+

World richest Man:ટોપ 10 અરબપતિઓના લિસ્ટમાં વધુ એક નામ ઉમેરાશે

World richest Man: વિશ્વના અરબપતિઓમાં હવે વધુ એક નામ ઉમેરાવા જઈ રહ્યું છે, જેની ચર્ચા હવે ચારે તરફ થઈ રહી છે, ઝડપી જ આ અરબપતિ દુનિયાના ટોપ 10 અરબપતિઓના લિસ્ટમાં…

World richest Man: વિશ્વના અરબપતિઓમાં હવે વધુ એક નામ ઉમેરાવા જઈ રહ્યું છે, જેની ચર્ચા હવે ચારે તરફ થઈ રહી છે, ઝડપી જ આ અરબપતિ દુનિયાના ટોપ 10 અરબપતિઓના લિસ્ટમાં પણ આવી શકે છે. ખાસ વાત એ છે કે આ અરબપતિએ ભારતના 2 સૌથી અમીર બિઝનેસમેન મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીને પણ કમાણીના મામલે પાછળ ધકેલી દીધા છે. આ અરબપતિનું નામ જેન્સેન હુઆંગ છે. તેમની કંપની એનવીડિયા દુનિયામાં ડંકો વગાડી રહી છે. આ કંપનીના શેર 2024માં અત્યાર સુધી 173 ટકા અને એક વર્ષમાં 200 ટકાથી વધારેનું રિટર્ન આપી ચૂક્યા છે.

કોણ છે જેન્સેન હુઆંગ?

જેન્સેન હુઆંગની નેટવર્થ વધવાનું મુખ્ય કારણ પણ એનવીડિયાના શેયરના ભાવમાં થયેલો વધારો જ છે. જેના કારણે જેન્સેન હુઆંગ આ વર્ષમાં પોતાની નેટવર્થમાં મોટો વધારો કરી શક્યા છે. કોમ્પ્યુટર પ્રોસેસર અને એઆઈ ટેક પર કામ કરનારી એનવીડિયા કંપનીના પ્રેસિડેન્ટ અને સીઈઓ જેન્સેન હુઆંગની નેટવર્થમાં ઝડપી વધારો જોવા મળ્યો છે. તેમની નેટવર્થ અત્યાર સુધી 71.7 અરબ ડોલર વધી ચૂકી છે. જો તેને ભારતીય કરન્સીમાં જોવામાં આવે તો તેની કિંમત આશરે 6 લાખ કરોડ રૂપિયા જેટલી થાય છે. આ જ કારણ છે કે હાલમાં બ્લુમબર્ગ બિલેનિયર્સ ઈન્ડેક્સ મુજબ તેમની નેટવર્થ 116 અરબ ડોલર થઈ ગઈ છે. ખાસ વાત છે કે જેન્સેન હુઆંગ દુનિયાના 11માં સૌથી અમીર બિઝનેસમેન બની ગયા છે.

એનવીડિયાના શેરમાં 201 ટકાની તેજી જોવા મળી

જોન્સેન હુઆંગની સંપતિમાં વધારો તેમની કંપની એનવીડિયાના શેરના ભાવમાં વધારો થવાના કારણે થયો છે. હાલમાં તેમની કંપનીના શેરનો ભાવ 160 ટકાથી વધુ વધ્યો છે. ત્યારે જો છેલ્લા 1 વર્ષની વાત કરવામાં આવે તો એનવીડિયાના શેરમાં 201 ટકાની તેજી જોવા મળી ચૂકી છે. છેલ્લા 5 વર્ષમાં જેન્સેન હુઆંગની કંપનીના શેરમાં 3380 ટકાનો વધારો જોવા મળી ચૂક્યો છે. ત્યારે છેલ્લા 10 વર્ષમાં કંપનીના શેરએ રોકાણકારોને 28,000 ટકા સુધીનું રિટર્ન આપ્યું છે. જૂન 2014માં કંપનીના શેયરની કિંમત 0.47 ડોલર હતી.

એશિયાના બે સૌથી અમીર ઉદ્યોગપતિઓને પાછળ ધકેલ્યા

ખાસ વાત એ છે કે જોન્સેન હુઆંગે સંપતિ મામલે એશિયાના બંને સૌથી અમીર વ્યક્તિઓને પાછળ છોડી દીધા છે. આંકડાઓ મુજબ ગયા અઠવાડિયે મુકેશ અંબાણીની કુલ સંપતિ 113 અરબ ડોલર થઈ ગઈ છે. ત્યારે ગૌતમ અદાણીની કુલ સંપતિ 107 અરબ ડોલર છે. ખાસ વાત એ છે કે ગયા અઠવાડિયે હુઆંગની સંપતિમાં 10 અરબ ડોલરનો વધારો જોવા મળ્યો છે. જ્યારે મુકેશ અંબાણીની નેટવર્થ 112 અરબ ડોલરથી 113 અરબ ડોલર થઈ છે. ત્યારે બીજી તરફ ગૌતમ અદાણીની સંપતિ 107 અરબ ડોલરની આસપાસ રહી છે. તેનો મતલબ કે તેમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી.

વોરેન બફેટ ટોપ 10ના લિસ્ટમાંથી થઈ જશે બહાર

જો હુઆંગ આજ ઝડપે આગળ વધતા રહેશે તો થોડા જ સમયમાં ટોપ 10ના લિસ્ટમાં આવી શકે છે. જો આવુ થયું હતો દુનિયાના સૌથી મોટા રોકાણકારમાંથી એક વોરેન બફેટ ટોપ 10ના લિસ્ટમાંથી બહાર થઈ જશે. હાલમાં વોરેન બફેટની કુલ સંપતિ 134 અરબ ડોલર છે. તેનો મતલબ છે કે હુઆંગ તેમનાથી માત્ર 18 અરબ ડોલર પાછળ છે. જો બેથી ત્રણ દિવસ એનવીડિયાના શેરમાં મોટી તેજી જોવા મળશે તો તેમની સંપતિ 134 અરબ ડોલરની પાર જઈ શકે છે. ત્યારબાદ તે દુનિયાના ટોપ 10 અરબપતિઓના લિસ્ટમાં સામેલ થઈ જશે.

આ  પણ  વાંચો  – Air India ની મોટી બેદરકારી, યાત્રીના ભોજનમાંથી મળી આવી ધારદાર ‘Blade’

આ  પણ  વાંચો  – Price Hike : આ મોંઘવારી કોઈ તો રોકો…હવે સાબુ અને ડિટર્જન્ટ થયા મોંઘા

આ  પણ  વાંચો  – RBI એ આ બેંકનું લાયસન્સ કર્યું રદ્દ, ગ્રહકો મુશ્કેલીમાં મુકાયા

Whatsapp share
facebook twitter