+

Ahmedabad Police : દુષ્કર્મ માટે અપહરણ કરાયેલી બાળકીને શ્વાને બચાવી

Ahmedabad Police : છેલ્લાં એક સપ્તાહમાં ક્રાઈમ બ્રાંચે બે બાળકીઓના અપહરણ કેસ (Kidnapping Case) નો ભેદ ઉકેલી અમદાવાદ પોલીસ (Ahmedabad Police) ની શાન વધારી છે. અપહરણ અને તેમાંય બાળકના કેસમાં…

Ahmedabad Police : છેલ્લાં એક સપ્તાહમાં ક્રાઈમ બ્રાંચે બે બાળકીઓના અપહરણ કેસ (Kidnapping Case) નો ભેદ ઉકેલી અમદાવાદ પોલીસ (Ahmedabad Police) ની શાન વધારી છે. અપહરણ અને તેમાંય બાળકના કેસમાં Ahmedabad Police જરા સરખી પણ ચૂક રાખવા માગતી નથી. શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાંથી બાળકીનું અપહરણ અને મુક્તિ થઈ ગઈ હોવા છતાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચે (Ahmedabad Crime Branch) મામલાને ગંભીરતાથી લઈને 36 કલાકની સતત જહેમત બાદ ભેદ ઉકેલી કાઢ્યો છે. અપહ્યુત બાળકી દુષ્કર્મનો ભાગ બનતા કેવી રીતે બચી અને શ્વાનની શું છે ભૂમિકા (Role of Dogs) તે જાણવા વાંચો આ અહેવાલ…

3 કલાકમાં જ અપહ્યુત બાળકી પરત મળી

અમદાવાદ શહેરના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન (Vastrapur Police Station) ની હદમાં ફૂટપાથ પર રહેતા એક પરિવારની બે દિકરી પૈકીની 2 વર્ષીય પુત્રીનું બે દિવસ અગાઉ અપહરણ થાય છે. મૂળ પાટણ જિલ્લાનો પરિવાર ગત 20 જૂનની રાતે વસ્ત્રાપુર વિસ્તારમાં ફૂટપાથ પર રાત્રિના 10 કલાકે સૂઈ ગયો હતો. દિવસભર મજૂરી કરીને થાકી ગયેલા પતિ-પત્ની બે પુત્રીઓ સાથે ફૂટપાથ પર ખાટલામાં સૂતા હતા તે સમયે કોઈ અજાણ્યો શખ્સ બે વર્ષની બાળકીનું અપહરણ કરી ગયો. તારીખ 21 જૂનની રાતે 1 કલાકે પિતા ઉંઘમાંથી જાગે છે, તો તેમની બે પુત્રીઓ પૈકી નાની પુત્રી ગુમ હોવાનું જાણતા તુરંત Ahmedabad Police કંટ્રોલ રૂમમાં 100 નંબર પર ફોન કરી ઘટનાની જાણ કરે છે. બાળકીના અપહરણની વાત સામે આવતા જ વસ્ત્રાપુર પોલીસ તેમજ Ahmedabad Police ના અધિકારીઓ દોડતા થઈ જાય છે. દરમિયાનમાં પોલીસ કંટ્રોલ રૂમ (Police Control Room) માં ફોન આવે છે કે, એક નાની બાળકી વસ્ત્રાપુર તળાવ પાસે રડતી મળી આવી છે. અપહ્યુત બાળકીના પિતાને જાણ થતાં તેઓ પણ વસ્ત્રાપુર તળાવ ખાતે દોડી જતાં અપહ્યુત દિકરી મળી આવે છે. આ મામલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં 21 જૂનની વહેલી સવારે અજાણ્યા શખ્સ સામે અપહરણનો ગુનો નોંધવામાં આવે છે.

બાળકીનું અપહરણ કોણે અને કેમ કર્યું ?

ક્રાઈમ બ્રાંચના એસીપી ભરત પટેલે (ACP Bharat Patel) જણાવ્યું હતું કે, 36 કલાકની સતત મહેનત બાદ અમારી ટીમ બિહારના સીતામઢી ખાતે રહેતા આરોપી વિજય મહતો સુધી પહોંચી હતી. વસ્ત્રાપુર અને સેટેલાઈટ વિસ્તારમાં આવેલી પંચતારક હૉટલના કિચનમાં વાસણ ધોવાનું કામ કરતા આરોપી વિજય મહતોની ધરપકડ કરી છે. 20 વર્ષીય આરોપીએ બાળકી સાથે દુષ્કર્મ કરવાના ઈરાદે તેનું અપહરણ કર્યું હતું. અપહરણ કર્યા બાદ તેને એકાંતવાળા વિસ્તાર એટલે કે, વસ્ત્રાપુર તળાવ ખાતે લઈ ગયો હતો. જો કે, બાળકી દુષ્કર્મનો ભોગ બને તે પહેલાં આરોપી સ્થળ પરથી નાસી છૂટ્યો હતો.

મેરિયોટ હોટલના ગેટ પરથી ઝડપાયો અપહરણકાર

ઘટના બાદ તુરંત સ્થળ પર દોડી ગયેલી Team Crime Branch એ આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ (CCTV Footage) એકઠાં કરવાની કામગીરી આરંભી હતી. CCTV ફૂટેજના આધારે અપહરણકારનો આવવા-જવાનો રૂટ નક્કી થયો હતો. સતત દોઢ દિવસ સુધી જહેમત બાદ જાણકારી મળી હતી કે, અપહરણકાર સેટેલાઈટની મેરિયૉટ (Hotel Marriot) સહિત બે હૉટલના રસોઈ ઘરમાં વાસણ ધોવાનું કામ કરે છે. આ માહિતીના આધારે આજે વહેલી પરોઢે મેરિયૉટ હૉટલના દરવાજે બેસેલી ક્રાઈમ બ્રાંચની ટીમે વિજય મહતોને ઉપાડી લીધો હતો.

બાળકી કેવી રીતે બચી ?

ખરાબ દાનતથી બાળકીને ઉપાડી ગયેલો વિજય મહતો નજીકના વસ્ત્રાપુર તળાવ (Vastrapur Lake) ખાતે લઈ ગયો હતો. રાત્રિના અંધકાર તેમજ એકલતાનો લાભ મેળવીને દુષ્કર્મ વિજય મહતો દુષ્કર્મ કરે તે પહેલાં બાળકી રડવા લાગી હતી. બાળકી રડવા લાગતાં તળાવ અને આસપાસમાં ફરતા શ્વાન જોરજોરથી ભસવા લાગ્યા અને તેની તરફ આવવા લાગ્યા હતા. શ્વાનના સતત અવાજ તેમજ બાળકીના રડવાના અવાજના કારણે તળાવના સિક્યુરિટી ગાર્ડ તે દિશામાં આગળ વધવા લાગ્યા હતા. આથી ડરી ગયેલો વિજય મહતો બાળકીને બિનવારસી મૂકીને બિલ્લી પગે ફરાર થઈ ગયો હતો.

આ પણ  વાંચો  – CID Crime : આંગડીયા પેઢીના દરોડામાં સોનાની લગડી કોણે ગુમ કરી ?

આ પણ  વાંચો  DGP Gujarat : પીઆઈ તરલ ભટ્ટ ફરી સસ્પેન્ડ, 3 પોલીસવાળા પણ ફરજમોકૂફ

આ પણ  વાંચો  Drugs in Gujarat : ડ્રગ્સ માફિયાઓનાં મનસૂબાને ધ્વસ્ત કરતી ગુજરાતની તપાસ એજન્સીઓ, વાંચો અહેવાલ

Whatsapp share
facebook twitter