+

રાજયમાં હાર્ટ એટેકથી મોતની સંખ્યામાં ચિંતાજનક વધારો

રાજયમાં હાર્ટ એટેકથી મોતની સંખ્યા વધારો ચિંતાજનક છે. જેમાં રાજકોટમાં વધુ એક હાર્ટ એટેકથી મોત થયુ છે. તેમાં 33 વર્ષના રાજકુમાર આહુજાનું હાર્ટ એટેકથી મોત થયું છે. શહેરના ગીતગુજરી સોસાયટીમાં…

રાજયમાં હાર્ટ એટેકથી મોતની સંખ્યા વધારો ચિંતાજનક છે. જેમાં રાજકોટમાં વધુ એક હાર્ટ એટેકથી મોત થયુ છે. તેમાં 33 વર્ષના રાજકુમાર આહુજાનું હાર્ટ એટેકથી મોત થયું છે. શહેરના ગીતગુજરી સોસાયટીમાં રહેતો યુવાન મોતને ભેટ્યો છે.

 

હોસ્પિટલમાં ફરજ પરના ડોકટર દ્વારા યુવાનને મૃત જાહેર કરવામાં આવ્યો
રાત્રે 3.20 કલાકે બેભાન હાલતમાં રાજકુમાર ગંગાધર આહુજાને સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. જેમાં હોસ્પિટલમાં ફરજ પરના ડોકટર દ્વારા યુવાનને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. રાજ્યમાં નાની ઉંમરમાં હાર્ટ એટેકથી અનેક વ્યક્તિઓના મોત થઇ રહ્યા છે. આ સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. .

 

ઉલ્લેખનીય છે કે, નવરાત્રીના સમયને લઈ પાવાગઢમાં ભક્તોને ઇમર્જન્સી સ્થિતિમાં સારવાર આપવા ઇમર્જન્સી હેલ્થ સેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ હેલ્થ સેવામાં કોન્સટ્રેટર, ECG સહિતના સાધનો અને ઇમર્જન્સી સમયે જીવનદાન આપતા ઇન્જેક્શન અને દવાઓના જથ્થાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જે સેવા એક વ્યક્તિના જીવ બચાવવામાં નિમિત્ત બની છે.

 

આ  પણ  વાંચો-મહેસાણાના સીતાપુર પાસે આવેલી ઝાયડસ હોસ્પિટલની કેન્ટીનનાં ફૂડમાંથી જીવાત નીકળી

 

Whatsapp share
facebook twitter