લોકસભાની ચૂંટણી પહેલા (Lok Sabha elections) બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ અને વડોદરા બેઠકને લઈ ભારતીય જનતા પાર્ટીમાં (Gujarat BJP) ભારે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. બનાસકાંઠા બેઠક પર ભાજપના ઉમેદવાર ડો. રેખા ચૌધરીની (Dr. Rekha Chaudhary) ટિકિટ કપાવાની વાત વચ્ચે હવે ગુજરાત ફર્સ્ટ પાસે એક્સક્લુઝિવ (Gujarat First EXCLUSIVE) માહિતી આવી છે કે, બનાસકાંઠાના ભાજપના ઉમેદવાર નહિ બદલાય. બીજી તરફ સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોરે (Bhikhaji Thakor) વ્યક્તિગત કારણોસર ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવતા તેમના સમર્થનમાં મોટી સંખ્યામાં કાર્યકરો કમલમ ખાતે પહોંચતા પોલીસને વચ્ચે પડવાની ફરજ પડી હતી. પોલીસે કાર્યકરોને સમજાવીને પરત મોકલાયા હતા. વડોદરાની વાત કરીએ તો રંજનબેન ભટ્ટની (Ranjanben Bhatt) ઉમેદવારી પરત ખેંચાતા કેતન ઈનામદાર દિલ્હી જવા રવાના થયા હોવાની માહિતી છે. આણંદ બેઠક પરના BJP ઉમેદવારે પણ સ્પષ્ટતા કરી છે.
બનાસકાંઠા :
બનાસકાંઠા (Banaskantha) લોકસભા બેઠકની વાત કરીએ તો ભાજપના ઉમેદવાર ડૉ. રેખા ચૌધરીની (Dr. Rekha Chaudhary) ટિકિટ કપાવાની વાત સામે આવી હતી. જો કે, હવે અટકળોનો અંત આવ્યો છે. આ અંગે ગુજરાત ફર્સ્ટ પાસે એક્સક્લુઝિવ (Gujarat First EXCLUSIVE) માહિતી આવી છે કે, બનાસકાંઠા બેઠક પર ભાજપના ઉમેદવાર નહીં બદલાય. માહિતી મુજબ, ભાજપના ઉમેદવાર ડૉ. રેખા ચૌધરી અત્યારે ડીસા તાલુકામાં પ્રચારમાં છે. તેમની સાથે પૂર્વ ધારાસભ્ય સહિત કેટલાક પાર્ટીના અગ્રણીઓ પણ સાથે છે.
સાબરકાંઠા :
નોંધનીય છે કે, સાબરકાંઠામાં (Sabarkantha) ભાજપના ઉમેદવાર તરીકે ભીખાજી ઠાકોરનું (Bhikhaji Thakor) નામ જાહેર કરી દીધું હતું અને તેમણે પ્રચાર પણ શરુ કરી દીધો હતો પણ અચાનક વડોદરાના ઉમેદવાર રંજન ભટ્ટની સાથે જ તેમણે પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી કે, ‘હું ભીખાજી ઠાકોર વ્યક્તિગત કારણોસર સાબરકાંઠા લોકસભા ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવું છું.’ જો કે, તેમણે થોડા સમયમાં જ આ પોસ્ટ ડિલીટ કરી દીધી હતી. પરંતુ, તેમની આ પોસ્ટ વાઇરલ થતા તેમના સમર્થકો મોટી સંખ્યામાં કમલમ ખાતે પહોંચ્યા હતા અને ભારે રોષ સાથે ભાજપ દ્વારા ટિકિટ ભીખાજીને જ ચાલુ રાખવા માગ કરી હતી. જો કે, સમર્થકોને સમજાવવા માટે પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. પોલીસે સમર્થકોને સમજાવીને પરત મોકલ્યા હતા.
