+

Ahmedabad : બોપલમાં ફિલ્મ ‘Drishyam’ જેવી ઘટના બની! હત્યા કરી લાશને સળગાવી દીધી

બનાસકાંઠા (banaskantha) જિલ્લાના ભાભોરનાં 40 વર્ષીય યુવકની ફિલ્મી ઢબે હત્યાનું કાવતરૂં રચ્યા બાદ ઘુમા વિસ્તારમાં અવાવરું જગ્યામાં યુવકની હત્યા કરીને પુરાવાને નાશ કરવા માટે લાશને સળગાવી દેનારા આરોપી માતા-પુત્રની અમદાવાદની…

બનાસકાંઠા (banaskantha) જિલ્લાના ભાભોરનાં 40 વર્ષીય યુવકની ફિલ્મી ઢબે હત્યાનું કાવતરૂં રચ્યા બાદ ઘુમા વિસ્તારમાં અવાવરું જગ્યામાં યુવકની હત્યા કરીને પુરાવાને નાશ કરવા માટે લાશને સળગાવી દેનારા આરોપી માતા-પુત્રની અમદાવાદની બોપલ પોલીસે ધરપકડ કરી છે. આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, બનાસકાંઠાના ભાભોરમાં (Bhabhor) રહેતા અને ડ્રાઈવિંગનું કામ કરતા પ્રભુરામ નામના યુવકને તેના જ મિત્રની પત્ની લક્ષ્મીબા વાઘેલા સાથે છેલ્લા 4 વર્ષથી પ્રેમસંબંધ હતો. જે પ્રેમસંબંધની જાણ તેના પતિ અને પુત્રની સાથે ગામના અનેક લોકોને હતી. લક્ષ્મી બા વાઘેલાના પતિને બીમારીના કારણે ગત ફેબ્રઆરી માસમાં નિધન થયું હતું. ત્યાર બાદથી મહિલાનો દીકરો અર્જુનસિંહ વાઘેલા માતાના પ્રેમી પ્રભુરામ ઠાકોરને મારવા માટે કાવતરૂં રચી રહ્યો હતો.

યુવકને માથાનાં ભાગે ધારિયાનો ઘા મારીને મોતને ઘાટ ઉતાર્યો

દરમિયાન, 21 મેના રોજ લક્ષ્મી બા અને મૃતક પ્રભુરામ બનાસકાંઠાથી (banaskantha) અમદાવાદ (Ahmedabad) ખાતે કામ કરતા દીકરા અર્જુનને મળવા માટે આવ્યા હતા. 22 તારીખના રોજ વહેલી સવારે અર્જુન સિંહે રોજિંદા ક્રિયા માટે ઘરનાં પાછળના ભાગે જવા માટે કહ્યું હતુ. જો કે, ત્યાં પ્રભુરામના માથાનાં ભાગે ધારિયાનો ઘા મારીને મોતને ઘાટ ઉતાર્યો હતો અને ત્યાર બાદ પુરાવાના નાશ કરવા માટે ત્યાં પડેલા લકડાનાં ઢગલાથી મૃતદેહને સળગાવી દીધો હતો. જ્યારે બીજા દિવસે લક્ષ્મી બા વાઘેલા પોતાના ગામ બનાસકાંઠા જતા રહ્યા હતા.

મૃતકની હત્યા કરીને લાશ સળગાવી દીધી

પ્રભુરામની હત્યા અને તેની લાશને સળગાવ્યા બાદ અર્જુનસિહે મૃતકનો મોબાઇલ ફોન બોપલ નજીકથી જતી ટ્રેનમાં ફેંકી દીધો હતો. ત્યાર બાદ અર્જુન સિંહ અમદાવાદ ખાતે પોતાના કામે લાગી ગયો હતો. 22 મેના રોજ સંપૂર્ણ ઘટના બની ગયા બાદ 3 દિવસ પછી અર્જુન સિંહે જે જગ્યા પર લાશ સળગાવી હતી તે જગ્યા પર આવીને મળેલા હાડકાને થેલીમાં ભરીને કેનાલમાં ફેંકી દીધા હતા. 24 મેના રોજ બનાસકાંઠાના (banaskantha) ભાભોર ખાતે મૃતકના ભાઈએ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી, જેની તપાસમાં ભાભોર ગામમાં તપાસ દરમિયાન અમદાવાદ (Ahmedabad) તરફ પ્રેમિકા લક્ષ્મી બા સાથે ગયા હોવાની માહિતી મળી હતી.

હાડકાને DNA ટેસ્ટ માટે મોકલાયા

આ માહિતીના આધારે ભાભોર પોલીસે મહિલા લક્ષ્મી બાની અટકાયત કરતા તેના પુત્ર અર્જુન સિહે બોપલ પોલીસ મથકે આવીને સમગ્ર હત્યાકાંડ અંગે માહિતી આપીને સરેન્ડર કર્યું હતું. માહિતી મુજબ, બોપલ પોલીસે (bopal police) હાલતો હત્યા અને લાશને જે જગ્યા પરથી સળગાવી હતી તે જગ્યા પરથી મળેલા હાડકાના DNA ટેસ્ટ અને હત્યા કરવા પાછળ અન્ય કોઈ કારણ છે કે કેમ ? તે અંગે તપાસ શરૂ કરી છે.

અહેવાલ : પ્રદિપ કાછીયા

આ પણ વાંચો – Rath Yatra પૂર્વે રૂટ પર પોલીસ જવાનોની બુલેટ માર્ચ, ક્રાઇમ બ્રાન્ચ-SOG એ ફૂટ પેટ્રોલિંગ કર્યું

આ પણ વાંચો – VADODARA : મુંબઇથી આવી હાથફેરો અજમાવતા બે રીઢા ચોર દબોચતી ક્રાઇમ બ્રાન્ચ

આ પણ વાંચો – Sabarkantha : કાર-ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારની 2 માસૂમ બાળકી સહિત 5 સભ્યોનાં મોત

Whatsapp share
facebook twitter