+

Lok Sabha elections : પ્રચારનો પડઘમ અંતિમ તબક્કામાં, અમિત શાહ, પાટીલ, પ્રિયંકા ગાંધી, આ સ્ટાર પ્રચારકો સભા ગજવશે

ગુજરાતમાં લોકસભા ચૂંટણી (Lok Sabha elections) માટે પ્રચારનો પડઘમ તેના અંતિમ તબક્કામાં છે. રાજ્યમાં ચૂંટણી પ્રચારના છેલ્લા 34 કલાક બાકી છે ત્યારે તમામ રાજકીય પાર્ટીઓના દિગ્ગજ નેતાઓ અને અભિનેતાઓ રાજ્યમાં…

ગુજરાતમાં લોકસભા ચૂંટણી (Lok Sabha elections) માટે પ્રચારનો પડઘમ તેના અંતિમ તબક્કામાં છે. રાજ્યમાં ચૂંટણી પ્રચારના છેલ્લા 34 કલાક બાકી છે ત્યારે તમામ રાજકીય પાર્ટીઓના દિગ્ગજ નેતાઓ અને અભિનેતાઓ રાજ્યમાં પ્રચંડ પ્રચાર કરતા નજરે પડશે. આજે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ગુજરાતમાં પ્રચંડ પ્રચાર કરશે. જ્યારે બીજી તરફ બનાસકાંઠામાં (Banaskantha) કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વિશાળ જનસભાને સંબોધશે.

નવસારી, છોટા ઉદેપુર અને દમણમાં અમિત શાહની સભા

ગુજરાતમાં એક તબક્કામાં લોકસભાની ચૂંટણી માટે મતદાન થવાનું છે. 7 મેના રોજ રાજ્યમાં વોટિંગ થવાનું છે. ત્યારે લોકસભાની ચૂંટણી (Lok Sabha elections) માટે પ્રચાર તેના અંતિમ તબક્કામાં છે. રાજ્યમાં ચૂંટણી પ્રચારને હવે 34 કલાક જેટલો સમય બચ્યો છે. ત્યારે રાજ્યમાં તમામ રાજકીય પાર્ટીઓના દિગ્ગજો પૂરજોશમાં પ્રચાર કરતા જોવા મળશે. જણાવી દઈએ કે આજે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ (Amit Shah) નવસારી, છોટા ઉદેપુર (Chhota Udepur) અને દમણમાં સભા સંબોધશે. છોટા ઉદેપુરમાં લોકસભાના ભાજપ ઉમેદવાર જશુભાઈ રાઠવાના (Jashubhai Rathwa) સમર્થનમાં આજે અમિત શાહ પ્રચાર કરશે અને સભાને સંબોધશે.

ઉમેદવારો અને કલાકારો રોડ શો યોજીને મતદારોને રીઝવશે

બીજી તરફ કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi) પણ આજે બનાસકાંઠામાં સભાને સંબોધશે અને કોંગ્રેસ (Congress) ઉમેદવાર ગેનીબેન ઠાકોર (Ganiben Thakor) માટે પ્રચાર કરશે. જ્યારે ભાજપના CR પાટીલ (CR Patil) બે દિવસ દરમિયાન રાજ્યભરમાં 8 જનસભાને સંબોધશે. સ્ટાર પ્રચારકોની વાત કરીએ તો આજે રાજ્યમાં કોંગ્રેસ નેતા શશી થરૂર (Shashi Tharoor) અને બીજેપીના (BJP) નવનીત રાણા (Navneet Rana) ચૂંટણી પ્રચાર કરશે. ઉમેદવારો અને કલાકારો રોડ શો યોજીને મતદારોને રીઝવશે. આવતીકાલે સાંજે 6 વાગ્યાથી ચૂંટણી પ્રચારનો પડઘમ શાંત થશે. જણાવી દઈએ કે, ગુજરાતમાં 7 મેના રોજ લોકસભાની ચૂંટણી માટે મતદાન યોજાશે.

 

આ પણ વાંચો – Gujarat First Conclave 2024: ક્ષત્રિય આંદોલન પર બલવંતસિંહ રાજપૂતે પહેલીવાર તોડ્યું મૌન

આ પણ વાંચો – Gujarat First Conclave 2024: ઉત્તર ગુજરાત સહીત બનાસકાંઠામાં મહિલાઓ કયા પક્ષ સાથે રહેશે?

આ પણ વાંચો – Rajkot : વાઇરલ પત્રિકા કાંડમાં આ કદાવર નેતાના ભાઇની સંડોવણી ?

Whatsapp share
facebook twitter