+

Stock Market Crash : સેન્સેક્સ 434 પોઈન્ટના કડાકા સાથે બંધ

Stock Market Crash : આજે એટલે કે બુધવારે શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સ 434 પોઈન્ટના ઘટાડા સાથે 72,623 પર બંધ રહ્યો હતો. નિફ્ટી પણ 141 પોઈન્ટ તૂટ્યો હતો. 22,055ના…

Stock Market Crash : આજે એટલે કે બુધવારે શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સ 434 પોઈન્ટના ઘટાડા સાથે 72,623 પર બંધ રહ્યો હતો. નિફ્ટી પણ 141 પોઈન્ટ તૂટ્યો હતો. 22,055ના સ્તરે બંધ રહ્યો હતો.

 

આજે નિફ્ટીએ 22,249ની નવી ઓલ ટાઈમ હાઈ બનાવી છે. પરંતુ આ પછી તેમાં ઘટાડો જોવા મળ્યો હતો. પેટીએમના શેર આજે સતત ચોથા ટ્રેડિંગ દિવસે 5%ની ઉપલી સર્કિટ પર પહોંચ્યા હતા. જો કે સવારે માર્કેટ ગ્રીન ઝોનમાં ઓપન થયું હતું.ઝી-એન્ટરટેઈનમેન્ટના શેર્સમાં શરૂઆતના વેપારમાં 14.02%થી વધુનો ઘટાડો જોવા મળ્યો છે. સેબીને કંપનીની ફાઇલોમાં રૂ. 2,000 કરોડની વિસંગતતા મળ્યા બાદ કંપનીના શેરમાં આ ઘટાડો આવ્યો છે.

રોકાણકારોને કરોડોનું નુકસાન

આજના કારોબારમાં શેરબજારમાં ઘટાડાને કારણે બજારની બજાર કિંમત નીચે ગઈ છે. BSE પર લિસ્ટેડ શેરોની માર્કેટ મૂડી ઘટીને રૂ. 388.82 લાખ કરોડ થઈ છે, જે અગાઉના સત્રમાં રૂ. 391.62 લાખ કરોડ હતી. એટલે કે આજના બિઝનેસમાં રોકાણકારોને રૂ. 2.80 લાખ કરોડનું નુકસાન થયું છે.

 

સેન્સેક્સના 5 સૌથી વધુ ઘટી રહેલા શેર

જ્યારે સેન્સેક્સના બાકીના 20 શેરો ઘટાડા સાથે બંધ થયા હતા. તેમાં પણ એનટીપીસીનો શેર 2.76 ટકાના ઘટાડા સાથે ટોપ લૂઝર રહ્યો હતો. જ્યારે પાવર ગ્રીડ, વિપ્રો, HCL ટેક અને લાર્સન એન્ડ ટુબ્રો (L&T) ના શેર 1.70% થી 2.71% ના ઘટાડા સાથે લાલ નિશાનમાં બંધ થયા હતા.

 

આ  પણ  વાંચો  -STOCK MARKET CRASH : ખુલતાની સાથે SENSEX-NIFTY 50 ધડામ,સેન્સેક્સમાં 650 પોઇન્ટનું ગાબડું

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter