સંસદની સુરક્ષા CISF કરશે, કેન્દ્ર સરકારનો નિર્ણય
સંસદ ભવનમાં થયેલ સુરક્ષા ચૂકની ઘટનાને ધ્યાનમાં રાખીને સરકારે તેની સુરક્ષાની જવાબદારી કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ એટલે CISF ને સોંપવાનો નિર્ણય કર્યો છે. CISF એ સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (CAPF) છે જે હાલમાં ન્યુક્લિયર અને એરોસ્પેસ ડોમેન, રાષ્ટ્રીય એરપોર્ટ અને દિલ્હી મેટ્રો તેમજ રાજધાનીમાં કેન્દ્રીય મંત્રાલયનું રક્ષણ કરે છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સંસદ ભવન સંકુલના સર્વેનો નિર્દેશ આપ્યો હતો. ત્યારે વ્યાક્ત રીતે CISF સુરક્ષા અને ફાયર બ્રિગેડને નિયમિત પણે તૈનાત કરવામાં આવશે.
CISF રાજધાનીમાં કેન્દ્રીય મંત્રાલયોની રક્ષામાં અવલ્લ
કેન્દ્ર સરકારના મંત્રાલયોની રક્ષા કરતા CISF ના ગવર્મેન્ટ બિલ્ડિંગ સિક્યુરિટી (GBS) યુનિટના નિષ્ણાતો સાથે CISF ફાયર અને રેસ્ક્યૂ અધિકારીઓ અને વર્તમાન સંસદ સુરક્ષા ટીમના અધિકારીઓ આ સપ્તાહના અંતમાં સર્વેક્ષણ શરૂ કરશે.
13 ડિસેમ્બરે, સંસદ પર 2001 ના આતંકવાદી હુમલાની વર્ષગાંઠ પર સુરક્ષામાં મોટી ખામી સર્જાણી હતી. ત્યારે બે માણસો ઝીરો અવર દરમિયાન ઓડિટોરિયમમાંથી લોકસભાની ચેમ્બરમાં કૂદી પડ્યા અને કલર ગેસ છોડીને સૂત્રોચ્ચાર કર્યા હતાં. તે જ સમયે અન્ય બે લોકોએ દ્વારા આવી જ ગુનાહિત પ્રવુત્તિ કરવામાં આવી હતી. પરંતુ તાત્કાલિક ધોરણે સુરક્ષા કર્મીઓ દ્વારા તેમને પકડી પાડવામાં આવ્યા હતાં.
આ પણ વાંચો: સંસદીય ઈતિહાસ માટે આ યોગ્ય નથીઃ માયાવતી