+

Rajkot Tragedy : BJP નેતાઓને પીડિતોના ન્યાયની નહીં ઉજવણીની પડી છે ? કરી વાહીયાત જાહેરાત!

Rajkot Tragedy : રાજકોટ અગ્નિકાંડે સમગ્ર રાજ્યને હચમચાવી દીધું છે. આ હત્યાકાંડમાં માસૂમ બાળકો સહિત 33 લોકો જીવતા હોમાયા હતા. પોતાના વહાલસોયાને ગુમાવારા પરિવારજનોનો કલ્પાંત શમવાનું નામ નથી લઇ રહ્યો.…

Rajkot Tragedy : રાજકોટ અગ્નિકાંડે સમગ્ર રાજ્યને હચમચાવી દીધું છે. આ હત્યાકાંડમાં માસૂમ બાળકો સહિત 33 લોકો જીવતા હોમાયા હતા. પોતાના વહાલસોયાને ગુમાવારા પરિવારજનોનો કલ્પાંત શમવાનું નામ નથી લઇ રહ્યો. રાજ્યભરમાં આ ઘટનાને લઈ ભારે આક્રોશ જોવા મળી રહ્યા છે. ત્યારે આ પરિસ્થિતિઓ વચ્ચે ભાજપના નેતાઓએ જાણે શરમ નેવે મૂકી દીધી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. BJP ના નેતાઓએ પ્રેસ કોન્ફરન્સ કરી વાહીયાત જાહેરાત કરી હતી અને જ્યારે પત્રકારો દ્વારા ગેમઝોન અગ્નિકાંડ અંગે સવાલ પૂછવામાં આવ્યા તો તમામ નેતાઓ ઊભી પૂંછડીએ ભાગ્યા હતા.

ચૂંટણીમાં જીતીશું તો ઉજવણી નહીં કરીએ : BJP નેતા

જ્યાં એક તરફ રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદથી પીડિત પરિવારમાં ભારે આક્રંદ છે. સમગ્ર રાજ્યમાં ગમગીની છવાઈ છે. ત્યારે BJP ના નેતાઓને આ ઘટનાની ગંભીરતા નથી તેવી તસવીર સામે આવી છે. જણાવી દઈએ કે, આજે રાજકોટમાં ભાજપના નેતાઓ દ્વારા પત્રકાર પરિષદ યોજવવામાં આવી હતી. દરમિયાન, જાહેરાત કરાઈ કે, લોકસભાની ચૂંટણીમાં જીતીશું તો ઉજવણી નહીં કરીએ. રાજકોટમાં ચૂંટણી પરિણામ પછી સાદગીભર્યો માહોલ રહે તેવી વાત બીજેપીના નેતાઓએ કરી હતી. જો કે, ભાજપના નેતાઓ પત્રકારોના સવાલોથી ભાગ્યા હતા. રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ વિશે જ્યારે સવાલ પૂછવામાં આવ્યા તો તમામ નેતાઓએ જવાબ આપવાનું ટાળ્યું હતું.

ઘટનાના 5 દિવસ બાદ રાજકોટના મેયર દેખાતા સવાલ

જણાવી દઈએ કે, ઘટનાના આટલા દિવસ બાદ રાજકોટના મેયર જાહેરમાં દેખાયા હતા. જો કે, અગ્નિકાંડ મુદ્દે મીડિયાએ સવાલ પૂછતા જ મેયરે ચાલતી પકડી હતી અને હાજર અન્ય નેતાઓએ ગોળ ગોળ જવાબ આપ્યા હતા. મીડિયાના સવાલોથી ભાજપના નેતાઓ પત્રકાર પરિષદને અધૂરી મૂકીને રવાનગી પકડી હતી. ત્યારે સવાલ થાય છે કે શું આ ગોઝારા અગ્નિકાંડ કે જેમાં 33 જીંદગી હોમાઈ ગઈ તે અંગે નેતાઓની કોઈ જવાબદારી અને ગંભીરતા નથી ? મેયર કેમ ઘટનાના આટલા દિવસ પછી દેખાયા ? જણાવી દઈએ કે આ પત્રકાર પરિષદમાં કેન્દ્રીયમંત્રી પરસોત્તમ રૂપાલા, રામ મોકરિયા, મુકેશ દોશી અને રાજકોટના મેયર નયનાબેન પેઢડિયા હાજર રહ્યા હતા.

આ પણ વાંચો – Rajkot GameZone : SIT વડાના નિવેદને અધિકારીઓની ચિંતા વધારી! નવા મ્યુનિ. કમિશનર પણ એક્શન મોડમાં

આ પણ વાંચો – Gandhinagar : ભાજપ મહિલા નેતાઓનો મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો, શું છે વાત જાણો ?

આ પણ વાંચો – Game Zone Tragedy : આરોપી કિરીટસિંહના એડવોકેટ અને સરકારી વકીલ વચ્ચે જબરદસ્ત દલીલ! વાંચો અહેવાલ

Whatsapp share
facebook twitter