+

Ahmedabad : AMC એ બનાવેલો વાઇટ ટોપિંગ રોડ પ્રજા માટે સુખાકારી કે પછી દુઃખાકારી ?

અમદાવાદ (Ahmedabad) શહેરમાં કોર્પોરેશન (AMC) દ્વારા કુલ 22 જેટલા વાઇટ ટેપિંગ રોડ (white tapping roads) બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. શહેરમાં જ્યાં એક તરફ અલગ-અલગ વિસ્તારોમાં ચાલી રહેલી આ…

અમદાવાદ (Ahmedabad) શહેરમાં કોર્પોરેશન (AMC) દ્વારા કુલ 22 જેટલા વાઇટ ટેપિંગ રોડ (white tapping roads) બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. શહેરમાં જ્યાં એક તરફ અલગ-અલગ વિસ્તારોમાં ચાલી રહેલી આ રોડની કામગીરી અંગે લોકોનો અભિગમ સારો જોવા મળી રહ્યો છે. પરંતુ, બીજી તરફ શહેરમાં એક જગ્યા પર એવો રોડ બનાવ્યો કે લોકો અત્યારે તેની સામે સવાલો ઊભા કરી રહ્યા છે.

રસ્તો એક તરફ ઊંચો અને બીજી તરફ નીચો

રોડની ડિઝાઈન સામે સવાલ

અમદાવાદ (Ahmedabad) શહેરના જોધપુર (Jodhpur) વિસ્તારમાં AMC દ્વારા કુલ 1.13 કિલોમીટર વિસ્તારમાં વાઈટ ટેપિગ રોડ (white tapping roads) બનાવાયો છે, જેની પાછળ કોર્પોરેશન દ્વારા કુલ રૂ. 5.63 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. પરંતુ આ રોડની ડિઝાઇન જોઈને તેની સામે સવાલો થઈ રહ્યા છે. સવાલો એટલા માટે થઈ રહ્યા છે કે આ રસ્તો એક તરફ ઊંચો અને બીજી તરફ નીચો જોવા મળે છે અને સાથે અમુક જગ્યા પર રસ્તાનું લેવલ બરોબર ન પણ જોવા મળે છે, જેને લઇને AMC ના વિપક્ષ નેતા દ્વારા પણ આ રોડને લઈને સવાલો પણ ઉઠાવ્યા છે.


રોડની ડિઝાઈન સામે સવાલ

કામગીરી વખતે એન્જિનિયર, કોન્ટ્રાક્ટર હાજર ન હોવાનો આક્ષેપ

રોડ બનાવવાના કામમાં થયેલી બેદરકારીને કારણે રોડ પરથી પસાર થતાં વાહનો તથા નગરજનો અકસ્માતના ભોગ બને તેમ જ રોડ ઊંચો-નીચો હોવાથી વાહનચાલકો તથા નગરજનોને કમરનાં દુ:ખાવા થવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે. જ્યારે સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, રોડ બનતો હતો ત્યારે કહ્યું હતું કે અહીંયા કોઈ લેવલ નથી. પરંતુ ત્યાં સંભાળવા માટે પણ કોઈ એન્જિનિયર હાજર ન હતા. જ્યારે પણ કામ ચાલે ત્યારે માત્ર મજૂર વર્ગ કામ કરતો હતો. બાકી તમામ એન્જિનિયર અને કોન્ટ્રાક્ટર આવ્યા ન હતા, જેથી આ પરિણામ આવ્યું છે.

અહેવાલ : પ્રદિપ કચિયા

આ પણ વાંચો – AMC : શહેરના ચાર રસ્તા પર ઘટાદાર વૃક્ષો ઉગાડાશે, કચરાંનો નિકાલ થશે, નવા ચાર્જિંગ સ્ટેશન લગાવાશે

આ પણ વાંચો – MLA Amul Bhatt : શું ખરેખર અમદાવાદમાં મહિલાઓ સુરક્ષિત નથી ? દિગ્ગજ નેતાના પત્રથી ખળભળાટ

આ પણ વાંચો – VADODARA : ડભોઈનો સરિતા ફાટક બ્રિજ 7 દિવસ વાહન વ્યવહાર માટે બંધ

Whatsapp share
facebook twitter