+

Banaskantha : જીત બાદ જનતાનું અભિવાદન ઝીલતા ગેનીબેન થયાં ભાવુક, જુઓ Video

ગુજરાતની કુલ 26 લોકસભા બેઠક પૈકી 25 બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ (BJP) શાનદાર જીત મેળવી છે. જો કે, એકમાત્ર બેઠક કોંગ્રેસના (Congress) ફાળે આવી છે અને એ છે બનાસકાંઠા…

ગુજરાતની કુલ 26 લોકસભા બેઠક પૈકી 25 બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ (BJP) શાનદાર જીત મેળવી છે. જો કે, એકમાત્ર બેઠક કોંગ્રેસના (Congress) ફાળે આવી છે અને એ છે બનાસકાંઠા (Banaskantha). જ્યાં ગેનીબેન ઠાકોરે (Ganiben Thakor) દિવસભરની રસાકસી બાદ જીત મેળવી છે. ગેનીબેનની જીતથી ભાજપની હેટ્રિકનું સપનું રોળાયું છે. બીજી તરફ ગેનીબેનની જીતે રાજ્યમાં કોંગ્રેસની આશાને જીવંત રાખી છે. જીત બાદ ગેનીબેન જનતા વચ્ચે ખૂબ ભાવુક થયા હતા.

‘મે મામેરૂં માંગ્યું, જનતાએ મામેરું ભર્યું’

જીત બાદ ગેનીબેન ઠાકોર (Ganiben Thakor) જાહેર જનતા વચ્ચે આવ્યા હતા અને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. ગુજરાત ફર્સ્ટ (Gujarat First) સાથે વાત કરતા તેમણે કહ્યું કે, હું બનાસકાંઠાની (Banaskantha) જનતાનો ખૂબ આભાર માનું છું. મેં બનાસકાંઠાની જનતા પાસે મામેરું માગ્યું હતું અને તેમને મામેરું ભર્યું. બનાસકાંઠાની જનતા બ્રાન્ડ છે. હું બ્રાન્ડ નથી હું તો માત્ર નિમિત્ત છું.

ગેનીબેને કહ્યું કે, આ અસત્ય સામે સત્યની જીત છે. જીત બાદ જનતા વચ્ચે આવી ગેનીબેન ઠાકોર ભાવુક થયા હતા. જણાવી દઈએ કે, કોંગ્રેસના ગેનીબેન ઠાકોરને 6.66 લાખથી વધુ મત મળ્યા છે જ્યારે ડો. રેખાબેન ચૌધરીને (Dr. Rekhaben Chaudhary) 6.34 લાખ વોટ મળ્યા છે. ગેનીબેન ઠાકોરે 32 હજારથી વધુ મતોથી લીડ મેળવી જીત હાંસલ કરી છે.

 

આ પણ વાંચો – Lok Sabha Elections 2024 : ગેનીબેન ઠાકોરના કારણે ભાજપની હેટ્રિક અટકી : પૂર્વ CM રૂપાણી

આ પણ વાંચો – Banaskantha : કોંગ્રેસનાં ગેનીબેન ગાજ્યા, ભાજપના ડો. રેખાબેન ચૌધરીને હરાવી પહેર્યો જીતનો તાજ

આ પણ વાંચો – Assembly by-election: ભાજપમાં આવેલા ચાર કોંગ્રેસી ધારાસભ્યોનો થયો વિજય

Whatsapp share
facebook twitter