+

Banaskantha : શંકરસિંહ ચૌધરીને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહે કહ્યું- આ મારી ગેરંટી છે કે ગેનીબેન…

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે શંકરસિંહ ચૌધરી ફરી એકવાર નિશાન સાધ્યું છે. શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, તે કહે છે કે સ્વ. ગલબાકાકાની પૌત્રી પાર્લામેન્ટમાં નહીં ચાલે, પણ હું કહેવા માંગુ…

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે શંકરસિંહ ચૌધરી ફરી એકવાર નિશાન સાધ્યું છે. શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, તે કહે છે કે સ્વ. ગલબાકાકાની પૌત્રી પાર્લામેન્ટમાં નહીં ચાલે, પણ હું કહેવા માંગુ છું કે તે ડેરી સારી રીતે ચલાવશે, આ મારી ગેરંટી છે. સાંસદ ગેનીબેન ઠાકોરના સન્માનમાં બનાસકાંઠામાં (Banaskantha) એક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં શક્તિસિંહે આ નિવેદન આપ્યું હતું.

શંકરસિંહ ચૌધરીને સુચિતાર્થ કરી મોટું નિવેદન

સાંસદ ગેનીબેન ઠાકોરના સન્માનમાં બનાસકાંઠામાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિત અન્ય કોંગ્રેસ અગ્રણી અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા હતા. દરમિયાન, શક્તિસિંહ ગોહિલે BJP ના શંકરસિંહ ચૌધરીને સુચિતાર્થ કરી મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, તેઓ કહે છે કે સ્વ. ગલબાકાકાની પૌત્રી પાર્લામેન્ટમાં નહીં ચાલે. પરંતુ, હું કહેવા માંગું છું કે સંસદની ખબર નથી પણ ડેરી સારી રીતે ચલાવશે, આ મારી ગેરંટી છે.

ડેરીમાં સ્વ. ગલબાકાકાની સખત મહેનત છે : શક્તિસિંહ ગોહિલ

શક્તિસિંહ ગોહિલે આગળ કહ્યું કે, ડેરીમાં સ્વ. ગલબાકાકાની સખત મહેનત છે. ડેરીને સ્વ. ગલબાકાકાએ ઊભી કરી છે. આથી, હું જાહેર મંચપરથી શંકરભાઈ ચૌધરીને વિનંતી કરું છું કે ડેરીનાં ચેરમેન બનાવી સ્વ. ગલબાકાકાનું ઋણ ઉતારો. ગલબાકાકાની પૌત્રીને ડેરીના ચેરમેન બનાવી ઋણ ઉતારો. એ ડેરી સારી રીતે ચલાવશે, આ મારી ગેરંટી છે.

 

આ પણ વાંચો – ‘AAP’ ને ગુજરાતમાં મોટો ઝટકો, દિગ્ગજ નેતાએ આપ્યું રાજીનામું

આ પણ વાંચો – Rajkot : ચૂંટણી સમયે વકરેલા પત્રિકા વિવાદને લઈને નરેશ પટેલની પ્રતિક્રિયા

આ પણ વાંચો – Gujarat Congress : મુકુલ વાસનિક 3 દિવસના ગુજરાત પ્રવાસે, કોંગ્રેસ કાર્યકરોની નારાજગી અંગે આપી પ્રતિક્રિયા

Whatsapp share
facebook twitter