+

Gujarat lokSabha Eleciton : તારીખોની જાહેરાત બાદ નેતાઓનો હુંકાર, કર્યાં આ દાવા, ગેનીબેન ઠાકોરનો અલગ અંદાજ

લોકસભા-2024 ચૂંટણીની (Gujarat LokSabha Election 2024) તારીખોની જાહેરાત આજે ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી છે. દેશભરની કુલ 543 બેઠકો માટે લોકસભા ચૂંટણી 7 તબક્કામાં યોજાશે. જ્યારે મત ગણતરી 4 જૂન…

લોકસભા-2024 ચૂંટણીની (Gujarat LokSabha Election 2024) તારીખોની જાહેરાત આજે ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી છે. દેશભરની કુલ 543 બેઠકો માટે લોકસભા ચૂંટણી 7 તબક્કામાં યોજાશે. જ્યારે મત ગણતરી 4 જૂન થશે. ગુજરાતની ચૂંટણીની વાત કરીએ તો તમામ 26 લોકસભા બેઠકો (Gujarat lok Sabha Eleciton) માટે એક જ દિવસે મતદાન યોજાશે. ગુજરાતની તમામ 26 બેઠકો પર ત્રીજા તબક્કામાં 7 મેના રોજ મતદાન થશે. જયારે પાંચ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી પણ યોજાશે. ચૂંટણી તારીખો સામે આવતા રાજકીય પાર્ટીઓના વિવિધ નેતાઓ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે.

ભાજપની ઐતહાસિક જીત થશે : અર્જુન મોઢવાડિયા

પોરબંદરના પૂર્વ ધારાસભ્ય અને વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડિયાએ (Arjun Modhwadia) લોકસભા અને વિધાનસભા પેટાચૂંટણીની તારીખો જાહેર થતા નિવેદન આપતા કહ્યું હતું કે, આ વખતની ચૂંટણી બધી રીતે ઐતહાસિક રહેવાની છે. વિપક્ષો દ્વારા આપવામાં આવતા નકારાત્મક ભાષણોનો ભાંડાફોડ થવાનો છે અને ભાજપની (BJP) ઐતહાસિક જીત થવાની છે. તેમણે કહ્યું કે, લોકસભા-2024 ચૂંટણીમાં (Gujarat lokSabha Eleciton) ગુજરાતની 26 બેઠકોને 5 લાખની વધુ લીડથી જીતાડવાની છે.

‘મોદી સરકાર દેશને વિશ્વ ફલક પર પહોંચાડશે’

ક્ચ્છ-મોરબી (Kutch-Morbi) બેઠકના ઉમેદવાર વિનોદ ચાવડાએ (Vinod Chavda) પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, પીએમ મોદીજીના વિકાસકાર્યોની જીત થશે. ભાજપના કાર્યો લોકો સુધી પહોંચ્યા છે. લોકો વધુમાં વધુ મતદાન કરીને ભાજપને જીતાડશે એવો વિશ્વાસ છે. જ્યારે ભાજપ પ્રવક્તા ડોક્ટર કમલેશ રાજગોરે (Dr. Kamlesh Rajgare) પણ પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે, ત્રીજીવાર મોદી સરકાર (Modi government) બનશે તેઓ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. કમલેશ રાજગોરે કહ્યું કે, બુથ લેવલે ભાજપે ખૂબ મહેનત કરી છે. આખા દેશમાં ભગવો લહેરાશે એવો અમને વિશ્વાસ છે. તમામ વિધાનસભાની પેટ ચૂંટણી પણ ભાજપ કવર કરશે. મોદી પરિવાર (Modi Parivaar) ત્રીજીવાર અને 400 પ્લસ બેઠકો સાથે સરકાર બનાવશે. મોદી સરકાર દેશને વિશ્વ ફલક પર પહોંચાડશે.

