+

Ahmedabad : સો. મીડિયા પર ટાસ્ક આપી લોકોનાં કરોડો રૂપિયા પડાવતી ગેંગના 3 ઝડપાયાં

Ahmedabad : ‘ઘરે બેસીને રોજનાં 2 હજાર કમાવો’ જો તેમને પણ એવો મેસેજ અને લિંક સોશિયલ મીડિયા પર મળે આવે તો એલર્ટ થઈ જજો. કારણ કે એક ઠગ ટોળકી આવા…

Ahmedabad : ‘ઘરે બેસીને રોજનાં 2 હજાર કમાવો’ જો તેમને પણ એવો મેસેજ અને લિંક સોશિયલ મીડિયા પર મળે આવે તો એલર્ટ થઈ જજો. કારણ કે એક ઠગ ટોળકી આવા મેસેજ અને લિંક મોકલીને લોકોનાં ખાતામાંથી લાખો રૂપિયા પડાવી રહી છે. આવી જ એક ગેંગને અમદાવાદ સાઇબર ક્રાઇમ બ્રાંચની (Crime Branch) ટીમે ઝડપી લીધી છે.

અમદાવાદ સાઇબર ક્રાઇમ બ્રાંચના (Ahmedabad Cyber ​​Crime Branc68) હાથે ઝડપાયેલી ગેંગના શખ્સો રોજના બે હજાર રૂપિયા આપવાને બદલે લોકોના એકાઉન્ટમાંથી લાખો પડાવી લેતા હતા. આ ગેંગની ઝપટે 100 થી વધુ લોકો ચડ્યા હોવાનું અને તેમણે કરોડો રૂપિયા ઘર ભેગા કર્યાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. આ ટોળકી લોકોને ખાતામાં રોજે રોજ નફો દેખાડીને લલચાવતી હતી અને જ્યારે રૂપિયા ઉપાડવાની વાત આવે ત્યારે તેમનો અસલી ચહેરો છતો કરતા હોય છે. આ રેકેટેમાં કેટલા લોકોની સંડોવણી છે તેની તપાસ ચાલી રહી છે.

સો. મીડિયા એપમાં એડ કરી ટાસ્ક આપતા

રેટિંગ આપીને લાઇક કરીને રૂપિયા કમાવાની મોડેસ ઓપેરેન્ડીથી લોકોનાં પૈસા પડાવતી ગેંગ અંગે માહિતી આપતાં સાઇબર ક્રાઇમ બ્રાંચના ACP હાર્દિક માંકડિયાએ (ACP Hardik Mankadia) જણાવ્યું કે, આ ગેંગના સાગરિતો પહેલા સર્ચ એન્જિનની મદદથી ટાર્ગેટ નક્કી કરતા હતા અને ત્યારબાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લિંક મોકલીને ‘તમારે જો ઘરે બેઠા રોજના હજાર કે બે હજાર કમાવા હોય તો અમારો સંપર્ક કરો’ એવો મેસેજ કરતા હતા. જે લોકો રસ બતાવે તેમને ટેલીગ્રામ ગ્રૂપમાં એડ કરવામાં આવે અને ટાસ્ક આપવામાં આવે. એક ટાક્સ પૂરો કરીને જેટલા રૂપિયા કમાયા તેના ફોટા મોકલવામાં આવતો હતો. પરંતુ, જ્યારે રૂપિયા ઉપાડવાની વાત આવે ત્યારે જુદા જુદા બહાને ગઠિયાઓ વધુ રૂપિયા પડાવી લેતા હતા. આવી જ રીતે આ ગેંગનો ભોગ બનેલા અમદાવાદના નાગરિકે ફરિયાદ નોંધાવતાં સાઇબર ક્રાઇમ બ્રાંચની (Cyber ​​Crime Branch) તપાસમાં વિકાસ ધર્મેન્દ્ર પટેલ, મિનિતસિંહ ઉર્ફે રેમો ભરતસિંહ રાઠોડ તથા ડીકેશ પ્રફુલ્લભાઇ પટેલની ધરપકડ કરવામાં આવી છે. તેમની સાથે અન્ય લોકોની સંડોવણી હોવાનું પણ તપાસમાં સામે આવે તેવી સંભાવના પોલીસ જોઇ રહી છે.

લોકોના રૂપિયા ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરી વિદેશ મોકલતા

અમદાવાદ સાઇબર ક્રાઇમની તપાસમાં જાણવા મળ્યું છે કે, લોકો સાથે છેતરપિંડી કરીને લેવામાં આવેલી રકમ ક્રિપ્ટો કરન્સીમાં (crypto currency) કન્વર્ટ કરીને વિદેશ મોકલવામાં આવતી હતી અને જેમાં ત્યાંની પણ કેટલીક ગેંગ એક્ટિવ હોય તેવું જાણવા મળ્યું છે. આ સમગ્ર રેકેટમાં લોકો પાસેથી એકાઉન્ટ ભાડે લેવા માટે પણ ટાસ્ક આપવામાં આવતા હતા અને તેના પણ રૂપિયા ચૂકવવામાં આવતા હોવાની વિગતો પણ જાણવા મળી રહી છે. સામાન્ય વ્યક્તિ લાલચમાં આવીને પોતાની રકમ ગુમાવે તેવા રેકેટમાં આગામી સમયમાં વધુ ઘટસ્ફોટ થાય તેવી શક્યતા છે.

અહેવાલ : પ્રદિપ કાછીયા

 

આ પણ વાંચો – Ahmedabad : એપ્લિકેશનમાં રોકાણ કરી 70% નફાની લાલચ અલગ-અલગ રાજ્યનાં લોકો સાથે છેતરપિંડી આચરી

આ પણ વાંચો – અમદાવાદ એરપોર્ટ પરથી ફિલીપાઇન્સની મહિલા પાસેથી સ્કૂલ બેગમાં 2.121 કિલો ડ્રગ્સ ઝડપાયું

આ પણ વાંચો – ભાવનગર જિલ્લામાં 5 પોલીસ અધિકારીઓની કરવામાં આવી બદલી

Whatsapp share
facebook twitter