+

Ahmedabad : LD એન્જિ. કોલેજની હોસ્ટેલના ખંડેર રૂમમાંથી વિદ્યાર્થીનો મૃતદેહ મળતા ચકચાર!

અમદાવાદની (Ahmedabad) એલ.ડી એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં એક વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવ્યો હોવાના સમાચાર છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર, હોસ્ટેલમાં રહેતા 20 વર્ષનાં વિદ્યાર્થીનો કોલેજના ખંડેર રૂમમાંથી મૃતદેહ મળી આવ્યો છે. મૃતક…

અમદાવાદની (Ahmedabad) એલ.ડી એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં એક વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવ્યો હોવાના સમાચાર છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર, હોસ્ટેલમાં રહેતા 20 વર્ષનાં વિદ્યાર્થીનો કોલેજના ખંડેર રૂમમાંથી મૃતદેહ મળી આવ્યો છે. મૃતક વિદ્યાર્થીના ગળા અને હાથ પર બ્લેડ માર્યાંના નિશાન છે. પ્રાથમિક તપાસમાં મૃતકે આપઘાત કર્યો હોવાની શંકા છે, જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. બનાવ અંગે ગુજરાત યુનિવર્સિટી પોલીસે (Gujarat University Police) તપાસ શરૂ કરી છે.

વિદ્યાર્થી કેમિકલ એન્જિ.નાં ચોથા સેમેસ્ટરમાં કરતો હતો અભ્યાસ

વિદ્યાર્થીના હાથ-ગળાના ભાગે બ્લેડ માર્યાંના નિશાન

પ્રાપ્ત અહેવાલ અનુસાર, અમદાવાદનાં (Ahmedabad) LD એન્જિનિયરિંગ કોલેજમાં (LD Engineering College) કેમિકલ એન્જિ.નાં ચોથા સેમેસ્ટરમાં અભ્યાસ કરતો ઉર્વિંન ચૂહિયા નામના વિદ્યાર્થીનો હોસ્ટેલના ત્રીજા માળે 435 નંબરના રૂમમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. મૃતક વિદ્યાર્થીના હાથમાં અને ગળાના ભાગે બ્લેડ માર્યાના નિશાન હતા. જે રૂમમાંથી મૃતદેહ મળી આવ્યો છે, તે રૂમ ખંડેર હાલતમાં હતો. મૃતકનો મિત્ર સવારે રૂમ તરફ આવ્યો અને રૂમ બંધ હોવાથી શંકા થઈ હતી.

હોસ્ટેલના ત્રીજા માળે 435 નંબરના રૂમમાંથી મૃતદેહ મળી આવ્યો

વિદ્યાર્થીની હત્યા કે આત્મહત્યા ? તપાસ તેજ

ત્યાર બાદ રૂમમાં તપાસ કરતા વિદ્યાર્થીનો લોહીથી લથપથ હાલતમાં મૃતદેહ પડ્યો હતો, જેથી પોલીસને જાણ કરવામાં આવી હતી. ગુજરાત યુનિવર્સિટી પોલીસે (Gujarat University Police) ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, મૃતકે જાતે જ બ્લેડ મારી આપઘાત કરી લીધો છે. મૃતકની 1 જુલાઈએ પરીક્ષા હતી, જેમાં મૃતક મોબાઈલ સાથે ઝડપાયો હતો, જેથી ભવિષ્ય અંગે ડર લગતા મૃતકે પગલું ભર્યું હોવાનું હાલ માનવામાં આવી રહ્યું છે. મૃતક વિદ્યાર્થી માંડવી (Mandvi) ગોકુળ વાસનો રહેવાસી હતો. વિદ્યાર્થીએ આપઘાત કર્યો છે કે પછી તેની હત્યા કરવામાં આવી છે તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો – Surat : ભાડું વસૂલનારા શખ્સના રિમાન્ડ મંજૂર, મુખ્ય આરોપી મકાન માલિક-માતા હાલ પણ ફરાર

આ પણ વાંચો – Mehsana : ખાદ્યપદાર્થમાં ‘લાપરવાહી’ એ તો હદ વટાવી! બ્રાન્ડેડ દહીમાંથી નીકળી ફૂગ! થઈ કાર્યવાહી

આ પણ વાંચો – Rajkot Gamezone fire : આરોપી સાગઠિયાએ આપેલી આડેધડ મંજૂરીઓ રદ થશે! 80 સ્થળનો સરવે થયો

Whatsapp share
facebook twitter