+

Land For Job Scam: ED એ લાલુ યાદવ અને ડિપ્ટી CM તેજસ્વી યાદવને પાઠવ્યાં સમન્સ

ક્યા આરોપો સાથે જોડાયેલા છે બંન્ને RJD નેતાઓ ED એ 20 ડિસેમ્બરના રોજ RJD ના વડા લાલુ યાદવ અને બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવને નોકરીના બદલામાં જમીન લેવાના કાંડમાં મની…

ક્યા આરોપો સાથે જોડાયેલા છે બંન્ને RJD નેતાઓ

ED એ 20 ડિસેમ્બરના રોજ RJD ના વડા લાલુ યાદવ અને બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવને નોકરીના બદલામાં જમીન લેવાના કાંડમાં મની લોન્ડરિંગના આરોપ પર પૂછપરછ માટે સમન્સ પાઠવવામાં આવ્યું છે.

ED એ RJD નેતા તેજસ્વી યાદવને આ કેસમાં પૂછપરછ માટે 22 ડિસેમ્બર હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. તયારે બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ યાદવને 27 ડિસેમ્બરે આ કાંડને સંબંધિત પ્રશ્નોના જવાબ આપવા માટે બોલાવવામાં આવ્યા છે. જો કે લાલુ યાદવે કેન્દ્રીય રેલ્વે મંત્રી રહીને નોકરીના બદલામાં પરિવારના સભ્યોના નામે જમીન માંગી તેવા આરોપો સામે આવ્યા છે.

નોકરીના બદલામાં જમીન આપવાના કેસનો સંપૂર્ણ ઈતિહાસ

18 મે 2022 ના રોજ CBI એ નોકરીના બદલામાં જમીન લેવાના આરોપમાં લાલુ યાદવ અને પૂર્વ સીએમ રાબડી દેવીના સહિત આ કેસમાં 17 લોકો સામે એફઆઈઆર નોંધી હતી. એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે લાલુ યાદવ જ્યારે તેઓ રેલ્વે મંત્રી હતા, ત્યારે તેમણે રેલ્વેના વિવિધ વિભાગોમાં પોસ્ટ્સ પર ગ્રુપ ડીમાં અવેજી નિમણૂંક કરી હતી. 2004 થી 2009 વચ્ચે થયેલી આ નિમણૂકમાં લાલુ યાદવે પોતાના પરિવારના સભ્યોના નામે જમીન લીધી હતી.

એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે પ્રાદેશિક રેલ્વેમાં વૈકલ્પિક રીતે નિમણૂક માટે કોઈ જાહેરાત અથવા કોઈ જાહેર સૂચના જારી કરવામાં આવી ન હતી. આ પછી પણ પટનાના રહેવાસીઓની નિમણૂક મુંબઈ, જબલપુર, કોલકાતા, જયપુર અને હાજીપુર સ્થિત વિવિધ પ્રાદેશિક રેલ્વેમાં વૈકલ્પિક તરીકે કરવામાં આવી હતી.

આ પણ વાંચો: ‘હું પુરાવા જોઈશ…’: ખાલિસ્તાની આતંકવાદી પન્નુની હત્યાના કાવતરા અંગે પીએમ મોદીનું પહેલું નિવેદન…

Whatsapp share
facebook twitter