+

AMC : શહેરના ચાર રસ્તા પર ઘટાદાર વૃક્ષો ઉગાડાશે, કચરાંનો નિકાલ થશે, નવા ચાર્જિંગ સ્ટેશન લગાવાશે

અમદાવાદ (Ahmedabad) શહેરમાં દર વર્ષે ગરમીનો પારો રેકોર્ડ તોડી રહ્યો છે ત્યારે ગરમીથી બચવા કંઈક નવા જ ઉપાયો દર વર્ષે અમદાવાદ મહાનગરપાલિકાને (AMC) અપનાવવા પડે છે. ત્યારે ચાલુ વર્ષે પણ…

અમદાવાદ (Ahmedabad) શહેરમાં દર વર્ષે ગરમીનો પારો રેકોર્ડ તોડી રહ્યો છે ત્યારે ગરમીથી બચવા કંઈક નવા જ ઉપાયો દર વર્ષે અમદાવાદ મહાનગરપાલિકાને (AMC) અપનાવવા પડે છે. ત્યારે ચાલુ વર્ષે પણ ગરમીથી બચવા ક્યાંક વોટર સ્પ્રીન્ક્લર લગાવવામાં આવ્યા તો કોક જગ્યા પર ગ્રીનનેટ બાંધીને ટ્રાફિક સિગ્નલ પરનો ટાઈમ ઘટાડવામાં આવે છે. પરંતુ, આ સમસ્યાનું કાયમી નિરાકરણ આવે તે માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ, શહેરના ચાર રસ્તા પર એક સરવે હાથ ધરવામાં આવશે કે જે ચાર રસ્તા પર મોટા વૃક્ષો નહીં હોય ત્યાં આગામી સમયને ધ્યાન રાખીને આ પ્રકારેના મોટા અને ઘટાદાર બની શકે તેવા વૃક્ષો ઉગાડવામાં આવશે.

મ્યુનિ. પ્લોટો પર કલર કોડ લગાવવામાં આવશે

શહેરમાં આવેલાં ફાઇનલ ટીપીના પ્લોટો જે અલગ-અલગ હેતું માટે કોર્પોરેશનને મળે છે. આવા તમામ પ્લોટોમાં જે હેતુ માટે પ્લોટ મળ્યો હોય તેના કલર કોડ (color code) લગાવવા માટેની સૂચના આપવામાં આવી છે, જેથી મ્યુનિસિપલ કોર્પોરેશનનો કયો પ્લોટ કયાં હેતુ માટે છે, તે નાગરિકોને પણ ખબર પડી શકે અને અધિકારીઓના ધ્યાન પર પણ રહે. નકશા મુજબ જે કલર કોડ હોય તે લગાવવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશનના (AMC) જે પ્લોટ આવેલા છે. જે ખુલ્લા પ્લોટોમાં દબાણ અથવા તો કચરો નાખવામાં આવતો હોય છે. દરેક ઝોન દીઠ બે-બે પ્લોટોમાં ખાનગી નર્સરીઓ સાથે ટાઈઅપ કરી PPP ધોરણે નર્સરી ઊભી કરવામાં પોલિસી બનાવવા સૂચના અપાઈ હતી. તેમ જ AMC ના ખાલી પ્લોટ પર લોકો કચરો નાખી જતાં હોય છે તે તમામ જગ્યાઓ આગામી સમયમાં ગાર્ડન નર્સરી માટે આપવામાં આવશે, જેથી પ્લોટમાં ગંદકી થાય નહીં અને ગ્રીનકવર (Green Cover) વધારી શકાય.

કચરાનો નિકાલ અને આવક ઊભી થશે

શહેરમાં પેદા થતાં કચરામાંથી 300 મેટ્રિક ટન કચરાનો નિકાલ કરી કોલસો અને વરાળ બનાવવા માટે બે કંપનીને 8 એકર જગ્યા ફાળવવામાં આવી છે. આ બંને કંપનીઓ AMC ને મહિને રૂ. 35.75 લાખ તો વર્ષે રૂ. 4.29 કરોડની ચૂકવશે, જેથી મનપાને આવક પણ થશે અને કચરાંના ઢગલાનો નિકાલ પણ આવશે. આગામી 6 મહિનામાં આ કંપનીઓ કાર્યરત થઇ જાય તેવી શક્યતા છે. અત્યારે amc પાસે 10 એવી કંપનીઓ છે જે શહેરનાનાં કચરાનો નિકાલ (dumped yard) કરી તેમાંથી આવક ઊભી કરે છે. amc દ્વારા અગાઉ 300 ટન કચરાંમાંથી કોલસો અને વરાળ ઉત્પન્ન કરવા માટે બહાર પાડેલી પ્રપોઝલમાં સ્ટીમ હાઉસ ઇન્ડિયાએ કચરાંમાંથી વરાળ ઉત્પન્ન કરવા માટે દરખાસ્ત કરી હતી. ઘન કચરાંમાંથી કોલસો બનાવવા માટે કામગીરી કરશે. સ્ટીમ હાઉસ ઇન્ડિયાને ગ્યાસપુર (Gyaspur) ખાતે 3 એકર જ્યારે એન્વીજેનીકને 5 એકર જગ્યા ફાળવવામાં આવશે, જેના કોલસાનો ઉપયોગ પાવર પ્લાન્ટમાં તેમ જ બોઇલરમાં પ્યુઅલ તરીકે વપરાશે. આ પ્રયોગ દ્વારા પીરાણા ખાતે ઠલવાતા કચરાનું પ્રમાણ ઘટી શકશે. તેને કારણે મ્યુનિ.નો એક તરફ કચરાનો નિકાલ થશે.

શહેરમાં નવા ચાર્જિગ સ્ટેશન ઊભા કરાશે

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વધુ 27 જગ્યા પર ચાર્જિંગ સ્ટેશન (charging stations) ઊભા કરવામાં આવશે. અગાઉ મહાનગરપાલિકા દ્વારા 12 જગ્યા પર ચાર્જિંગ સ્ટેશન તૈયાર કરવામાં આવ્યા હતા અને હવે નવા લોકેશન ઉપર ચાર્જિંગ સ્ટેશન ઊભા કરવામાં આવશે. આ માટેનું કામ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂર કરવામાં આવ્યું છે. નવા ચાર્જિંગ સ્ટેશન પર પ્રથમ છ મહિના લોકો નિ:શુલ્ક ચાર્જિંગ કરી શકશે. જો કે, મહત્ત્વની બાબત એ છે કે 27 જગ્યામાંથી ત્રણ જગ્યા એ કંપનીને અને બાકીની 24 જગ્યા અદાણી ટોટલ એનર્જી ઈ મોબિલિટી લિમિટેડને (Adani Total Energy e Mobility Limited) આપવાનું કામ સોંપવામાં આવ્યું છે.

અહેવાલ – રીમા દોશી

 

આ પણ વાંચો – Suratની સ્મીમેર હોસ્પિટલનો વધુ એક વિવાદ

આ પણ વાંચો – FIRE : અમદાવાદના દાણીલીમડામાં કાપડની ફેક્ટરીમાં ભીષણ આગ

આ પણ વાંચો – MLA Amul Bhatt : શું ખરેખર અમદાવાદમાં મહિલાઓ સુરક્ષિત નથી ? દિગ્ગજ નેતાના પત્રથી ખળભળાટ

Whatsapp share
facebook twitter