+

Anand : પોલીસની સરાહનીય કામગીરી, હાઇવે પર રાતે કારસવાર દંપતિ પર હુમલો કરનારા 2 MP થી ઝડપાયા

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે (Ahmedabad-Vadodara Express Highway) પર થોડા દિવસ પહેલા રાતના સમયે કારસવાર દંપતિ સાથે લક્ઝરીમાંથી ઉતરેલા ગુંડાઓએ ગાળાગાળી કરી લકડી-ડંડા વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.…

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે (Ahmedabad-Vadodara Express Highway) પર થોડા દિવસ પહેલા રાતના સમયે કારસવાર દંપતિ સાથે લક્ઝરીમાંથી ઉતરેલા ગુંડાઓએ ગાળાગાળી કરી લકડી-ડંડા વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટનાને લઈ ગુજરાત ફર્સ્ટે (Gujarat First) પીડિત દંપતિનો આવાજ ઉઠાવ્યો હતો અને સંપૂર્ણ અહેવાલ પ્રસારિત કર્યો હતો. ગુજરાત ફર્સ્ટના આ અહેવાલ બાદ આણંદ પોલીસે (Anand Police) સરાહનીય કામગીરી કરી છે. ઘટના બન્યાનાં ગણતરીના દિવસોમાં જ પોલીસે મધ્યપ્રદેશથી લકઝરીચાલક સહિત બે શખ્સની ધરપકડ કરી છે.

ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ આણંદ પોલીસની સરાહનીય કામગીરી

આણંદ પોલીસની (Anand Police) સરાહનીય કામગીરી સામે આવી છે. ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ આણંદ પોલીસે ઘટના બન્યાના ગણતરીના દિવસોમાં જ મધ્યપ્રદેશથી લકઝરીસવાર બે શખ્સની ધરપકડ કરી છે જેમણે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે કારસવાર દંપતિ પર લાકડી-ડંડા વડે હુમલો કર્યો હતો. પીડિત દંપતિએ ગુજરાત ફર્સ્ટને (Gujarat First) આપવીતિ જણાવી હતી. ત્યારે ગુજરાત ફર્સ્ટે પણ આ અંગોને સંપૂર્ણ અહેવાલ પ્રસારિત કર્યો હતો. આણંદ પોલીસે વિવિધ ટીમ બનાવી મધ્યપ્રદેશથી (Madhya Pradesh) પરપ્રાંતિય હુમલાખોર યુવકોને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે અને અન્ય આરોપીઓની શોધખોળ આદરી છે. પ્રાથમિક માહિતી મુજબ, ધરપકડ કરાયેલ એક યુવક રાજસ્થાનનો (Rajasthan) જ્યારે અન્ય યુવક મધ્યપ્રદેશનો રહેવાસી છે.

શું છે સમગ્ર ઘટના ?

સમગ્ર ઘટનાની વાત કરીએ તો 15 જૂને રાત્રે 11 વાગ્યાની આ ઘટના હતી. વડોદરા-એક્સપ્રેસ હાઈવે (Ahmedabad-Vadodara Express Highway) પરથી કારસવાર દંપતિ અમદાવાદ જઈ રહ્યા હતા. દરમિયાન, મધ્યપ્રદેશનાં (Madhya Pradesh) પાસિંગવાળી લક્ઝરી બસનો ડ્રાઇવર રફ ડ્રાઇવિંગ કરી રહ્યો હતો. કેટલીક ગાડીઓ સાથે તે અકસ્માત સર્જતા પણ બચી ગયો હતો. કારસવાર મહિલા પ્રેગ્નેન્ટ હોવાથી તેણે કાર ધીમી કરવા પતિને કહ્યું હતું. જો કે, લક્ઝરી બસને આગળ જવા દીધા બાદ થોડા સમય પછી ફરી બસને ઓવરટેક કરવા જતાં બસ ડ્રાઇવરે આગળ જવા દીધા ન હતા. લક્ઝરી બસનો ડ્રાઇવર (Luxury Bus Driver) રફ ડ્રાઇવિંગનો કરતો હોવાનો કારસવાર મહિલા વીડિયો બનાવતી હોવાની જાણ ડ્રાઇવરને થતાં તેણે કારની આગળ બસ ઊભી રાખી હતી અને પછી તેમાંથી કેટલાક શખ્સો લાકડી-ડંડા લઈને કાર તરફ આવ્યા હતા અને હુમલો કરી જાનથી મારી નાખવાની કારસવાર દંપતિને ધમકી આપી હતી.

 

આ પણ વાંચો – Anand : ‘મારી પત્નીની સાઈડનો દરવાજો ખોલવાનો પ્રયત્ન પણ કર્યો’! કારચાલકે Gujarat First ને જણાવી આપવીતી

આ પણ વાંચો – VADODARA : એક્સપ્રેસ હાઇ-વે પર ગુંડાગીરી મામલે નોંધાઇ પોલીસ ફરિયાદ

આ પણ વાંચો – Mahesana : નિર્લિપ્ત રાયની SMC ખુલ્લેઆમ ચાલતા દારૂના અડ્ડાઓ પર ત્રાટકી

Whatsapp share
facebook twitter