+

Corruption in Gujarat : 5 કિસ્સામાં 2 હજાર કરોડથી વધુનાં ભ્રષ્ટાચારમાં કલેક્ટર, ક્લાસ વન સહિતના અધિકારીઓ સામે તવાઈ

Corruption in Gujarat : રાજ્યમાં લાંચિયા અધિકારીઓ સામે એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ લાલ આંખ કરી છે. છેલ્લા અમુક દિવસમાં એસીબીએ કાર્યવાહી કરીને સુરત (SURAT), વલસાડ (VALSAD) અને અમદાવાદ (Ahmedabad)…

Corruption in Gujarat : રાજ્યમાં લાંચિયા અધિકારીઓ સામે એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ લાલ આંખ કરી છે. છેલ્લા અમુક દિવસમાં એસીબીએ કાર્યવાહી કરીને સુરત (SURAT), વલસાડ (VALSAD) અને અમદાવાદ (Ahmedabad) માંથી અનેક લાંચિયા અધિકારીની ધરપકડ કરી છે. તાજેતરમાં ભ્રષ્ટાચાર થકી અપ્રમાણસર મિલકત વસાવેલ હોય તેવા સરકારી અધિકારી/કર્મચારી શોધી કાઢી, હાલ સુધીમાં 10 કેસ કરી કુલ રૂ. 25,04,70,278 ની અપ્રમાણસર મિલકત શોધી કાઢી છે. જ્યારે, સરકારી વિભાગમાં જ્યાં ભ્રષ્ટાચાર થયો હોય તેવી કચેરીઓમાં કાર્યવાહી કરી કુલ 13 જેટલા કેસ ACB એ કર્યા છે.

સુરત કેસ 1 :

તાજેતરમાં સુરત શહેર (SURAT) acb એ છટકું ગોઠવી મનપાના બે ક્લાર્કને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા. માહિતી મુજબ, ઉધના (Udhana) ઝોનના બે ક્લાર્ક જિગ્નેશ પટેલ (Jignesh Patel) અને મેહુલ પટેલે મકાનની આકરણીને રિક્વેજેશનની ફરિયાદના નિકાલ માટે ફરિયાદી પાસે રૂ. 35 હજારની માગ કરી હતી. જો કે, ફરિયાદી આટલી મોટી માતબર રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે acb નો સંપર્ક કર્યો હતો. એસીબીએ છટકું ગોઠવીને બંને જિગ્નેશ અને મેહુલ પટેલને (Mehul Patel) રૂ. 35 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધા હતા.

ક્લાર્ક જિગ્નેશ પટેલ અને મેહુલ પટેલ

સુરત કેસ 2 :

અમદાવાદ acb એ (Ahmedabad ACB) સુરતમાં સપાટો બોલાવીને ખાણ-ખનીજ વિભાગના (mines department) અધિકારી પર સકંજો કસ્યો હતો અને 2 લાખની લાંચ કેસમાં વચેટિયા

આરોપી વચેટિયો કપિલ પ્રજાપતિ

ની (Kapil Prajapati) ધરપકડ કરી હતી, જ્યારે અધિકારી ફરાર થયો હતો. વિગતે વાત કરીએ તો સુરતના અડાજણ પાલભાઠા વિસ્તારમાં તાપી નદીમાંથી રેતી કાઢવાની લીઝ રાજ્ય સરકાર દ્વારા એક મંડળીને સોંપવામાં આવી હતી. જો કે, હેરાન-પરેશાન ન કરવાની શરતે આ મંડળીના સંચાલકો પાસેથી સુરત ખાણ ખનીજ વિભાગ દ્વારા રચવામાં આવેલી ફ્લાઈંગ સ્ક્વોડના (flying squad) ક્લાસ વન અધિકારી નરેશ જાની (Naresh Jani) અને તેના વચેટિયા કપિલ પ્રજાપતિએ રૂ. 2 લાખની લાંચ માંગી હતી.

જો કે, ફરિયાદીએ લાંચ આપવા માગતા ન હોવાથી અમદાવાદ ACB નો સંપર્ક કર્યો હતો. અમદાવાદ એસીબીએ છટકું ગોઠવીને જુના સીમાડા રોડ BRTS રોડ નજીક એક ઓફિસમાં સુરતની ભૂસ્તરશાસ્ત્રી કચેરીની ફ્લાઇંગ સ્ક્વોડના ક્લાસ વન અધિકારી નરેશ જાની વતી લાંચના રૂ. 2 લાખ લેવા આવેલા વચેટિયા કપિલ પ્રજાપતિની રંગે હાથ ધરપકડ કરી હતી, જ્યારે ક્લાસ વન અધિકારી નરેશ જાની ફરાર થયો હતો. એસીબીએ (ACB) તેની તપાસ હાથ ધરી છે.

સુરત કેસ 3 :

સુરતના ડુમસ વિસ્તારમાં (Dumas) આવેલી કરોડોની કિંમત ધરાવતી સરકારી જમીનમાં ગણોતીયા તરીકે ખાનગી વ્યક્તિનું નામ દાખલ કરી ભ્રષ્ટાચાર કરવા મામલે તાત્કાલિક કલેક્ટર આયુષ ઓકને (Collector Ayush Oak) રાજ્ય સરકાર દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. વર્ષ 2015 માં અગાઉના કલેક્ટર દ્વારા સુઓમોટો દાખલ કરી સરકારી જમીન હોવાનો હુકમ કર્યો હતો. જો કે, સુરતના

તત્કાલીન કલેક્ટર આયુષ ઓક

દ્વારા આ હુકમને રદ કરીને ગણોતિયા તરીકે ખાનગી વ્યક્તિનું નામ દાખલ કરતો હુકમ કર્યો હતો. ડુમસ નજીક આવેલી 311/33 વાળી 2,17,216 ચોરસ મીટર જગ્યામાં આવેલી 2 હજાર કરોડની કિંમતની સરકારી જમીનમાં ભ્રષ્ટાચારના આક્ષેપ (Corruption in Gujarat) સાથેની ફરિયાદ બાદ તપાસ કરી અંતે રાજ્ય સરકાર દ્વારા તત્કાલીન કલેક્ટર આયુષ ઓકને સસ્પેન્ડ કરાયા હતા.

વલસાડ કેસ :

વલસાડના (Valsad) ઉમરગામમાં ACB એ સપાટો બોલાવીને ઈલેક્ટ્રિકલ કોન્ટ્રાક્ટરને (electrical contractor) રૂપિયા 12,300 ની લાંચ લેતા રંગે હાથ ઝડપ્યો હતો. ફરિયાદીને વીજ મીટર લેવાનું હોવાથી ઈલેક્ટ્રિકલ કોન્ટ્રાક્ટર દિનેશભાઇ ઉર્ફે દેવેન્દ્ર મનુભાઈ કરાંચીવાલાએ DGVCL ના નાયબ કાર્યપાલક ઇજનેરના નામે લાંચ માગી હતી.

 

આ પણ વાંચો – VADODARA : બાજવા બ્રિજના “ગાબડાપાડુ” કોન્ટ્રાક્ટરની મુશ્કેલી વધશે, ધારાસભ્ય મેદાને

આ પણ વાંચો – સસ્પેન્ડેડ કલેક્ટર આયુષ ઓકની વધી શકે છે મુશ્કેલી

આ પણ વાંચો – ACB ની કચેરીમાં સામે પગલે ચાલીને ફરાર PI કેમ હાજર થયા ?

Whatsapp share
facebook twitter