+

Ahmedabad: ફાયર અને એસ્ટેટ વિભાગ એક્શનમા, 42 યુનિટ સીલ કરાયા

Ahmedabad :રાજકોટ અગ્નિકાંડ બાદ હવે અમદાવાદ(Ahmedabad)માં પણ તપાસનો ધમધમાટ શરૂ થયો છે ત્યારે બુધવાર રાત સુધીમાં 300 થી વધુ યુનિટ ચેક કરવામાં આવ્યા જેમાં 42 યુનિટ સીલ કરવામાં આવ્યા ખાસ…

Ahmedabad :રાજકોટ અગ્નિકાંડ બાદ હવે અમદાવાદ(Ahmedabad)માં પણ તપાસનો ધમધમાટ શરૂ થયો છે ત્યારે બુધવાર રાત સુધીમાં 300 થી વધુ યુનિટ ચેક કરવામાં આવ્યા જેમાં 42 યુનિટ સીલ કરવામાં આવ્યા ખાસ તો જો વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં ફાયર અને એસ્ટેટ વિભાગની ટીમ સાથે મળીને ગેમ ઝોન બાદ હવે હોસ્પિટલ માં પણ તપાસ શરૂ કરવામાં આવી છે સાથે જ જે સ્થળો પર સૌથી વધુ પબ્લિક એકત્ર થતી હોય તે તમામ સ્થળો ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવશે આગામી દિવસોમાં મોલ થિયેટર શૈક્ષણિક સંસ્થાઓમાં પણ ચેકીગ હાથ ધરવામાં આવશે.

હાટકેશ્વર વોર્ડમાં  ચેકિંગ   કરાયું

ફાયર અને એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા હાટકેશ્વર વોર્ડમાં તપાસ કરવામાં આવી ત્યારે ક્રોમા ઇલેક્ટ્રોનિક સ્ટોર અને ઝૂડિયોને પણ સીલ કરવામાં આવ્યું મહાદેવ લોટસ નામની બિલ્ડીંગમાં આ બંને મોલ આવેલા છે જેમની ફાયર એનઓસી મેં 2023 માં છે પૂર્ણ થઈ ચૂકી હતી બાદમાં તેને રીન્યુ પણ કરવામાં આવી નથી તે મામલે બન્ને સીલ કરવામાં આવી સાથે જ તેની બાજુમાં આવેલ સરસ્વતી હોસ્પિટલને પણ ચેક કરવામાં આવી તો ત્યાં પણ ફાયર એનઓસી નહીં મળતા તેને પણ મારવામાં આવ્યું

વિવેકાનંદ કોલેજ સીલ  કરાઇ

અમદાવાદ શહેરમાં રાયપુર ચાર રસ્તા નજીક આવેલ વિવેકાનંદ કોલેજમાં પણ ફાયર અને BU પરમિશન નહીં હોવાના કારણે એસ્ટર અને ફાયરની ટીમ દ્વારા સીલ મારવામાં આવી સાથે જ આગામી દિવસોમાં પણ આ જ પ્રકારેની કામગીરી સતત ચાલતી રહેશે તે માટે ખાસ SOP બનાવવામાં આવી છે જે અંતર્ગત તમામ હોસ્પિટલ મોલ હાયરાઇઝ બિલ્ડીંગ માટે પણ ફાયર એનઓસી લેવાની રહેશે સાથે જ હાલમાં ફાયર એનઓસી રીન્યુ કરવામાં વિલંબ થતો હોય તેવું તંત્રનું માનવું છે એક વખત ફાયર એનઓસી લીધા બાદ તેને રીન્યુ કરવામાં નથી આવતી જે આગામી સમયમાં યોગ્ય રીતે થાય તેના ઉપર અમદાવાદ મનપા દ્વારા પણ ભાર મૂકવામાં આવશે સાથે જ જો કોઈ મોટી બિલ્ડીંગ કે જેમાં બૂ અથવા તો ફાયર એનઓસી ન હોય તો તે અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવાના સૂચન સરકાર દ્વારા આપી દેવામાં આવ્યા છે

અહેવાલ -રીમા દોશી -અમદાવાદ 

આ  પણ  વાંચો  – Panchmahal : ફરીવાર દારૂબંધીના લીરેલીરા ઉડ્યા! સરકારી હોસ્પિટલ દારૂનો અડ્ડો બની ?

આ  પણ  વાંચો  – Gujarat High Court : હાઈકોર્ટના એડિશનલ રજિસ્ટ્રારે સોલા પોલીસ મથકે નોધાવી ફરીયાદ

આ  પણ  વાંચો  Botad : પોલીસે BJP નેતાની ધરપકડ તો કરી પછી ડર લાગતા નેતાને ઉતારીને ફરાર!

 

Whatsapp share
facebook twitter