+

147thRathYatra : આવતીકાલે ભગવાન નગરચર્ચાએ નીકળશે, હર્ષ સંઘવીએ સુરક્ષા બંદોબસ્તની સમીક્ષા કરી

અમદાવાદમાં 147 મી રથયાત્રાને (147th Rath Yatra) લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે સુરક્ષા બંદોબસ્તને લઈને પણ તૈયારીઓને આખરી ઓપ અપાયો છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh…

અમદાવાદમાં 147 મી રથયાત્રાને (147th Rath Yatra) લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે સુરક્ષા બંદોબસ્તને લઈને પણ તૈયારીઓને આખરી ઓપ અપાયો છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) DGP વિકાસ સહાય, પોલીસ કમિશનર સાથે રથયાત્રા રૂટની સમીક્ષા કરી હતી. જ્યારે આ વર્ષે પ્રથમ વખત ઇમરજન્સી કોલ બોક્સ (Emergency Call Box) લગાવાયું છે. ઉપરાંત, આજે ભગવાન જગન્નાથ સોનાવેશ ધારણ કરશે.

રથયાત્રામાં અત્યાધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ

અમદાવાદમાં (Ahmedabad) આવતીકાલે જમાલપુરનાં (Jamalpur) જગન્નાથ મંદિરથી (Jagannath Temple) ભગવાન જગન્નાથજી (Lord Jagannathji), ભાઈ બળદેવજી અને બહેન સુભદ્રાજી (Subhadraji) નગરચર્ચાએ નીકળશે અને ભક્તોને દર્શન આપશે. જો કે, ભગવાન જગન્નાથની 147 મી રથયાત્રાને લઈ સુરક્ષાના પણ ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યા છે. આ વખતે પ્રથમ વખત રથયાત્રા રૂટ પર ઇમરજન્સી કોલ બોક્સ (Emergency Call Box) લગાવવામાં આવ્યું છે. બોક્સ પરનાં લાલ બટન દબાવવાથી સીધો કંટ્રોલ રૂમમાં મેસેજ જશે. કંટ્રોલરૂમથી પોલીસ જે તે વ્યક્તિ સાથે સીધી વાત કરશે અને મુશ્કેલીમાં મુકાયેલા લોકોને ત્વરિત મદદ મળશે.

રથયાત્રા રૂટની ગૃહ રાજ્યમંત્રીએ કરી સમીક્ષા

ઉપરાંત, આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) રથયાત્રાના રૂટ પર સુરક્ષાના લોખંડી બંદોબસ્તની સમીક્ષા કરી હતી. તેમની સાથે DGP વિકાસ સહાય (DGP Vikas Sahai), પોલીસ કમિશનર પણ હતા. જગન્નાથ મંદિરમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પૂજા પણ કરી હતી. અમદાવાદમાં 147 મી રથયાત્રાની (147th Rath Yatra) રંગેચંગે તૈયારીઓ વચ્ચે આજે ભગવાન જગન્નાથ સોનાવેશ ધારણ કરશે. ત્યારે સવારથી જ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા પહોંચ્યા છે. આવતીકાલે ભગવાન નગરચર્ચાએ નીકળશે.

ચોકલેટના રથ, આવતીકાલે રથયાત્રા

રથયાત્રાને લઈ ભક્તોની અનોખી ભક્તિ જોવા મળી છે. શિલ્પાબેન ભટ્ટ નામના મહિલાએ ચોકલેટનાં રથ બનાવ્યાં છે. ચોકલેટનાં રથ બનાવી મંદિરમાં અર્પણ કર્યા છે. શિલ્પાબેન ભટ્ટ છેલ્લા 5 વર્ષથી ભગવાનનાં ચોકલેટનાં રથ બનાવે છે અને મંદિરમાં અર્પણ કરે છે. આવતીકાલે અષાઢી બીજના દિવસે 147 મી રથયાત્રા યોજાશે. સવારે 4 વાગે મંગળા આરતી કરાશે. મુખ્યમંત્રી પહિંદ વિધિ કરીને રથયાત્રાનો પ્રારંભ કરાવશે. રથયાત્રામાં 18 ગજરાજ, 101 ટ્રક, 30 અખાડા અને 18 ભજન મંડળી જોડાશે. ઉપરાંત, 1 હજારથી 1200 ખલાસીભાઈઓ ભગવાનના રથને ખેંચશે. દેશભરમાંથી 2 હજારથી વધુ સાધુ-સંતો હાજરી આપશે.

 

આ પણ વાંચો – VADODARA : રથયાત્રા મોટી સ્ક્રીન પર જોઇ શકાય તેવું આયોજન, જાણો સંપૂર્ણ તૈયારી

આ પણ વાંચો – Rath Yatra : આજે ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધિ

આ પણ વાંચો – AHMEDABAD : રથયાત્રાની સુરક્ષા મુદ્દે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાઇ અગત્યની બેઠક

Whatsapp share
facebook twitter