+

LPG : Budget પહેલા મોંઘવારીનો માર, LPGના ભાવમાં આટલા રૂપિયાનો વધારો

LPG :  આજે નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman)સંસદમાં વચગાળાનું બજેટ રજૂ કરશે. આ પહેલા પણ દેશમાં મોંઘવારીઓ મજા મૂકી છે હકીકતમાં ઓઈલ માર્કેટિંગ કંપનીઓના કારણે 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડર…

LPG :  આજે નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman)સંસદમાં વચગાળાનું બજેટ રજૂ કરશે. આ પહેલા પણ દેશમાં મોંઘવારીઓ મજા મૂકી છે હકીકતમાં ઓઈલ માર્કેટિંગ કંપનીઓના કારણે 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડર (LPG Cylinder Price Hike) મોંઘો થઈ ગયો છે. IOCLની વેબસાઇટ અનુસાર, તેની કિંમતોમાં 14 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, ત્યારબાદ રાજધાની દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમત વધીને 1769.50 રૂપિયા થઈ ગઈ છે. નવા દરો આજથી 1 ફેબ્રુઆરી 2024થી અમલમાં આવ્યા છે.

19 કિલોનો સિલિન્ડર મોંઘો થયો છે
નવીનતમ ફેરફાર બાદ, દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત (Delhi LPG Cylinder Price) 1755.50 રૂપિયાથી વધીને 1769.50 રૂપિયા થઈ ગઈ છે. અન્ય મેટ્રોની વાત કરીએ તો, કોલકાતામાં એક સિલિન્ડરની કિંમત (Kolkata LPG Cylinder Price) 1869.00 રૂપિયાથી વધારીને 1887 રૂપિયા કરવામાં આવી છે. કોમર્શિયલ સિલિન્ડર જે પહેલા મુંબઈમાં 1708 રૂપિયામાં મળતું હતું તે હવે 1723 રૂપિયામાં મળશે. જ્યારે ચેન્નાઈમાં તેની કિંમત 1924.50 રૂપિયાથી વધીને 1937 રૂપિયા થઈ ગઈ છે.

ઘરેલુ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નથી
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે, જ્યારે ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતો સ્થિર રહી છે. 14.2 kg LPG સિલિન્ડરની કિંમત દિલ્હીમાં 903 રૂપિયા, કોલકાતામાં 929 રૂપિયા, મુંબઈમાં 902.50 રૂપિયા અને ચેન્નાઈમાં 918.50 રૂપિયામાં ઉપલબ્ધ છે.

 

ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરીને તેને મોંઘું કરી દીધું છે. બજેટના દિવસે મોંઘવારીને ઝટકો  આપતા તેની કિંમતમાં 14 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, ત્યારબાદ દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમત વધીને 1769.50 રૂપિયા થઈ ગઈ છે.

 

 

આ પણ  વાંચો  – Budget 2024: રાષ્ટ્રપતિ સાથે મુલાકાત, બજેટ-ડે પર નાણાંમંત્રીના આ છે કાર્યક્રમ

 

 

Whatsapp share
facebook twitter