+

Ahmedabad : 500 વૃક્ષોનું નિકંદન કરનાર એજન્સીઓ પાસેથી રૂ.50-50 લાખનો દંડ ક્યારે વસૂલાશે ? લીધો આ નિર્ણય!

અમદાવાદમાં (Ahmedabad) જાહેરાતના હોર્ડિગ્સ દેખાય તે માટે બે એજન્સીઓ દ્વારા અંદાજે 600 જેટલા વૃક્ષોનું નિકંદન કરવામાં આવ્યું હતું. આ મામલો સામે આવતા વૃક્ષ (trees) કાપનાર 2 એજન્સી ઝવેરી એન્ડ કંપની…

અમદાવાદમાં (Ahmedabad) જાહેરાતના હોર્ડિગ્સ દેખાય તે માટે બે એજન્સીઓ દ્વારા અંદાજે 600 જેટલા વૃક્ષોનું નિકંદન કરવામાં આવ્યું હતું. આ મામલો સામે આવતા વૃક્ષ (trees) કાપનાર 2 એજન્સી ઝવેરી એન્ડ કંપની અને ચિત્રાને રૂ. 50-50 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જો કે, ઘણા દિવસો બાદ પણ આ દંડની વસૂલાત કરવામાં આવી નથી. ત્યાર હવે દંડ વસૂલવાના બદલે ડિપોઝિટમાંથી જ સરભર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અમદાવાદમાં બે પબ્લિસિટી એજન્સી (publicity agencies) દ્વારા અંદાજે 600 જેટલા વૃક્ષો કાપવામાં આવ્યા હતા, જેને લઈને AMC દ્વારા રૂ. 50-50 લાખનો દંડ ફટકારવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ, તેને વસૂલવા માટે હજી સુધી કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારે ચિત્રા બી અને ઝવેરી એન્ડ કંપની પૈકી ઝવેરી એન્ડ કંપનીએ પોતાની જવાબદારી સ્વીકારી લીધી છે. સાથે જ 2 હજાર જેટલા વૃક્ષોનો ઉછેર પણ કરવામાં આવશે. ત્યારે ચિત્રા બી તરફથી હજુ સુધી વૃક્ષ કાપ્યાની કોઈ જવાબદારી સ્વીકારવામાં આવી નથી.

એજન્સીની ડિપોઝિટમાંથી દંડની ભરપાઈ!

સમગ્ર મામલે હાલ અમદાવાદ (Ahmedabad) મનપા એ નિર્ણય કર્યો છે કે બંને પબ્લિસિટી એજન્સીની ડિપોઝિટ અમદાવાદ મહાનગરપાલિકા (AMC) પાસે જમા છે જે રૂ. 50 લાખ કરતા પણ વધારે છે. તેમાંથી જ દંડની ભરપાઈ અમદાવાદ મનપા દ્વારા કરવામાં આવશે. ત્યારે અહીંયા સવાલ એ ઊભો થાય છે કે મહાનગરપાલિકા દ્વારા મોટા ઉપાડે જાહેરાત તો કરી દેવામાં આવી કે વૃક્ષો (trees) કાપવા બદલ રૂ. 50 લાખનો દંડ વસૂલ કરવામાં આવશે. પરંતુ, આટલો સમય વિતી બાદ પણ કાર્યવાહી કરવામાં આવી નથી. તેમ જ સમગ્ર મામલે કમિશનર દ્વારા CCTV સહિતના પુરાવાઓ પોલીસ સમક્ષ પણ રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારે આ મામલે હજુ સુધી કોઈ પણ જાતની ફરિયાદ પણ દાખલ નહીં કરાતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આ બંને એજન્સીઓ પોતાનો દંડ ચૂકવે છે કે પછી કોર્પોરેશન દ્વારા ડિપોઝિટમાંથી વસૂલવામાં આવે છે.

 

અહેવાલ- રીમા દોશી, અમદાવાદ

 

આ પણ વાંચો – Ahmedabad : પલ્લવ ચાર રસ્તા પાસેના ફ્લેટમાં છત ધરાશાયી, બાળકી-મહિલાનો આબાદ બચાવ

આ પણ વાંચો – Ahmedabad : સોડા પીતા પહેલા બોટલ જરૂર ચેક કરજો, કાનખજૂરો નીકળ્યો હોવાનો યુવકનો આક્ષેપ

આ પણ વાંચો – Kutch : ભુજ હોમગાર્ડ કચેરીમાંથી ચાંદીની પૌરાણિક વસ્તુઓનો વર્ષો જૂનો ખજાનો મળ્યો

Whatsapp share
facebook twitter