+

આ રાશિના જાતકોને આજનો દિવસ તમારાં માટે સુખદ રહેશે

આજનું પંચાંગ તારીખ : ૦૮ જાન્યુઆરિ ૨૦૨૪, સોમવાર તિથિ : માગસર વદ બારસ નક્ષત્ર : અનુરાધા યોગ : ગંડ કરણ :કૌલવ રાશિ : વૃશ્ચિક ( ન.ય)   શુભાશુભ મુહુર્ત રાહુકાળ…

આજનું પંચાંગ

તારીખ : ૦૮ જાન્યુઆરિ ૨૦૨૪, સોમવાર
તિથિ : માગસર વદ બારસ
નક્ષત્ર : અનુરાધા
યોગ : ગંડ
કરણ :કૌલવ
રાશિ : વૃશ્ચિક ( ન.ય)

 

શુભાશુભ મુહુર્ત
રાહુકાળ : ૦૮:૪૪ થી ૧૦:૦૫ સુધી
અભિજીત: ૧૨:૨૫ થી ૧૩:૦૮સુધી
વિજય મુહુર્ત ૧૪:૩૪ થી ૧૫: ૧૭ સુધી
વિંછુડો

 

મેષ રાશિ:
આજનો દિવસ અન્ય દિવસોની સરખામણીએ સારો રહેશે.
પરિવારમાં કોઇ તણાવ હશે તો આજે સમાપ્ત થવાથી માનસિક શાંતિ મળશે.
નોકરીમાં ગુપ્ત શત્રુઓ તમારી પ્રતિભા અને પરાક્રમને જોઇ અંજાઇ જશે.
સાંજનો સમય માતા પિતા સાથે પસાર કરશો.
ઉપાય: માતા પિતાને પ્રસન્ન કરવા
શુભ રંગ: ગુલાબી
મંત્ર: ૐ ઐં હ્રીં કલીં ચામુંડાયૈ વિચ્ચૈ

 

વૃષભ રાશિ:
આજના કામકાજમાં મન નહીં લાગે.
જેના કારણે તમે પરેશાન રહેશો.
પરિવારના પ્રિય સભ્યની જરૂરિયાત સમયે મદદ નહીં મળવાથી મન પરેશાન રહેશે.
સાંજનો સમય મિત્રો સાથે પસાર કરશો.
ઉપાય: ગાય માતાને લીલુ ઘાસ ખવરાવો.
શુભરંગઃ આશમાની
મંત્ર : ૐ વૃષભધ્વજાય નમ:

 

મિથુન રાશિ:
આજનો દિવસ સારાં પરિણામ લઇને આવશે,
પાર્ટનરશિપમાં કોઇ બિઝનેસ માટે દિવસ ઉત્તમ રહેશે.
કોઇ જગ્યાએ આજે રોકાણ કરવાથી ભવિષ્યમાં બમણો ફાયદો મળશે.
જીવનસાથી સાથે કોઇ તણાવ ચાલી રહ્યો હોય તો આજે સમાપ્ત થઇ જશે.
ઉપાય: માતા લક્ષ્મીની પૂજા કરો.
શુભરંગઃ ક્રીમ
મંત્ર : ૐ વિષ્ણવે નમ:

 

કર્ક રાશિ
આજે સાસરી પક્ષમાં સન્માન મળશે,
સમાજિક ક્ષેત્રે જોડાયેલ જાતકો માટે દિવસ પરેશાનીભર્યો રહેશે.
આજે રોકાણ માટે દિવસ શુભ છે નિશ્ચિત રૂપે ભવિષ્યમાં તેનો લાભ મળશે.
સાંજનો સમયે મિત્રો સાથે સમય પસાર કરશો.
ઉપાય:પીપળ પર દૂધ મિશ્રિત પાણી ચઢાવો.શુભ
રંગ: સફેદ, પિસ્તા
મંત્ર: ૐ મહાદેવાય નમ:

 

સિંહ રાશી:
વિદ્યાર્થીઓ માટે દિવસ ઉત્તમ રહેશે, શિક્ષકો અને વરિષ્ઠોનો સહયોગ મળશે.
તમારી વિવેક-બુદ્ધિથી વ્યવસાયને નવી ઉંચાઇઓ પર લઇ જશો.
વિદેશમાં રહેતા કોઇ સભ્ય તરફથી સારાં સમાચાર મળશે.
પ્રેમ સંબંધમાં થોડી પરેશાની રહી શકે છે
ઉપાયઃ યોગાભ્યાસ અને પ્રાણાયામની સાથે શિવ ઉપાસના કરવી.
શુભ રંગ: લાલ
મંત્ર: ૐ ધૃણી સૂર્ય આદિત્યાય નમઃ

