+

Ahmedbad Police : સિંધુભવન રોડ પર પોલીસની મેઘા ડ્રાઇવ, વાહનો, કેફે, હોટેલ-રેસ્ટોરેન્ટમાં ચેકિંગ

અમદાવાદના (Ahmedbad) સિંધુભવન રોડ પર મોટી સંખ્યામાં યુવાઓ અવરજવર કરે છે. ત્યારે સિંધુ ભવન રોડ પરથી જ નશીલા પદાર્થોનું વેચાણ સેવન તથા સ્ટંટ કરતા યુવાઓના વીડિયો સામે આવે છે, જેને…

અમદાવાદના (Ahmedbad) સિંધુભવન રોડ પર મોટી સંખ્યામાં યુવાઓ અવરજવર કરે છે. ત્યારે સિંધુ ભવન રોડ પરથી જ નશીલા પદાર્થોનું વેચાણ સેવન તથા સ્ટંટ કરતા યુવાઓના વીડિયો સામે આવે છે, જેને લઈને આજે અમદાવાદ શહેર પોલીસ દ્વારા સિંધુ ભવન રોડ (Sindhubhan Road) પર મેઘા ડ્રાઇવ યોજવામાં આવી હતી, જેમાં નશીલા પદાર્થોના વેચાણ સેવન હથિયારબંધીના અમલવારી અંગે ચેકિંગ કરવામાં આવ્યું હતું. હોટેલ, રેસ્ટોરન્ટ, કેફે સહિત 70 જગ્યાંએ ચેકિંગ કરવામાં આવ્યું હતું. ઉપરાંત, મોંઘીદાટ ગાડીઓ રોકીને તેમાં પણ પોલીસ (Ahmedbad Police) દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું.

ડીસીપી, ACP, PI સહિત 250 પોલીસ જવાનો સાથે ચેકિંગ

અમદાવાદ શહેર પોલીસનાં (Ahmedabad City Police) સેક્ટર 1 નીરજ બડગુજર, બે ડીસીપી, 10 એસીપી, 10 પીઆઈ, 20 PSI અને 250 જેટલાં પોલીસના જવાનો સાથે ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન મહિલા પોલીસને પણ સાથે રાખવામાં આવી હતી. પોલીસે ગોટિલા ગાર્ડનથી ફૂટ પેટ્રોલિંગ શરૂ કર્યું હતું. સિંધુભવન રોડ પર ફૂટ પેટ્રોલિંગ (foot patrolling) કરીને પોલીસની ટીમ અલગ-અલગ 10 ભાગોમાં વહેંચાઈ હતી અને ત્યારબાદ ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું.

અનેક શંકાસ્પદ અને મોંઘી ગાડીઓને રોકી ચેકિંગ કરાયું

આગામી રથયાત્રાને લઈને તથા શહેરમાં સામાજિક પ્રવૃત્તિઓ ડામવા માટે ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડ્રાઇવ દરમિયાન સિંધુભવન રોડ (Sindhubhan Road) પરથી પસાર થતાં અનેક શંકાસ્પદ વાહનો રોકીને તેને ચેક કરવામાં આવ્યા હતા. ઉપરાંત, મોંઘી ગાડીઓને પણ રોકીને ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન રાજકીય પક્ષો તથા પોલીસની પ્લેટ લગાવેલી હોય તેવી ગાડીઓ પણ ચેક કરવામાં આવી હતી. આ ચેકિંગમાં ગાડીમાં બ્લેક ફિલ્મ લગાવેલી હોય તો તે પોલીસ દ્વારા ગાડી ફિલ્મ હટાવીને કેસ પણ કરવામાં આવ્યા હતા.

રેસ્ટોરન્ટ, કેફે અને હોટેલમાં પણ તપાસ

પોલીસની અલગ-અલગ ટીમો સિંધુભવન રોડ પર આવેલા અલગ-અલગ રેસ્ટોરન્ટ, કેફે અને હોટેલમાં પણ ચેકિંગ માટે ગઈ હતી. પોલીસ દ્વારા કેફેમાં ખાસ ડ્રગ્સનું (Drugs) સેવન કે વેચાણ થતું હોય તે બાબતે ચેકિંગ કરવામાં આવ્યું હતું. ઉપરાંત, અન્ય પણ અસામાજિક પ્રવૃત્તિ અથવા તો ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અંગે ચેકિંગ કરવામાં આવ્યું હતું. પોલીસ (Ahmedabad City Police) દ્વારા શંકાસ્પદ ઈસમોને પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેમાં કોઈની પાસે હથિયાર છે કે નહીં તે અંગે પણ ચકાસણી કરવામાં આવી હતી.

ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરનાર સામે ગુનો

સેક્ટર 1 જેસીપી જણાવ્યું હતું કે, રોડ પર સામાજિક પ્રવૃત્તિઓની અનેક રજૂઆતો આવે છે, જેને લઈને મેગા ડ્રાઇવ ચલાવવામાં આવી હતી. અલગ-અલગ 10 ટીમો દ્વારા હોટેલ, કેફે અને વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિઓ ચાલતી હોય તો તે અંગે પણ તપાસ કરવામાં આવી હતી. સિંધુભવન રોડ (Sindhubhan Road) પર પણ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. દારૂ પીધેલા અથવા તો નશાકારક દ્રવ્યોનું પદાર્થનું સેવન કરીને વાહન ચલાવનાર વાહન ચાલકો સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરનાર સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

અહેવાલ : પ્રદિપ કચિયા

 

આ પણ વાંચો – AHMEDABAD : NEET રદ કરવાની માગ સાથે કોંગ્રેસના આક્રમક ધરણાં

આ પણ વાંચો – Ahmedabad: સાબરમતી નદી પ્રદૂષણ મુદ્દે ગુજરાત હાઇકોર્ટની AMC સામે લાલ આંખ

આ પણ વાંચો – Ahmedabad : ભગવાન જગન્નાથજી મોસાળ પધાર્યાં, ભવ્ય શોભાયાત્રા યોજાઈ, 15 દિવસ ભક્તોને આપશે દર્શન

Whatsapp share
facebook twitter