+

AMIT SHAH: કેન્દ્રીય ગૃહમંત્રીનું રાજકોટમાં રોકાણ, ગેમઝોન અગ્નિકાંડની તપાસ અંગે મેળવી માહિતી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (AMIT SHAH) આજે ગુજરાતની મુલાકાતે છે. માહિતી મુજબ, અમિત શાહ રાજકોટ (Rajkot) પહોંચ્યા હતા. અહીં, તેમણે 40 મિનિટનું રોકાણ કર્યું હતું અને હિરાસર એરપોર્ટ ખાતે ટીઆરપી…

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (AMIT SHAH) આજે ગુજરાતની મુલાકાતે છે. માહિતી મુજબ, અમિત શાહ રાજકોટ (Rajkot) પહોંચ્યા હતા. અહીં, તેમણે 40 મિનિટનું રોકાણ કર્યું હતું અને હિરાસર એરપોર્ટ ખાતે ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડની તપાસ અંગે તમામ માહિતી મેળવી હતી. કેન્દ્રીય ગૃહમંત્રીએ રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રિજેશકુમાર ઝા (Brijeshkumar Jha), કલેક્ટર પ્રભવ જોશી, મ્યુ. કમિશનર ડી.પી. દેસાઈ (D.P. Desai) સાથે વાતચીત કરી હતી.

હિરાસર એરપોર્ટ ખાતે 40 મિનિટનું રોકાણ

રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ (Rajkot TRP Game Zone Tragedy) મામલે રાજ્ય સરકારના આદેશ બાદ તપાસનો ઘમઘમાટ શરૂ થયો છે. અગ્નિકાંડની તપાસમાં સતત ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. દરમિયાન, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. માહિતી મુજબ, અમિત શાહે રાજકોટ ખાતે 40 મિનિટ સુધી રોકાણ કર્યું હતું. હિરાસર એરપોર્ટ (Hirasar Airport) પર તેમણે રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રિજેશકુમાર ઝા, કલેક્ટર પ્રભવ જોશી (Prabhav Joshi), મ્યુ. કમિશનર ડી.પી.દેસાઈ સાથે અગ્નિકાંડની તપાસ અંગે તમામ માહિતી મેળવી હતી.

સોમનાથ દાદાના દર્શન કરી આશીર્વાદ મેળવશે

જણાવી દઈએ કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) સોમનાથના દર્શને આવ્યા છે. સોમનાથ મંદિરે (Somnath temple) જતાં પહેલા તેમણે રાજકોટમાં રોકાણ કર્યું હતું. રાજકોટ બાદ હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સોમનાથ જવા રવાના થશે. અમિત શાહ સોમનાથ મંદિરે સોમનાથ દાદાની પૂજા-અર્ચના કરી દર્શન કરશે. ત્યાર બાદ બીજા દિવસે વહેલી સવારે અમિત શાહ ભગવાન શિવનો જળાભિષેક કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સોમનાથમાં જ રાત્રિ રોકાણ પણ કરશે. બીજા દિવસે વહેલી સવારે ફરીથી સોમનાથ મંદિર દર્શન કરી બપોરનું ભોજન લઇ અમદાવાદ જવા રવાના થશે.

 

આ પણ વાંચો – Amit Shah: આજે કેન્દ્રીય ગ્રહમંત્રી અમિત શાહ આવશે રાજકોટ, અધિકારીઓ સાથે કરશે ટૂંકી બેઠક

આ પણ વાંચો – Gujarat BJP : રાજકોટ અગ્નિકાંડને લઈ ગુજરાત BJP નો મોટો નિર્ણય, રાજ્યભરના નેતા-કાર્યકરોને કડક સૂચના!

આ પણ વાંચો – Gandhinagar : DPS સ્કૂલમાં વિકરાળ આગ, વેકેશન હોવાથી મોટી દુર્ઘટના ટળી, ફાયર વિભાગે લીધું મોટું એક્શન

Whatsapp share
facebook twitter