને પણ પશુપાલકો પોતાના ઢોર સાચવે તે ખૂબ જરૂરી છે.

અહેવાલઃ સચિન કડિયા, ગાંધીનગર (ગુજરાત ફર્સ્ટ)

આ પણ વાંચોRainfall: અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ઠેર ઠેર શરૂ થયો વરસાદ

આ પણ વાંચો: Rainfall: રાજ્યભરમાં ઠેર ઠેર વરસાદી ઝાપટા, ગરમી ઓછી થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો

આ પણ વાંચો: Gujarat First Reality Check: સેટેલાઇટ સ્કૂલ ફોર ચિલ્ડ્રનમાં છેલ્લા માળે આખો શેડ ફાઈબરનો! મોટી દુર્ઘટનાના એંધાણ

Whatsapp share
facebook twitter