+

Ahmedabad : ભીની આંખે રામભક્તે કહ્યું- ‘હું રામ પાસે જાઉં છું…’, અયોધ્યા જવાનું સપનું રેળાતા કર્યો આપઘાતનો પ્રયાસ

સમગ્ર ભારત દેશમાં હાલ લોકો રામ નામની ભક્તિમાં લીન થયા છે. અયોધ્યામાં (Ayodhya) નિર્માણ પામી રહેલા ભગવાન શ્રીરામના ઐતિહાસિક મંદિરની (Ram Mandir) પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા…

સમગ્ર ભારત દેશમાં હાલ લોકો રામ નામની ભક્તિમાં લીન થયા છે. અયોધ્યામાં (Ayodhya) નિર્માણ પામી રહેલા ભગવાન શ્રીરામના ઐતિહાસિક મંદિરની (Ram Mandir) પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ઐતિહાસિક ક્ષણનો ભાગ બનવા માટે મોટી સંખ્યામાં લોકો અયોધ્યા પહોંચી રહ્યા છે. ત્યારે સ્થાનિક તંત્ર અને સરકાર દ્વારા સુરક્ષા અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને લોકોને 22 જાન્યુઆરીના રોજ રામ મંદિર (Ram Mandir) પ્રાણ પ્રતિષ્ઠા દિવસે અયોધ્યા ન આવીને પોતાના ઘરે જ આ મહોત્સવની ઉજવણી કરવામાં અપીલ કરવામાં આવી છે. જો કે, આ વચ્ચે અમદાવાદના (Ahmedabad) ન્યૂ રાણીપ વિસ્તારમાં રહેતા એક શખ્સે અયોધ્યા જવાનું સપનું અઘરું રહેતા આપઘાતનો પ્રયાસ કર્યો છે. આપઘાત પહેલા શખ્સે એક વીડિયો પણ બનાવ્યો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ, અમદાવાદના (Ahmedabad) ન્યૂ રાણીપ વિસ્તારમાં રામચરણ રામનેશ મિશ્રા રહે છે. તેઓેએ 1008 રામભક્તોને પોતાની સાથે રાખી અયોધ્યા જવાનું અભિયાન હાથ ધર્યું હતું. જો કે, કોઈ કારણવશ 1008 રામભક્તો સાથે અયોધ્યા જવાનું તેમનું સપનું પૂરું ન થતા રામચરણ મિશ્રા ખૂબ જ દુ:ખી અને આઘાતમાં સરી પડ્યા હતા. દરમિયાન, તેમણે ગાંધીનગર કેનાલમાં પડતું મૂકીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આત્મહત્યા કરતા પહેલા તેમણે એક વીડિયો બનાવ્યો હતો અને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. આ વીડિયો પોલીસ બેડામાં વાયરલ થતાં જ અડાલજ પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આયોજક ટ્રસ્ટી અને રામભક્ત રામચરણ મિશ્રાનો જીવ બચાવ્યો હતો.

 

મોબાઈલને ટ્રેસ કરીને પોલીસે જીવ બચાવ્યો

આ મામલે અમદાવાદની (Ahmedabad) અડાલજ પોલીસે જણાવ્યું કે, સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયો સામે આવતા વીડિયોના બેકગ્રાઉન્ડમાં દેખાતા લોકેશનને ઓળખવાના પ્રયાસ હાથ ધરવાની સાથે પોલીસે મોબાઈલને ટ્રેસ કરીને રામચરણ મિશ્રા સુધી પહોંચી હતી અને તેમનો જીવ બચાવ્યો હતો. રામચરણ મિશ્રાને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

 

આ પણ વાંચો – Valsad : વાપીમાં પતિ પત્ની વચ્ચેની સામાન્ય બબાલનો કરુણ અંજામ

Whatsapp share
facebook twitter