+

BadeMiyanChoteMiya : તો આ દિવસે રિલીઝ થશે ફિલ્મ, ખિલાડી કુમારે આપી માહિતી

બોલિવૂડ ખિલાડી અને અભિનેતા અક્ષય કુમાર અને એક્શન હીરો ટાઈગર શ્રોફની (Tiger Shroff) આગામી ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ હાલ ચર્ચામાં છે. આ ફિલ્મની જાહેરાત બાદથી ફેન્સ તેની રિલીઝની રાહ…

બોલિવૂડ ખિલાડી અને અભિનેતા અક્ષય કુમાર અને એક્શન હીરો ટાઈગર શ્રોફની (Tiger Shroff) આગામી ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ હાલ ચર્ચામાં છે. આ ફિલ્મની જાહેરાત બાદથી ફેન્સ તેની રિલીઝની રાહ જોઈ રહ્યા છે. લાંબા સમયના સસ્પેન્સ બાદ આખરે અક્ષય કુમારે ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરી છે. જણાવી દઈએ કે અભિનેતા અક્ષય કુમારે ‘બડે મિયાં છોટે મિયાં’ (BadeMiyanChoteMiya) ફિલ્મની રિલીઝ માટે સાલ 2024 નો ખૂબ જ ખાસ દિવસ પસંદ કર્યો છે. આ જાણીને ચાહકોના ચહેરા પર ચમક આવી જશે.

રિલીઝ ડેટ ખાસ છે

ઉલ્લેખનીય છે કે, અક્ષય કુમારની (Akshay Kumar) મોટાભાગની ફિલ્મો તહેવારોની આસપાસ રિલીઝ થતી હોય છે, જેથી ફિલ્મના બિઝનેસને રજાનો લાભ મળી શકે. હવે અભિનેતાએ ‘બડે મિયાં છોટે મિયાં’ માટે પણ એક મોટો તહેવાર પસંદ કર્યો છે.

ફિલ્મ ક્યારે રિલીઝ થશે?

મળતી માહિતી મુજબ, અક્ષય કુમારે 10 જાન્યુઆરીએ સોશિયલ મીડિયા પર ‘બડે મિયાં છોટે મિયાં’નો લૂક શેર કર્યો હતો. આ સાથે તેણે કહ્યું કે, હવે ફિલ્મ રિલીઝ થવામાં માત્ર ત્રણ મહિના બાકી છે. આ સાથે, અભિનેતાએ સ્પષ્ટતા કરી કે ‘બડે મિયાં છોટે મિયાં’ (BadeMiyanChoteMiya) આ વર્ષે ઈદ પર રિલીઝ થઈ રહી છે એટલે કે આ ફિલ્મ 10 એપ્રિલ, 2024ના રોજ સિનેમાઘરોમાં આવશે. અક્ષય કુમારે ટ્વિટ કરી લખ્યું કે, હવે બડે ઔર છોટે સે મિલને કા સમય હો ગયા હૈ ઔર કમ….#3MonthsToBadeMiyanChoteMiya. જણાવી દઈએ કે, આ ફિલ્મમાં અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફ સાથે સોનાક્ષી સિન્હા (Sonakshi Sinha), માનુષી છિલ્લર ( Manushi Chillar) અને અલાયા એફ પણ આ ફિલ્મનો ભાગ છે. જ્યારે, સાઉથ એક્ટર પૃથ્વીરાજ સુકુમારન ફિલ્મમાં વિલન બન્યો છે.

 

આ પણ વાંચો – Rashid Khan : પ્રખ્યાત સંગીતકાર રાશિદ ખાનનું નિધન, કેન્સરને કારણે દુનિયાને અલવિદા કહ્યું…

Whatsapp share
facebook twitter