+

Montu Namdar : કુખ્યાત આરોપી મોન્ટુ નામદાર ફરાર થવા મામલે પોલીસકર્મીઓને ફટકારાઈ સજા!

અમદાવાદમાં (Ahmedabad) વર્ષ 2022 માં થયેલ હત્યાનાં કેસમાં કુખ્યાત આરોપી મોન્ટુ નામદાર (Montu Namdar) ફરાર થવા મામલે મોટા સમાચાર આવ્યા છે. ગઈકાલે આરોપી મોન્ટુ કેદી જાપ્તામાંથી ફરાર થયો હતો આ…

અમદાવાદમાં (Ahmedabad) વર્ષ 2022 માં થયેલ હત્યાનાં કેસમાં કુખ્યાત આરોપી મોન્ટુ નામદાર (Montu Namdar) ફરાર થવા મામલે મોટા સમાચાર આવ્યા છે. ગઈકાલે આરોપી મોન્ટુ કેદી જાપ્તામાંથી ફરાર થયો હતો આ મામલે હવે જવાબદાર પોલીસ કર્મીઓ પર કડક કાર્યવાહી કરવામાં આવી છે. માહિતી મુજબ, આ કેસમાં એક PSI અને બે કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

1 PSI, 2 કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરાયાં

જણાવી દઈએ કે, ગઈકાલે સમાચાર આવ્યા હતા કે વર્ષ 2022 માં ભાજપના (BJP) કાર્યકર્તા રાકેશ ઉર્ફે બોબી મહેતાની ખાડિયા ખાતે હત્યા કેસમાં કુખ્યાત અને મુખ્ય આરોપી મોન્ટુ નામદાર (Montu Namdar) કેદી જાપ્તામાંથી ફરાર થયો હતો. આ કેસમાં જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે હવે કડક કાર્યવાહી કરવામાં આવી છે. માહિતી મુજબ, આરોપી ફરાર થવા મામલે એક PSI બી.ડી.પરમાર (PSI BD Parmar) અને બે કોન્સ્ટેબલ પ્રવિણસિંહ ચૌહાણ અને યશરાજ ઝાલાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. PSI અને કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

કુખ્યાત આરોપી મોન્ટુ નામદાર

અગાઉ 14 દિવસનાં રિમાન્ડ જમ્પ કર્યા હતા

આરોપી મોન્ટુ નામદાર નડિયાદની (Nadiyad) બિલોદર જેલમાં સજા કાપી રહ્યો હતો. દરમિયાન, મોન્ટુ નામદારને નડિયાદ જેલમાંથી કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો અને જ્યારે પરત લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે અસલાલી સર્કલ (Aslali Circle) પાસે કુદરતી હાજતે જવાના બહાને પોલીસને માત આપીને આરોપી ફરાર થઈ ગયો હતો. આ પહેલા 14 દિવસનાં વચગાળાના જામીન પર મોન્ટુ નામદાર પેરોલ પર બહાર આવ્યો હતો અને પેરોલ પૂર્ણ થયા બાદ હાજર ન થતાં પેરોલઝમ કરીને આરોપી નાસ્તો ફરતો હતો. મોન્ટુ નામદાર આબુ, દિલ્હી, મેરઠ, દેહરાદુન અને રાજસ્થાન સહિત અલગ-અલગ રાજ્યની અંદર ધરપકડથી બચવા માટે નાસતો ફરતો હતો.

 

આ પણ વાંચો – Ahmedabad : જાપ્તા પાર્ટી મજા કરતી રહી અને ભાજપ કાર્યકરનો હત્યારો ફરાર

આ પણ વાંચો – Ahmedabad: કુખ્યાત આરોપી મોન્ટુ નામદાર કેદી પોલીસ જાપ્તામાંથી ફરાર

આ પણ વાંચો –  Ahmedabad : નરોડામાં રૂંવાડા ઊભા કરે એવી ઘટના, લગ્ન પહેલા જ સાસરિયાંએ યુવતીનો જીવ લીધો!

Whatsapp share
facebook twitter