+

Amreli : ધોમધખતા તાપમાં પાણી માટે જંગલના રાજાનો રજળપાટ, વાઇરલ VIDEO એ વનતંત્રની પોલ ખોલી!

રાજ્યમાં અંગ દઝાડતી ગરમી પડી રહી છે. આ વખતે ગરમીએ તમામ રેકોર્ડ તોડી દીધા છે. લોકો કાળઝાળ ગરમીથી ત્રાહીમામ પોકારી રહ્યા છે. દિવસે તો ઠીક પણ રાતના સમયે પણ તાપમાનનો…

રાજ્યમાં અંગ દઝાડતી ગરમી પડી રહી છે. આ વખતે ગરમીએ તમામ રેકોર્ડ તોડી દીધા છે. લોકો કાળઝાળ ગરમીથી ત્રાહીમામ પોકારી રહ્યા છે. દિવસે તો ઠીક પણ રાતના સમયે પણ તાપમાનનો પારો રેકોર્ડ સ્તરે નોંધાઈ રહ્યો છે. હિટ સ્ટ્રોકના (hit stroke) કારણે રાજ્યમાં લોકોના મોતના બનાવ પણ સામે આવ્યા છે. આગ ઝરતી ગરમીમાં જ્યાં માનવજાત સંકટમાં છે ત્યારે અબોલ પશુઓ કેવી રીતે પોતાનો બચાવ કરતા હશે અને કેવી રીતે આગ ઓકતી ગરમી સામે ઝઝૂમી રહ્યાં છે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. ત્યારે અમરેલીથી (Amreli) ચિંતા વધારે એવા દ્રશ્યો સામે આવ્યા છે.

પાણી માટે સાવજનો રજળપાટ

અમરેલીમાં (Amreli) જંગલના રાજા સિંહ માનવ વસાહતમાં લટાર મારતા હોય તેવા વીડિયો અવારનવાર આપણી સામે આવતા હોય છે. જો કે, હવે એક એવો વીડિયો સામે આવ્યો છે જે ચિંતા વધારે એવો છે. કાળઝાળ ગરમીમાં જંગલના રાજા સિંહનો (LION) પાણી માટે વલખા મારતો વીડિયો સામે આવ્યો છે. વાઇરલ વીડિયોમાં દેખાય છે કે પાણી માટે સિંહ નદીના પટ્ટમાં ખાડો ખોદીને પાણી શોધવાનો પ્રયત્ન કરે છે. માહિતી મુજબ, આ વાઇરલ વીડિયો સાવરકુંડલાના ઘોબા ગામની મેરામણ નદીનો કહેવાઈ રહ્યો છે જ્યાં પાણી માટે સાવજ રજળપાટ કરી રહ્યા છે.

વાઇરલ વીડિયોએ વનતંત્રની પોલ ખોલી!

આ વીડિયોએ સ્થાનિક વનતંત્રની કામગીરીની પોલ ખોલી નાખી છે. શેત્રુજી ડિવિઝન (Shetruji Division) તળેના ઘોબા પંથકમાં સિંહોનું સામ્રાજ્ય હોવા છતાં વનતંત્રની સિંહો માટે ગરમીની ઋુતમાં પાણીની અવ્યવસ્થાઓ સામે આવી છે. કાળઝાળ ગરમીમાં પાણી માટે રજળતા સિંહો પ્રત્યે માનવતાનો સિંહ પ્રેમીઓ દ્વારા પોકાર ઉઠ્યો છે અને અબોલ પશુઓ માટે જલદી પાણીની વ્યવસ્થા કરવા વનતંત્રને રજૂઆત કરી છે. ધોમધખતા તાપમાં પાણી માટે વલખા મારતા સાવજનો આ દયનીય વીડિયો (VIRAL VIDEO) ચિંતામાં મૂકે એવો છે.

 

આ પણ વાંચો – Surat Shrimp farming: સુરતમાં ઝીંગા પકવતા ખેડૂતો પર આવી આફત, તૈયાર પાક ગયો બાતલ

આ પણ વાંચો – Heat Wave : રાજ્યમાં જીવલેણ બની ગરમી, 10ના મોત

આ પણ વાંચો – Ahmedabad Heat Wave: ગુજરાતમાં સૂર્યનારાયણ થયા કોપાયમાન, અમદાવાદમાં ગરમીએ તોડ્યો 7 વર્ષનો રેકોર્ડ

Whatsapp share
facebook twitter