સાબરકાંઠા લોકસભા બેઠકને લઈ મોટા સમાચાર
ભાજપ ઉમેદવાર ભીખાજી ઠાકોરને ચૂંટણી લડવા નનૈયો
ભીખાજી ઠાકોરને લઈ પાર્ટીમાં હતો આંતરિક અસંતોષ
અટક વિવાદ બાદ આખરે ચૂંટણી લડવાની પાડી ના@bhikhaji50 @BJP4Gujarat #Sabarkantha #BhikhajiThakor #BJP #MP pic.twitter.com/LHrRpNy2on— Gujarat First (@GujaratFirst) March 23, 2024
વડોદરા :
વડોદરાના (Vadodara) સાંસદ રંજનબે ભટ્ટ (Dr. Rekha Chaudhary) દ્વારા લોકસભા–2024 ની ચૂંટણી લડવા માટે અનિચ્છા દર્શાવવામાં આવી હતી. ગતરાત સુધી તેઓ ચૂંટણીલક્ષી વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યા હતા. પરંતુ, પાર્ટીમાં જ વિરોધનો સૂર શરૂ થતા આજે સવારે અચાનક રંજનબેન ભટ્ટ દ્વારા અંગત કારણોસર ચૂંટણી લડવા માટેની અનિચ્છા સંબંધિત પોસ્ટ ટ્વીટર પર શેર કરવામાં આવી હતી. માહિતી છે કે, રંજનબેનના ખાસ ગણાતા કેતન ઈનામદાર (Ketan Inamdar) દિલ્હી જવા રવાના થયા છે. જો કે, કેતન ઇનામદારે પરિવાર સાથે હોળી (HOli 2024) મનાવવા દિલ્લી જઈ રહ્યાનું મીડિયાને જણાવ્યું હતું. પરંતુ, પરિવાર એટલે મોદી કા પરિવાર (Modi Ka Privaar) કે ઈનામદારનો પરિવાર એ ફોળના પાડ્યો. આથી, કેતન ઇનામદાર અચાનક દિલ્હી દરબારમાં પહોંચતા અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, વડોદરામાં રંજનબેન ભટ્ટે ઉમેદવારી પરત ખેંચતા સમીકરણ બદલાઈ શકે તેમ છે.
રાતોરાત એવું તો શું થયું કે રંજન ભટ્ટે ચૂંટણી લડવાની જ ના કહી દીધું ! @mpvadodara @BJP4Gujarat #Vadodara #ranjanbenbhatt #BJP #Gujarat #gujaratfirst #loksabhaelection2024 pic.twitter.com/t95KbjxotQ
— Gujarat First (@GujaratFirst) March 23, 2024
આણંદ :
અગાઉ એવી ચર્ચા હતી કે આણંદ (Anand) બેઠક પર ઉમેદવાર બદલવામાં આવશે. પરંતુ, ભાજપના ઉમેદવાર મિતેષ પટેલે (Mitesh Patel) ગુજરાત ફર્સ્ટ સાથે EXCLUSIVE વાતચીતમાં આ વાતનો ખુલાસો કરી અફવાનો અંત લાવ્યો છે. તેમણે કહ્યું કે, રાજકીય રીતે નુકસાન પહોંચાડવા માટે આ અફવા ફેલાવવામાં આવી છે. રાજકીય હરિફો દ્વારા માત્ર પોતાના લાભ માટે આ પ્રકારની અફવા ફેલાવાઈ છે. મિતેષ પટેલે જણાવ્યું કે, સવારથી જ સોશિયલ મીડિયા પર આ પ્રકારની અફવા ફેલાવવામાં આવી રહી છે. જો કે, આ વાતમાં કોઈ સચ્ચાઈ નથી. તેમણે કહ્યું કે, છેલ્લા બે દિવસથી સોશિયલ મીડિયા અને મીડિયામાં જે અફવા ચાલી રહી છે કે આણંદમાંથી ભાજપના (Gujarat BJP) ઉમેદવાર મિતેષ પટેલ બદલાય છે. આ માત્ર અફવા છે. ભાજપના કાર્યકરોને અને લોકોને વિનંતી કરીશ કે ઉમેદવાર મિતેષ પટેલ જ છે અને મિતેષ પટેલ જ ચૂંટણી લડશે.
આણંદમાં ઉમેદવાર બદલવાની વાતોને લઈ મિતેષ પટેલની સ્પષ્ટતા
"આણંદ લોકસભાના ભાજપના ઉમેદવાર મિતેષ પટેલ જ રહેશે"
વીડિયો મારફતે પ્રતિક્રિયા આપી અફવાઓનું કર્યુ ખંડન
"2 દિવસથી ચાલતી ઉમેદવાર બદલાવવાની વાતો અફવા"@Miteshbhaibjp @BJP4Gujarat @CMOGuj @CRPaatil @sanghaviharsh #Gujarat #Anand… pic.twitter.com/kJWiY2NH2j— Gujarat First (@GujaratFirst) March 23, 2024
આ પણ વાંચો – VADODARA : રંજનબેન ભટ્ટની અનિચ્છા બાદ ડો.જ્યોતિબેન પંડ્યાએ કહ્યું, “મોટા પરિવારમાં નિર્ણયો બદલવા પડે, THANK YOU”
આ પણ વાંચો – BREAKING : ગુજરાતની રાજનીતિના મોટા સમાચાર, શું સાબરકાંઠાથી ભીખાજી ઠાકોર પણ ચૂંટણી નહીં લડે?
આ પણ વાંચો – બનાસકાંઠામાં શરૂ થઇ ‘ઘૂંઘટ’વાળી રાજનીતિ, રેખાબેને કર્યા ગેનીબેન પર શાબ્દિક પ્રહાર