મોદીની ગેરન્ટીમાં સૌરાષ્ટ્રની પ્રજાને વિશ્વાસ છે : રાજુ ધ્રૂવ

સૌરાષ્ટ્ર ભાજપના પ્રવકતા રાજુ ધ્રૂવે (Raju Dhruv) કહ્યું કે, સૌરાષ્ટ્ર અને ક્ચ્છની 8 બેઠક પર ભાજપ સજ્જ છે. 5 લાખથી પણ વધુ મતોથી અમે જીતવાના છીએ. મોદીની ગેરન્ટીમાં સૌરાષ્ટ્રની પ્રજાને વિશ્વાસ છે. વડાપ્રધાન મોદીએ (PM Narendra Modi) સૌરાષ્ટ્રને 2 કેન્દ્રીયમંત્રી આપ્યા છે. જ્યારે એમએલએ મહેશ કસવાળાએ (Mahesh Kaswala) કહ્યું કે, 2047 વિકસિત ભારતના વિઝન સાથે PM મોદી કામ કરે છે. દેશવાસીઓ પણ ત્રીજી ટર્મમાં પ્રધાનમંત્રી તરીકે મોદીજીને જોવા ઈચ્છે છે. આ સાથે તેમણે 4 બેઠકોના ગુંચવાયેલા કોકડાને રણનીતિનો ભાગ ગણાવ્યો હતો. રાજ્યસભાના સાંસદ મયંકભાઇ નાયકે (Mayankbhai Nayak) પણ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ત્રીજી વાર મોદી સરકાર બનશે તેવો વિશ્વાસ છે અને ગુજરાતની બેઠકો 5 લાખથી વધુની લીડથી કબજે કરીશું એવા લક્ષ્ય સાથે પક્ષ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.

પ્રચારમાં ગેનીબેન ઠાકોરનો અલગ અંદાજ

બીજી તરફ પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહે (Gulab Singh) કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરને જીતાડવા માટે લોકોને અપીલ કરી હતી. ગુલાબસિંહ રાજપૂતે કહ્યું કે, ગેનીબેનને નોટ પણ આપીશું અને વોટ પણ આપીશું. ઘર દીઠ લોકો ગેનીબેનને 11-11 રૂપિયા આપવા ગુલાબસિંહે અપીલ કરી હતી. જણાવી દઈએ કે, લોકસભા ચૂંટણીના પ્રચારમાં જોતરાયેલા ગેનીબેનનો (Ganiben Thakor) એક અલગ અંદાજ જોવા મળ્યો હતો. કોતરવાડામાં સભા સંબોધી રહેલા ગેનીબેન ઠાકોરે ઘૂંઘટમાં રહીને જાહેરસભાને સંબોધન કર્યું હતું. તેમણે જુવારરૂપી એક મત આપવા મતદારોને આહ્વાન કર્યું હતું. સાથે કોંગ્રેસને (Congress) જંગી બહુમતીથી વિજયી બનાવવા મતદારોને અપીલ કરી હતી.

બનાસકાંઠામાં (Banaskantha) ચૂંટણી પ્રચાર દરમિયાન પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ (Gulab Singh) ભાન ભૂલ્યા હતા. તેમણે ભાજપના નેતાઓની સાથે રાજ્યના પોલીસ તંત્ર સામે પણ સવાલ ઊભા કર્યા હતા અને નિશાન સાધ્યું હતું. તેમણે ધમકીભર્યા સ્વરમાં પોલીસ માટે વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું હતું કે, ભાજપનો પ્રેમ હોય તો ભાજપના (BJP) પટ્ટા પહેરી લેજો. ગેનીબેન જીત્યા તે દિવસથી પોલીસના પટ્ટા ઉતરાવી દઈશું. તેમણે આગળ આરોપ લગાવતા કહ્યું કે, વાવ અને થરાદમાં પોલીસ લોકોને દબાવતી હોય છે.

 

આ પણ વાંચો – GeneralElections2024 : તારીખોની જાહેરાત સાથે ચૂંટણી પંચે આપી આ ખાસ માહિતી અને સૂચનાઓ, જાણો વિગતે

આ પણ વાંચો – CR Patil : ગુજરાતમાં તમામ 26 બેઠકો જીતી હેટ્રીક કરાશે

આ પણ વાંચો – Lok Sabha Election Guidelines : રાજકીય પક્ષો માટે માર્ગદર્શિકા જાહેર, ચૂંટણી પંચે આપી આ કડક સૂચના!

 

Whatsapp share
facebook twitter