नमस्तेSस्तु महामाये श्रीपीठे सुरपूजिते । शङ्ख चक्र गदा हस्ते महालक्ष्मि नमोSस्तुते ।।
આજનું પંચાંગ
તારીખ : ૦૮ માર્ચ ૨૦૨૪, શુક્રવાર
તિથિ : મહા વદ તેરસ ૨૧:૫૮, ચૌદશ
નક્ષત્ર : શ્રવણ
યોગ :શિવ
કરણ : ગરજ
રાશિ :મકર( ખ,જ)૨૧:૨૦
દિન વિશેષ
અભિજીત મૂહુર્ત : ૧૨:૨૭ થી ૦૧:૧૪ સુધી
રાહુકાળ : ૧૧:૨૨ થી ૧૨:૫૦ સુધી
વિજ્ય મુહુર્ત: ૧૪:૪૯ થી ૧૫:૩૫
મહા શિવરાત્રી પર્વ
પંચક પ્રારમ્ભ ૨૧:૨૦
મેષ (અ,લ,ઈ)
તમારા પ્રયાસોથી અર્થ વ્યવસ્થામાં સુધારો થશે
વાણી પર સંયમ રાખવાથી સ્વજનો સાથે વાદવિવાદ અટકશે.
તમને માનસિક શાંતિ મળશે.
તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવુ.
ઉપાય : કેસર ચંદન વાળ જળ થી રૂદ્રાભિશેક કરવો
શુભરંગ : બદામિ
શુભમંત્ર : ૐ અમરનાથાય નમ:||
વૃષભ (બ,વ,ઉ)
મિલકત સંબંધિત કામ થશે,
આજે આત્મ વિશ્વાસ સાથે નિર્ણય લેવાશે
શારીરિક અને માનસિક પ્રસન્નતા રહેશે
તમને નવી જવાબદારી મળી શકે છે.
ઉપાય : આજે ૧૦૮ બિલ્વ પત્ર થી શિવાર્ચન કરવુ
શુભરંગ : સફેદ
શુભમંત્ર : ૐ નમઃ શિવાય ||
મિથુન (ક,છ,ઘ)
આજનો દિવસ સામાન્ય રહેશે.
આર્થિક ક્ષેત્રમાં તમે થોડી નિરાશા અનુભવી શકો છો.
આપ સિદ્ધાંતોને વળગી રહેશો જે લાભ આપશે.
તમારી સમસ્યાનું સમાધાન શોધવાનો પ્રયાસ કરો
ઉપાય : આજે કમળ પુષ્પથી શિવપૂજા કરવી
શુભરંગ : સોનેરી
શુભમંત્ર : ૐ ઉમામહેશ્વરાભ્યાં નમઃ ||
કર્ક (ડ,હ)
વેપારમાં ધનલાભ થવાની સંભાવના છે.
સ્વજનો સાથે મુલાકાત આનંદદાયક રહેશે.
સામાજિક ક્ષેત્રે નોકરી ધંધામાં લાભ થશે.
સંબંધીઓ તમને તણાવપૂર્ણ પરિસ્થિતિમાં મૂકી શકે છે.
ઉપાય : દૂધ મા સાકર ભેળવી રૂદ્રાભિષેક કરવો
શુભરંગ : આછો પીળો
શુભમંત્ર : ૐ ચન્દ્રશેખરાય નમઃ ||
સિંહ (મ,ટ)
જરૂરી કામ બનવાથી લાભની તકો મળશે.
અટકેલા ધનની પ્રાપ્તિ થશે.
ઉચ્ચ અધિકારીઓ અને વડીલોની કૃપા રહેશે.
બધાં કામ સરળતાપૂર્વક પાર પડતાં જણાશે.
ઉપાય : ગોળ ના જળ થી રૂદ્રાભિષેક કરવો
શુભરંગ : મરૂન
શુભમંત્ર : ૐ આદિશંકરાય નમઃ||
કન્યા (પ,ઠ,ણ)
કાર્યસ્થળ પર કામનું દબાણ વધશે.
