+

PAN Aadhaar Link : Income Tax Department ની ચેતવણી! પાન અને આધાર નથી કર્યા લિંક તો……

PAN Aadhaar Link: આવકવેરા વિભાગે (Income Tax Department) ચેતવણી જારી કરી છે કે તમામ કરદાતાઓએ 31 મે, 2024 પહેલા તેમના પાન (PAN) અને આધાર કાર્ડને (Aadhaar) લિંક કરાવવું જોઈએ. જો…

PAN Aadhaar Link: આવકવેરા વિભાગે (Income Tax Department) ચેતવણી જારી કરી છે કે તમામ કરદાતાઓએ 31 મે, 2024 પહેલા તેમના પાન (PAN) અને આધાર કાર્ડને (Aadhaar) લિંક કરાવવું જોઈએ. જો તમે આ સમયમર્યાદા સુધીમાં PAN અને આધાર કાર્ડને લિંક કર્યા નથી,તો તમારે વધુ TDS અથવા TCS ચૂકવવા માટે તૈયાર રહેવું જોઈએ.

 

આવકવેરા વિભાગે જાહેરનામું બહાર પાડ્યું

આવકવેરા વિભાગે મંગળવારે એક નોટિફિકેશન (notification) બહાર પાડીને કહ્યું કે લોકોએ 31 મે, શુક્રવાર સુધીમાં તેમના PAN અને આધારને લિંક કરવા પડશે. IT વિભાગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું છે કે આ સમયમર્યાદા પહેલા આ કામ પૂર્ણ કરીને તમે વધુ ટેક્સ ચૂકવવાનું ટાળી શકો છો. તેમાં આવકવેરા કાયદાની કલમ 206AA અને 206CCનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આવકવેરા રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ છે

આ વર્ષે ઈન્કમટેક્સ રિટર્ન (income tax return) ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31મી જુલાઈ છે. અગાઉ સીબીડીટીએ (CBDT) પણ દરેકને તેમના PAN અને આધારને લિંક કરવાની અપીલ કરી હતી. સીબીડીટીએ 23 એપ્રિલ, 2024ના રોજ આ પરિપત્ર જારી કર્યો હતો. જેમાં PAN અને આધારને લિંક ન કરવાના ગેરફાયદા પણ સમજાવવામાં આવ્યા હતા. કહેવામાં આવ્યું હતું કે લિંક ન થવાના કિસ્સામાં તમારી પાસેથી ડબલ TDS અને TCS લેવામાં આવી શકે છે.

 

11.48 કરોડ પાન કાર્ડ આધાર સાથે લિંક નથી

આવકવેરાની કલમ 139AA મુજબ દરેક પાન કાર્ડ ધારકે પોતાનો આધાર નંબર લિંક કરવો પડશે. જો તમે આમ નહીં કરો તો પાન કાર્ડ અમાન્ય જાહેર કરવામાં આવશે. 30 જૂન, 2023 પછી ઘણા પાન કાર્ડને અમાન્ય જાહેર કરવામાં આવ્યા હતા. PAN અને આધારને લિંક કરવા માટે તમારે ઈન્કમ ટેક્સ ઈ-ફાઈલિંગ પોર્ટલ પર જવું પડશે. આ પછી તમારે લિંક આધાર સ્ટેટસ પર જઈને પાન, આધાર કાર્ડ અને મોબાઈલ નંબર વિશે માહિતી આપવી પડશે. 29 જાન્યુઆરી, 2024 સુધી દેશમાં 11.48 કરોડ પાન કાર્ડને આધાર સાથે લિંક કરવામાં આવ્યા નથી.

આ  પણ  વાંચો – Dividend: RBI બાદ હવે આ કંપની સરકારને આપશે કરોડો રૂપિયાનું ડિવિડન્ડ, વાંચો વિગત

આ  પણ  વાંચો – Stock Market : શેર બજારમાં સતત બીજા દિવસે ઘટાડો, સેન્સેક્સ 220 પોઈન્ટ તૂટયો

આ  પણ  વાંચો Stock Market Closing : શેરબજાર તેજી બાદ સેન્સેક્સ અને નિફ્ટી લાલ નિશાનમાં બંધ

Whatsapp share
facebook twitter