+

RASHI: આ રાશિના જાતકોને આજે નાણાકીય સ્થિતિમાં થયો સુધારો

પંચાંગ: તારીખ: 02 જૂલાઇ 2024, મંગળવાર તિથિ: જેઠ વદ અગિયારસ નક્ષત્ર: કૃત્તિકા યોગ: ધૃત્તિ કરણ: કૌલવ રાશિ: મેષ (અ, લ, ઇ) , 11:13 બાદ વૃષભ (બ, વ, ઉ) દિન વિશેષ:…

પંચાંગ:
તારીખ: 02 જૂલાઇ 2024, મંગળવાર
તિથિ: જેઠ વદ અગિયારસ
નક્ષત્ર: કૃત્તિકા
યોગ: ધૃત્તિ
કરણ: કૌલવ
રાશિ: મેષ (અ, લ, ઇ) , 11:13 બાદ વૃષભ (બ, વ, ઉ)

દિન વિશેષ:
રાહુકાળઃ 16:07 થી 17:48 સુધી
અભિજીત મુહૂર્તઃ 12:17 થી 13:11 સુધી
વિજય મુહૂર્તઃ 14:59 થી 15:53 સુધી
આજે યોગિની એકાદશી

મેષ (અ,લ,ઈ)
ધીરજપૂર્વક શાંતિથી કાર્ય કરવું
વેપારમાં નુકસાનની સંભાવના
સંબંધી કે મિત્ર વર્ગનો સહયોગ મળી શકે
ભાઈ-બહેન સાથે ઉગ્ર વાતાવરણ બની શકે
ઉપાય: ગાયોને ઘાસ પધરાવું
શુભરંગ: ઘેરો લાલ
શુભમંત્ર: ૐ અંગારેશ્વરાય નમ:||

વૃષભ (બ,વ,ઉ)
દિવસની શરૂઆત સુખદ રહેશે
જટિલ સમસ્યાનો ઉકેલ લાવી પ્રશંસા મેળવશો
પરિવારમાં ગેરસમજથી વાદવિવાદની સંભાવના
નોકરિયાત લોકો માટે દિવસ શુભ રહે
ઉપાય: પર્ફ્યુમ લગાવવું
શુભરંગ: જાંબલી
શુભમંત્ર: ૐ નમ: શિવાય||

મિથુન (ક,છ,ઘ)
વૈવાહિક જીવનમાં શાંતિની સ્થિતિ રહે
મનગમતા મહેમાનનું આગમન થાય
નાણાકીય વ્યવહારમાં સાવધાન રહેવું
મિત્રોની મુલાકાતથી આનંદમાં વધારો થાય
ઉપાય: દહીંનું દાન કરવું
શુભરંગ: ગુલાબી
શુભમંત્ર: ૐ કૃષ્ણપિંગાક્ષાય નમઃ||

કર્ક (ડ,હ)
નાણાકીય સ્થિતિમાં સુધારાના યોગ
ભાઈ-બહેન વચ્ચેના વિવાદનો અંત આવે
ઘરના સભ્યોના સ્વાસ્થ્યની ચિંતા રહે
વડીલોના આશિર્વાદ પ્રાપ્ત થાય
ઉપાય: શંખના જળનું સેવન કરવું
શુભરંગ: બદામી
શુભમંત્ર: ૐ હસ્તિમુખાય નમઃ||

સિંહ (મ,ટ)
મનોબળ મજબૂત રહે
ઘરમા પ્રસંગનું આયોજન થઇ શકે
ત્વચા સંબંધીત સમસ્યાઓ વધી શકે
નકારાત્મકતા દૂર થતી અનુભવાય
ઉપાય: શ્રીસૂકતના પાઠ કરવા
શુભરંગ: લીલો
શુભમંત્ર: ૐ વક્રતુંડાય નમઃ||

કન્યા (પ,ઠ,ણ)
સમસ્યાનો ઉકેલ મળવાથી રાહત મળે
રચનાત્મક કાર્યના કારણે માન વધે
સન્માનિત વ્યક્તિ સાથે મુલાકાત થાય
ઉધાર કે ઋણ નહીં લેવું
ઉપાય: મહાલક્ષ્મી કવચના પાઠ કરવા
શુભરંગ: રાણી
શુભમંત્ર: ૐ સુમુખાય નમ:||

તુલા (ર,ત)
વાતચીતનો સ્વર નરમ રાખવો
કાર્યસ્થળે સાથીદારોનો યોગ્ય સહયોગ મળે
પ્રેમસંબંધોમાં નિકટતા આવે
થાક અને નબળાઈનો અનુભવ થઈ શકે
ઉપાય: મંગળ સ્તોત્રના પાઠ કરવા
શુભરંગ: લાલ
શુભમંત્ર: ૐ લંબોદરાય નમઃ||

વૃશ્ચિક (ન,ય)
વિદ્યાર્થીઓને મહેનતનું સાનુકૂળ પરિણામ મળે
અપેક્ષાઓ સાકાર કરવા વધુ મહેનત કરવી
વ્યવસાયિક ગતિવિધિઓમાં સુધાર દેખાય
પારિવારિક વાતાવરણ સુખદ રહે
ઉપાય: સફેદ ફૂલથી ભગવાન વિષ્ણુની પૂજા કરવી
શુભરંગ: પીળો
શુભમંત્ર: ૐ એકદંતાય નમઃ||

ધન (ભ,ધ,ફ,ઢ)
આવક અને ખર્ચમાં સમાનતા રહેશે
નકારાત્મક બાબતોને અવગણવી હિતાવહ
કાર્યક્ષેત્રે સ્થિતિ સકારાત્મક રહે
એસિડિટી જેવી સમસ્યા રહે
ઉપાય: શ્રીયંત્રની પૂજા કરવી
શુભરંગ: લીલો
શુભમંત્ર: ૐ ધુમ્રવર્ણાય નમઃ||

મકર (ખ,જ)
આર્થિક લાભના અવસરો પ્રાપ્ત થાય
મનનો ડર દૂર થાય
આરોગ્ય બાબતે સાવધાન રહેવું
સમયનો સદઉપયોગ કરવો
ઉપાય: પંચામૃતથી મહાલક્ષ્મીજીની પૂજા કરવી
શુભરંગ: નારંગી
શુભમંત્ર: ૐ ભાલચંદ્રાય નમ:||

કુંભ (ગ,શ,સ,ષ)
કઠોર મહેનત અને‌ લગનથી લક્ષ્ય પ્રાપ્ત થશે
સંબંધીને ત્યાં ઉત્સવમાં ભાગ લેવાની તક મળે
ખોટો તણાવ તમને પરેશાન કરે
બીજાના મામલામાં દખલ નહીં કરવી
ઉપાય: શ્રીયંત્ર પર હળદરિયા કંકુથી પૂજા કરવી
શુભરંગ: જાંબલી
શુભમંત્ર: ૐ ગજાનનય નમઃ||

મીન (દ,ચ,ઝ,થ)
સફળતા અને સેવાથી વડીલો પ્રસન્ન થાય
અંગત સંબંધોને મહત્વ આપી શકો
વડીલ વ્યક્તિ સાથે મુલાકાત સારી રહે
વાહન માટે દેવું લેતા પહેલા વિચારવું
ઉપાય: કેસરયુક્ત જળથી શ્રીયંત્રની પૂજા કરવી
શુભરંગ: સફેદ
શુભમંત્ર: ૐ ભાલચંદ્રાય નમઃ||

 

Whatsapp share
facebook twitter