અધિકારીઓ સાથે વાદ-વિવાદ થવા ની સમ્ભાવના છે.
સ્પર્ધકો તેમના માથા પાછળ કરી શકે છે.
સરકારી કામમાં અડચણ આવી શકે છે.
ઉપાય : આજે મગ થી શિવાર્ચન કરવુ
શુભરંગ : શ્યામ
શુભમંત્ર : ૐ કેદારેશ્વરાય નમઃ ||
તુલા (ર,ત)
આજનો દિવસ આધ્યાત્મિક રીતે શુભ દિવસ રહેશે.
મહેનત કરવાથી કામ ઝડપથી પૂર્ણ થશે.
તમારે બિનજરૂરી ખર્ચ ના કારણે નાણા ભીડ થઈ શકે છે.
આધ્યાત્મિક પૂર્ણતા પ્રાપ્ત કરવાનો યોગ છે.
ઉપાય : ગુલાબજળ થી શિવ પૂજન કરવુ
શુભરંગ : ગુલાબી
શુભમંત્ર : ૐ રામેશ્વરાય નમઃ ||
વૃશ્ચિક (ન,ય)
આજે તમે ઉત્સાહ અને ઉર્જાથી ભરપૂર રહેશો.
વિકાસ કાર્યોમાં સફળતા મળશે,
આકસ્મિક સંપત્તિ નો લાભ મળવા પાત્ર છે.
પ્રિયજનો સાથે સમય પસાર થશે.
ઉપાય : શિવ મહિમ્ન સ્તોત્રનો પાઠ કરવો
શુભરંગ : લાલ
શુભમંત્ર : ૐ મૃત્યુંજયાય નમઃ ||
ધન (ભ,ધ,ફ,ઢ)
કાર્યમાં સફળતા અને કીર્તિ અને ભાગ્યની સંભાવના રહેશે.
ઘરમાં સુખ-શાંતિનું વાતાવરણ જળવાઈ રહેશે.
તમે શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહેશો.
આજે ખર્ચમાં વધારો થશે.
ઉપાય : આજે શેરડીના રસ થી રૂદ્રાભિષેક કરવો
શુભરંગ : નારંગી
શુભમંત્ર : ૐ કુબેરેશ્વરાય નમઃ ||
મકર (ખ,જ)
આજે નાણાકિય લેવડ-દેવડમાં સાવધાની રાખો.
સંબંધીઓ સાથે વિવાદ થઈ શકે છે.
તમારી વાણી પર સંયમ રાખવો હિતાવહ
ધાર્મિક દાર્શનિક વિચારો સાંભળવા થી તમે શાંતિ નો અનુભવ થશે
ઉપાય : કાળાતલ થી શિવાર્ચન કરવુ
શુભરંગ : વાદળી
શુભમંત્ર : ૐ ગૌરિશંકરાય નમ:||
કુંભ (ગ,શ,સ,ષ)
કાર્યોમાં સફળતા મળવાથી મનોબળ વધશે.
ધન અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે.
જમીન, મકાન, વાહન વગેરેમાં રોકાણ લાભદાયી સાબિત થશે.
તમારું કામ જાતે કરી લો. બીજા પર ભરોસો રાખવો યોગ્ય નથી.
ઉપાય : આજે ગંગાજળ થી શિવપૂજન કરવુ
શુભરંગ : આસમાની
શુભમંત્ર : ૐ ગંગાધરાય નમ:||
મીન (દ,ચ,ઝ,થ)
આજનો દિવસ શુભ અને ફળદાયી રહેશે.
તમે માનસિક રીતે શાંત અને દુનિયાના કોલાહલથી દૂર રહેશો.
સંબંધીઓ સાથે ખર્ચ થશે અને તેમના દ્વારા લાભ થશે.
સ્પર્ધકોને હરાવશે.
ઉપાય : આજે ઉપવાસ કરવો
શુભરંગ : મરૂન
શુભમંત્ર : ૐ નમો ભગવતે રૂદ્રાય||