+

Lok Sabha Elections : અમદાવાદની બંને બેઠકો પર BJP મહિલાઓને આપશે તક! રાજકોટ, પોરબંદર માટે મોટા માથાઓની દાવેદારી

લોકસભાની ચૂંટણીને (Lok Sabha Elections) લઈને ગુજરાત સહિત દેશભરમાં ભારતીય જનતા પાર્ટી (BJP) એક્શન મોડમાં છે. ગુજરાતમાં (Gujarat) લોકસભાની તમામ બેઠકો જીતવા માટે બીજેપી દ્વારા કવાયત હાથ ધરાઈ છે. ત્યારે…

લોકસભાની ચૂંટણીને (Lok Sabha Elections) લઈને ગુજરાત સહિત દેશભરમાં ભારતીય જનતા પાર્ટી (BJP) એક્શન મોડમાં છે. ગુજરાતમાં (Gujarat) લોકસભાની તમામ બેઠકો જીતવા માટે બીજેપી દ્વારા કવાયત હાથ ધરાઈ છે. ત્યારે ગુજરાતમાં અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકને લઈને મહત્ત્વના સમાચાર આવ્યા છે. જ્યારે પોરબંદર (Porbandar) અને રાજકોટ (Rajkot) બેઠક માટે મોટા નેતાઓએ દાવેદારી નોંધાવી છે.

અમદાવાદ પૂર્વ-પશ્ચિમ બેઠકો પર મહિલાઓને તક

માહિતી મુજબ, અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક (Ahmedabad West & East Lok Sabha Seats) પર ભાજપ મહિલાઓને ઉતારી ચૂંટણી મેદાને ઉતારી શકે છે. માહિતી મુજબ, અમદાવાદ પૂર્વ લોકસભા માટે મીનાક્ષી પટેલ (Meenakshi Patel) અને અમદાવાદ પશ્ચિમ માટે દર્શના વાઘેલાના (Darshana Vaghela) નામની ચર્ચાએ હાલ જોર પકડ્યું છે. જણાવી દઈએ કે, મીનાક્ષી પટેલ અમદાવાદ શહેરના પૂર્વ મેયર છે અને દર્શનાબેન વાઘેલા અસારવા વિધાનસભાના વર્તમાન ધારાસભ્ય છે. અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ બેઠકો પર આ વખતે મહિલાઓને તક આપવા અંગે ભાજપમાં (BJP) વિચારણા ચાલી રહી છે. જો કે, અમદાવાદ પૂર્વ બેઠક માટે ગોરધન ઝડફિયાએ પણ દાવેદાર કરી છે.

રાજ્યસભાના બે પૂર્વ સાંસદોએ પણ દાવેદારી નોંધાવી

જ્યારે બીજી તરફ રાજકોટ (Rajkot) અને પોરબંદરની (Porbandar) વાત કરીએ તો મોટા માથાની દાવેદારી સામે આવી છે. આ બેઠકો માટે રાજ્યસભાના બે પૂર્વ સાંસદોએ પણ દાવેદારી નોંધાવી છે. પોરબંદરની બેઠક માટે ભાજપ પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંત કોરાટ (Prashant Korat) એ દાવેદારી રજૂ કરી છે. જ્યારે ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરાએ (Bharat Boghra) બે બેઠકો માટે દાવેદારી રજૂ કરી છે. તેમણે પોરબંદર અને રાજકોટ બંને બેઠકો માટે દાવેદારી કરી છે. મહેસાણાની (Mehsana) વાત કરીએ તો રજની પટેલ, રાજકોટ માટે મહિલા મોરચાના અધ્યક્ષ દિપીકા સરડવાની દાવેદારી સામે આવી છે. ત્યારે આવનાર સમયમાં રાજ્યમાં લોકસભાની અન્ય બેઠકો (Lok Sabha Elections) માટે અનેક રસપ્રદ નામ પણ ચૂંટણી મેદાન જોવા મળશે.

આ  પણ વાંચો – GSSSB-2024 : વર્ગ-3 ની કુલ 5554 જગ્યાઓ માટે પરીક્ષાની તારીખ જાહેર, જાણો પરીક્ષા અંગેની સંપૂર્ણ માહિતી

Whatsapp share
facebook twitter