 

કન્યા રાશિ
આજનો દિવસ તમારાં માટે સુખદ રહેશે,
સંતાનના વિવાહ સંબંધિત સમસ્યાઓનો ઉકેલ મળવાથી પ્રસન્ન થશો.
નવું ઘર, જમીન કે વાહન ખરીદી માટે દિવસ ઉત્તમ છે.
પ્રેમ સંબંધમાં ગેરસમજના કારણે સંબંધમાં તકરાર થઇ શકે છે..
ઉપાય: ગાયત્રી ચાલીસાનો પાઠ કરો.
શુભરંગઃ સફેદ
મંત્ર : ૐ નમો: ભગવતે વાસુદેવાય.

 

તુલા રાશિ
આજે પારિવારિક જીવનમાં થોડી સાવધાની રાખો નહીં તો સંબંધોમાં તિરાડ પડી શકે છે.
જીવનસાથીની સલાહ બાદ સાસરી પક્ષના કોઇ વ્યક્તિ સાથે તણાવ દૂર થશે
બાળકોને નવા વ્યવસાયની શિક્ષા અંગે વિચારી શકો છો.
આજે ભાગ્ય તમારાં પક્ષમાં રહેશે.
.ઉપાય: હનુમાનજીને સિંદૂર ભેંટ કરો
શુભ રંગ: આશમાની
મંત્ર: હં હનુમતે નમ:

 

વૃશ્ચિક રાશિ
બિઝનેસમાં કડવાશને મિઠાશમાં બદલવાની કળા આજે શિખવી પડશે,
આજે તમારું કામ અન્યો પાસે કરાવવામાં સફળ રહેશો.
નોકરીમાં તમારું મનપસંદ કામ સોંપવામાં આવશે, જેનાથી પ્રસન્નતા રહેશે.
આજે પૈતૃક સંપત્તિ મળવાના યોગ પણ બની રહ્યા છે.
ઉપાય: ભગવાન વિષ્ણુની આરાધના કરો.
શુભ રંગ: નારંગી
મંત્ર: ૐ દું દુર્ગાયૈ નમ:

 

ધન રાશી
આજનો દિવસ વિદ્યાર્થી વર્ગને પરિણામમાં સફળતા આપનાર રહેસે.
સામાજિક કાર્યક્રમોમાં દાન-દક્ષિણા આપી શકો છો.
સાંજના સમયે પૂજા-પાઠ, હવનનું આયોજન ઘરે કરી શકો છો.
ઘરે કોઇ પાર્ટીનું આયોજન પણ થઇ શકે છે.
ઉપાય: વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરો.
શુભ રંગ: નારંગી
મંત્ર: ૐ શિવાય નમઃ

 

મકર રાશિ
આજે વધતા ખર્ચને લઇ ચિંતામાં રહેશો.
જેના કારણે સ્વભાવ થોડો ઉગ્ર બની શકે છે
માતા સાથે વિવાદ થવાની શક્યતાઓ પણ છે.
બજેટને ધ્યાનમાં રાખીને ખર્ચ કરો નહીં તો ભવિષ્યમાં આર્થિક પરેશાની થઇ શકે છે.
.ઉપાય: પીપળના વૃક્ષ નીચે દીપ પ્રગટાવો
શુભ રંગ: આશમાની
મંત્ર : ૐ હનુમતે રુદ્રતકાય હું ફટ્

 

કુંભ રાશિ
આજે વેપારમાં બમણા નફાથી પ્રસન્નતા થશે.
કોઇ સંબંધીને નાણાકીય સહાય અગાઉ પિતાની સલાહ ચોક્કસથી લો.
જીવનસાથી સાથે ખરીદી કરી શકો છો.
બાળકોને કોઇ યાત્રા પર લઇ જવાનું વિચારી રહ્યા હોવ તો થોડી રાહ જૂઓ.
ઉપાય: જરૂરિયાતમંદ લોકોની મદદ કરો.
શુભ રંગ: શ્યામ
મંત્ર : ૐ હ્રીં બં બટુકાય આપદુદ્ધરણાય કુરુકુરુ બટુકાય હ્રીં

મીન રાશિ
આજે કરિયરને લગતી ચિંતાઓ રહેશે
આજે નવાલોકોની મુલાકાત થાય.
નવી નોકરીની શોધમાં હોવ તો થોડો સમય રાહ જૂઓ.
ભવિષ્ય માટે યોજનાઓમાં કોઇ સંબંધીની મદદ લઇ શકો છો
ઉપાય: શિવલિંગ પર દૂધ ચઢાવો.
રંગ: પીળો
મંત્ર: ૐ અચ્યુતાય નમ:

Whatsapp share
facebook twitter