+

AHIR CHARAN VIVAD : ચારણ સમાજ વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી મામલે જાણો કોણે શું કહ્યું ?

ભાવનગરના (Bhavnagar) તળાજામાં 14મીએ આહિર સમાજ (Ahir Samaj) દ્વારા યોજાયેલ સમૂહલગ્ન કાર્યક્રમમાં કથિત ગીગાભાઈ ભમ્મર (Gigabhai Bhammar) નામના આગેવાન દ્વારા ચારણ સમાજ (Charan Samaj) અંગે વિવાદાસ્પદ અને અપમાનજનક ટિપ્પ્ણી કર્યાનો…

ભાવનગરના (Bhavnagar) તળાજામાં 14મીએ આહિર સમાજ (Ahir Samaj) દ્વારા યોજાયેલ સમૂહલગ્ન કાર્યક્રમમાં કથિત ગીગાભાઈ ભમ્મર (Gigabhai Bhammar) નામના આગેવાન દ્વારા ચારણ સમાજ (Charan Samaj) અંગે વિવાદાસ્પદ અને અપમાનજનક ટિપ્પ્ણી કર્યાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતા ચારણ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે નેતા, કલાકારો, સંતો-મહંતો દ્વારા આહીર અને ચારણ સમાજના (AHIR CHARAN VIVAD) લોકોને ગુજરાત ફર્સ્ટના (Gujarat First) માધ્યમથી ખાસ અપીલ કરવામાં આવી છે. કોઈ એક વ્યક્તિના નિવેદનના કારણે બંને સમાજમાં વર્ગવિગ્રહ ઉત્પન્ન ન થાય તેવી અપીલ કરાઈ છે. ગુજરાત ફર્સ્ટ કથિત ગીગાભાઈ ભમ્મરના વીડિયોની પુષ્ટિ કરતું નથી.

મહાનુભાવોની બંને સમાજને અપીલ

ભાવનગરના તળાજામાં (Talaja) 14મીએ આહિર સમાજ (Ahir Samaj) દ્વારા દેવાયત બોદર સમૂહલગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના લોકો હાજર રહ્યા હતા. દરમિયાન, કથિત ગીગાભાઈ ભમ્મર (Gigabhai Bhammar) નામના આગેવાન દ્વારા ચારણ સમાજના (Charan Samaj) સોનબાઈનો ઉલ્લેખ કરીને સમાજ અંગે વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું હતું. તેમની આ અપમાનજનક ટિપ્પણીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ચારણ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આ મામલે ગુજરાત ફર્સ્ટના (Gujarat First) માધ્યમથી સોનલધામ મઢડાના ગિરીશ આપા (Girish Apa), રાજભા ગઢવી (Rajbha Gadhvi), માયાભાઈ આહીર (Mayabhai Ahir), હકાભા ગઢવી (Hakabha Gadvi), અંબરિશ ડેર (Ambarish Der), હરિશદાન ગઢવી (Harishdan Gadhvi), દેવરાજ ગઢવી (Devraj Gadhvi) અને પૂનમબેન માડમ (Poonamben Madam) સહિતના મહાનુભાવોએ પોતાની પ્રતિક્રિયા આપી છે અને બંને સમાજને અપીલ કરી છે કે આવા અમુક લોકોના વિવાદાસ્પદ નિવેદનના કારણે બંને સમાજમાં વર્ગવિગ્રહ ઉત્પન્ન ન થવો જોઈએ. ગુજરાત ફર્સ્ટ (Gujarat First) કથિત ગીગાભાઈ ભમ્મરના વીડિયોની પુષ્ટિ કરતું નથી.

સોનલધામ મઢડાના ગિરીશ આપા :

સોનલધામ મઢડાના ગિરીશ આપાએ કહ્યું કે, આ ખૂબ જ દુ:ખદ ઘટના છે. અનેક લોકોની હાજરીમાં ચારણ સમાજ વિરુદ્ધ આવું વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું છે. આવી વ્યક્તિએ ચારણ સમાજની લાગણી દુભાવી છે. ચારણ સમાજે કાયદાની જોગવાઈ મુજબ પગલાં લેવા જોઈએ. સમાજને ખાસ મંતવ્ય છે કે ચર્ચા કરીને આગળ પગલાં લેવા જોઈએ.

જાણો રાજભા ગઢવીએ શું કહ્યું ?

આ વિવાદ મામલે કલાકાર રાજભા ગઢવીએ કહ્યું કે, જેમને ચારણ સમાજ વિશે ખબર નથી તેવા લોકોએ પહેલા ચારણત્વ શું છે તે જાણવું જોઈએ. કંઈ ખબર નથી તેવા લોકો આવું ઝેર ઓકે છે. ચારણ સમાજ વિશે ખબર ના હોય તો જાહેરમાં બોલાય નહીં. રાજભા ગઢવીએ આગળ કહ્યું કે, આવા લોકો જે ચારણ સમાજ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરે છે તેમની સામે કાયદાકીય પગલાં લેવા જોઈએ. આવા લોકો માફીને લાયક નથી.

માયાભાઈ આહિર :

લોક સાહિત્યકાર માયાભાઈ આહિરે આ મામલે કહ્યું કે, સમગ્ર વિશ્વમાં તમામ સમાજના કુળદેવી ચારણ જગદંબા છે, જેમને ઈતિહાસની ખબર ન હોય તેનાથી આવું બોલાઈ ગયું હોય. બંન્ને સમાજ વચ્ચે વર્ષો જૂનો સંબંધ છે. આ ઘટનાથી માત્ર ચારણ સમાજ નહીં પણ અમને પણ દુ:ખ છે. કારણે કે કોઈના પણ વિશે નીચું ના બોલાવવું જોઈએ. ભલે તમે અમને મામા કહો, પણ અમે તમારા ચરણની રજ છીએ.

સાંસદ પૂનમબેન માડમ :

આ મામલે જામનગરના સાંસદ પૂનમબેન માડમે પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ચારણ અને આહીર સમાજનો સંબંધ પરિવાર જેવો છે. આ વ્યક્તિગત નિવેદન છે. આવા વ્યક્તિને નોલેજનો અભાવ હોય, ઇતિહાસનો અભાવ હોય અથવા વ્યક્તિગત પ્રશ્ન હોય. તો આવા વ્યક્તિ દ્વારા વ્યક્તિગત નિવેદન આપવામાં આવ્યું છે. આ કોઈ સમગ્ર સમાજનો અભિપ્રાય નથી. આમાં કોઈ સહમત નથી. આ ખૂબ જ દુ:ખદ વાત છે.  મારી બંન્ને સમાજને અપીલ છે કે વર્ગવિગ્રહ ન થાય તેનું ધ્યાન રાખવામાં આવે.

કોંગ્રેસ નેતા અંબરિશ ડેર :

હાસ્ય કલાકાર હકાભા ગઢવીનું નિવેદન :

હરિશદાન ગઢવીની પ્રતિક્રિયા :

દેવરાજ ગઢવીએ કહી આ વાત :

કિશોરદાન ગઢવીની પ્રતિક્રિયા :

 

આ પણ વાંચો – AHIR CHARAN VIVAD : ચારણ અને આહિર સમાજ વચ્ચે સમાધાનનો Gujarat First નો પ્રયાસ, જુઓ સાંજે 7.55 કલાકે આ ખાસ કાર્યક્રમ

Whatsapp share
facebook twitter