+

Amit Shah in Gujarat : આવતીકાલે અમિત શાહ ગુજરાતના પ્રવાસે, આ 4 જિલ્લાઓમાં યોજશે વિજય સંકલ્પ સભા

ગુજરાતમાં 7 મેના રોજ લોકસભાની ચૂંટણી (Lok Sabha elections) માટે મતદાન યોજાશે. મતદાનની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે ત્યારે રાષ્ટ્રીય અને રાજ્યના નેતાઓ સહિત પાર્ટીના આગેવાનો અને ઉમેદવારો…

ગુજરાતમાં 7 મેના રોજ લોકસભાની ચૂંટણી (Lok Sabha elections) માટે મતદાન યોજાશે. મતદાનની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે ત્યારે રાષ્ટ્રીય અને રાજ્યના નેતાઓ સહિત પાર્ટીના આગેવાનો અને ઉમેદવારો દ્વારા લોકસભા મત વિસ્તારમાં પૂરજોશમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે. સાથે જ મતદારોને રીઝવવા માટે પાર્ટીના દિગ્ગજ નેતાઓ લોકસભા મતવિસ્તારમાં વિશાળ જનસભાનું આયોજન કરી રહ્યા છે. ત્યારે આવતીકાલે એટલે કે 27 એપ્રિલના રોજ કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે (Amit Shah in Gujarat) આવવાના છે. આવતીકાલે અમિત શાહ દિવસભર અલગ અલગ જિલ્લાઓમાં સંકલ્પ સભા (Sankalp Sabha) યોજશે. અહીં, જાણો ગૃહમંત્રી અમિત શાહના કાર્યક્રમોની સંપૂર્ણ વિગત…

લોકસભા ચૂંટણી પ્રચારને લઈ કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આવતીકાલે ગુજરાતના પ્રવાસે (Amit Shah in Gujarat) છે. આવતીકાલે અમિત શાહ પોરબંદર (Porbandar), ભરૂચ, પંચમહાલ અને વડોદરાની (Vadodara) વિજય સંકલ્પ સભામાં પણ હાજરી આપશે. અમિત શાહના પ્રવાસને લઈને અમદાવાદ પોલીસ (Ahmedabad Police) એલર્ટ બહાર પાડ્યું છે. અમિત શાહના પ્રવાસને લઈ શહેર પોલિસ કમિશનર દ્વારા ‘નો ડ્રોન’ (no drone) ફ્લાય ઝોન જાહેર કરાયો છે. માહિતી મુજબ, શહેરના તમામ વિસ્તારને નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર કરાયો છે. 28 તારીખના મોડી રાત સુધી જાહેરનામું અમલીકરણ રહેશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 27 એપ્રિલે ગુજરાતમાં 4 ચૂંટણી સભાઓ યોજશે

> પોરબંદર લોકસભાની વિજય સંકલ્પ સભા (ઉમેદવાર મનસુખભાઇ માંડવીયા)
. કુમાર છાત્રાલય,જામકંડોરણા,જીલ્લો રાજકોટ
. સવારે 10.00 કલાકે

> ભરૂચ લોકસભાની વિજયસંકલ્પ સંભા (ઉમેદવાર મનસુખભાઇ વસાવા)
. ખડોલી ગામ, અંકલેશ્વર- રાજપીપળા હાઇવે,જિલ્લો ભરૂચ
. બપોરે 02.00 કલાકે

> પંચમહાલ લોકસભાની વિજયસંકલ્પ સભા (ઉમેદવાર રાજપાલસિંહ યાદવ)
.પંચામૃત ડેરી,લુણાવાડા બાયપાસ હાઇવે,ગોઘરા,જીલ્લો પંચમહાલ
. સાંજે 04.કલાકે

> વડોદરા લોકસભા ખાતે રોડ-શો (ઉમેદવાર હેમાંગભાઇ જોષી)
. રણમુકતેશ્વર મહાદેવ મંદિર, રાપુરા થી માર્કેટ ચાર રસ્તા,અકોટા
. સાંજે 06.00 કલાકે

 

આ પણ વાંચો – VADODARA : કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના રોડ-શોને લઇ પોલીસ અધિકારીઓનું નિરીક્ષણ

આ પણ વાંચો – Gujarat First EXCLUSIVE : ગૃહમંત્રી અમિત શાહ સાથે વિશેષ સંવાદ, જાણો ચૂંટણી, કોંગ્રેસ અને દેશના માહોલ વિશે શું કહ્યું?

આ પણ વાંચો – Amit Shah: ફોર્મ ભર્યા બાદ ગૃહમંત્રી અમિત શાહનો હુંકાર ‘400 સીટ સાથે ત્રીજી વખત ચૂંટણી જીતીશું’

Whatsapp share
facebook twitter