+

Indian Share Market : સપ્તાહની શરૂઆતમાં ભારતીય શેરબજાર કડડભૂસ, સેન્સેક્સ 760 થી વધુ પોઈન્ટ ગબડ્યો

સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજારમાં (Indian Share Market) જોરદાર કડાકો જોવા મળ્યો છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ ઈન્ડેક્સ સેન્સેક્સ (Sensex) અગાઉના 72,664.47 પોઈન્ટના બંધની સામે આજે ​​72,476.65 પોઈન્ટ પર ખુલ્યો…

સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજારમાં (Indian Share Market) જોરદાર કડાકો જોવા મળ્યો છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ ઈન્ડેક્સ સેન્સેક્સ (Sensex) અગાઉના 72,664.47 પોઈન્ટના બંધની સામે આજે ​​72,476.65 પોઈન્ટ પર ખુલ્યો હતો. શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ 0.57 ટકા અથવા 413 પોઇન્ટના ઘટાડા સાથે 72,227 પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. જ્યારે, સમાચાર લખાય ત્યાં સુધી સેન્સેક્સમાં 716.78 પોઈન્ટનો કડાકો થયો છે. સેન્સેક્સ 0.99 ટકા ગગડીને 71,947.69 નજીક ટ્રેડ કરી રહ્યો છે.

નિફ્ટીની વાત કરીએ તો નેશનલ સ્ટોક એક્સચેન્જ ઇન્ડેક્સ નિફ્ટી (Nifty 50) આજે સપ્તાહના પહેલા ટ્રેડિંગ દિવસે અગાઉના બંધ 22,055.20 સામે 22,027.95 પર ખુલ્યો હતો. સમાચાર લખાય ત્યાં સુધી ઇન્ડેક્સ 210.30 પોઈન્ટ અથવા 0.95 ટકા પટકાઈને 21,844.90 નજીક ટ્રેડ કરી રહ્યો છે. સોમવારે ભારતીય શેરબજારની શરૂઆત લાલ નિશાનમાં થઈ હતી. માર્કેટની શરૂઆતમાં 1472 જેટલા શેરોમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો. જ્યારે 1026 શેરોમાં ઘટાડાની ચાલ હતી. 183 શેર ફેરફાર વગર રહ્યા હતા.

આ શેર્સમાં ઘટાડો જોવા મળી રહ્યો છે

આજે દેશમાં લોકસભા ચૂંટણીના () ચોથા તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે. ત્યારે ભારતીય શેરબજાર (Indian Share Market) લાલ નિશાનમાં ખુલ્યા છે.  આજે બોમ્બે સ્ટોક એક્સચેન્જની (BSE) 30 કંપનીઓ પૈકી 27 કંપનીઓના શેરમાં ઘટાડો જોવા મળ્યો છે. સૌથી વધુ કડાકો ટાટા મોટર્સમાં થયો છે. સમાચાર લખાય ત્યાં સુધી NSE પર ટાટા મોટર્સનો (Tata Motors) શેર 9 ટકા, બીપીસીએલમાં (BPCL) 3.45 ટકા, હીરો મોટો કોર્પમાં 2.60 ટકા, જેએસડબલ્યુ સ્ટીલમાં 1.45 ટકા અને એસબીઆઈમાં 1.71 ટકાના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યા છે. તે જ સમયે, સિપ્લાએ 5.62 ટકા, HDFC લાઇફ 2.12 ટકા, બ્રિટાનિયા (Britannia) 1.19 ટકા, આઇશર મોટર્સ 0.11 ટકા અને સન ફાર્મામાં 0.11 ટકાના વધારા સાથે કારોબાર કરી રહ્યા છે.

 

આ પણ વાંચો – ITR Filling 2024: હવે, કર્મચારીઓ ઘરે બેઠા Form 16 મેળવી ITR સરળતાથી ફાઈલ કરી શકશે

આ પણ વાંચો – રોકાણકારોને દર શેર પર થશે રૂ. 39 નો ફાયદો, બસ આટલું કરો….

આ પણ વાંચો – Gold Loan Rule: ગોલ્ડ લોન લેનારાઓને જોરદાર ઝટકો, RBIએ લીધો મોટો નિર્ણય

Whatsapp share
facebook twitter