+

Banaskantha Parshottam Rupala: વિરોધનો વંટોળ બનાસકાંઠામાં, ભાજપની ગાડી કરાઈ પીછેહઠ

Banaskantha Parshottam Rupala: હાલ, ગુજરાત રાજ્ય ક્ષત્રિય સમાજના વિરોધની આગમાં ભભૂકી ઉઠ્યું છે. ગુજરાત રાજ્યમાં પરશોત્તમ રૂપાલાને લઈ ક્ષત્રિય સમાજ દ્વારા દિવસે ને દિવસે વિરોધની આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી…

Banaskantha Parshottam Rupala: હાલ, ગુજરાત રાજ્ય ક્ષત્રિય સમાજના વિરોધની આગમાં ભભૂકી ઉઠ્યું છે. ગુજરાત રાજ્યમાં પરશોત્તમ રૂપાલાને લઈ ક્ષત્રિય સમાજ દ્વારા દિવસે ને દિવસે વિરોધની આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. રાજ્યના ખૂણે-ખૂણે પરષોત્તમની લોકસભા ટિકિટ રદ કરવાની માગ ઉઠી રહી છે.

  • બનાસકાંઠામાં ભાજપની પ્રચાર કરતી ગાડીને પીછેહઠ કરાઈ
  • ભાજપના લોકો અને ભાજપની ગાડીમાં અહીં આવે નહીં
  • ક્ષત્રિય સમાજે કેન્દ્રીય મંત્રીની માફીનો અસ્વીકાર કર્યો

આજરોજ બનાસકાંઠામાં કાંકરેજના રણાવડા ગામમાં ભાજપનો પ્રચાર કરતી વાન આવી હતી. પરંતુ આ વાનને સ્થાનિક ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા પીછેહઠ કરવામાં આવી હતી. સ્થાનિકોએ ભાજપની ગાડી લઈ આવેલા ડ્રાઈવરની પૂછતાછ કરી હતી.

Banaskantha Parshottam Rupala

Banaskantha Parshottam Rupala

ભાજપના લોકો અને ભાજપની ગાડીમાં અહીં આવે નહીં

ત્યારે ડ્રાઈવરે જણાવ્યું હતું કે, રણાવડા ગામમાં જવાનું છે. રણાવડા ગામના સરપંચે બોલ્યો છે. તો ક્ષત્રિય સમાજના આગેવાનો એ કહ્યું કે, આ ગામમાં ભાજપના લોકો અને કોઈ ગાડી ના આવી શકે. આ ગાડી પાછી લઈ જા ભાઈ તું અહીંયાથી. પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજનું અપમાન કર્યું છે.

ક્ષત્રિય સમાજે કેન્દ્રીય મંત્રીની માફીનો અસ્વીકાર કર્યો

આજરોજ ક્ષત્રિય સમાજના મુખ્ય આગેવાનોએ મહાસંમેલનનું આયોજન કર્યું હતું. આ સંમેલનમાં કેન્દ્રીય મંત્રી અને ભાજપ રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ક્ષત્રિય સભામાં પરષોત્તમ રૂપાલાએ ફરી એકવાર ક્ષત્રિય સમાજની માફી માગી હતી. પરંતુ ક્ષત્રિય સમાજના આગેવાને માફીનો અસ્વીકાર કરી, તેમની લોકસભા બેઠક ટિકિટ રદ કરવાની માગ યથાવત રાખી.

આ પણ વાંચો: સાબરકાંઠામાં ક્ષત્રિય વિરૂધ્ધ ક્ષત્રિયો, ઠાકોર સેનાએ આ ઉમેદવારને આપ્યું સમર્થન

આ પણ વાંચો: Surat Cyber Crime Cell News: પરિવારની મુશ્કેલીઓ દૂર કરવાના બહાને પાખંડી જ્યોતિષોએ લાખો પડાવ્યા

આ પણ વાંચો: Twist : રુપાલાના સમર્થનમાં આવ્યા કડવા પાટીદાર, સોશિયલ મીડિયામાં સમર્થન

Whatsapp share
facebook twitter